Avo Manorath Evo Chhe Shetrunjay Jovo Chhe
વિદ્યાધરો ને ઇન્દ્રદેવો, જેહ ને નિત્ય પૂજતા
દાદા સીમંધર દેશનામાં, જેહના ગુણ ગાવતાં
પાપી જીવો પણ જેહના, સાનિધ્ય થી મોક્ષે જતા
એ વિમલગીરી ને વંદના, મુજ પાપ સૌ દૂરે થતા
એવો મનોરથ મારો છે, શેત્રુંજય જોવો છે
સિદ્ધાચલ જોવો છે, વિમલાચલ જોવો છે
નાભિરાયા નો નંદન પ્યારો, આદેશ્વર જોવો છે
મરુદેવાનો લાલ પ્યારો, ઋષભદેવ જોવો છે
હે… એવો મનોરથ મારો છે…
તળેટી એ દાદા તારા, પગલાં જુવારીને
ડુંગર ભાવ થી, ઝઢવો છે મારે
બાબુના દેરાના, દર્શન કરીને
સમવસરણ માં, જવું છે મારે
સરસ્વતી માતા ના, દર્શન કરીને
હિંગળાજ માતા ને, પૂજવા છે મારે
પદ્માવતી માતા ને, પૂજવા છે મારે
હે… એવો મનોરથ મારો છે…
મોટી ટૂંક દાદા, જાવું છે મારે
રામ પોળ દાદા, પહોંચવું છે મારે
સગાળ પોળ દાદા, જવું છે મારે
વાઘણ પોળ દાદા, પહોંચવું છે મારે
શાંતિનાથ દાદા ને, ભેટવા છે મારે
ચકેશ્વરી, વાઘેશ્વરી, પૂજવા છે મારે
હે… એવો મનોરથ મારો છે…
કવડયક્ષ દાદાના, દર્શન કરીને
નેમિનાથ ની ચોરી, જોવી છે મારે
પુણ્ય-પાપ ની બારીમાં, જવું છે મારે
હાથી પોળ દાદા, પહોંચવું છે મારે
ફુલવાળા નો સાદ ત્યાં, સાંભળવો છે મારે
રતન પોળ દાદા, જાવું છે મારે
રાયણ પગલે, પૂજા કરી ને
પુંડરિક સ્વામીને, પૂજવા છે મારે
મરુદેવી પ્રાસાદ માં, જવું છે મારે
શ્રી આદિનાથ આદિનાથ બોલવું છે મારે
આદિનાથ આદિનાથ બોલવું છે મારે
હે મારા વ્હાલા આદિનાથ,
સૌના વ્હાલા આદિનાથ (૨ વાર)
હે કર્મ ખપાવે આદિનાથ,
મોક્ષ અપાવે આદિનાથ (૨ વાર)
હે આદિનાથ આદિનાથ,
બોલવું છે મારે (૨ વાર)
હે કર્મ ખપાવે આદિનાથ,
મોક્ષ અપાવે આદિનાથ (૨ વાર)
આદિનાથ આદિનાથ,
બોલવું છે મારે (૨ વાર)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો