Manadu Hath Na Aave Ho Padmaprabhu Lyrics Jain Stavan
મનડું હાથ ન આવે હો, પદ્મ પ્રભુ ! મનડું હાથન આવે;
યત્ન કરી નિજ ઘરમાં રાખું, પલ પલ પર-ઘર જાવે (૧)
હો પદ્મ પ્રભુ…
એ મનડું કદી સાતમી નરકે, કદી સ્વર્ગમાં વસાવે;
કદી માનવ કદી તિર્યંચ ભાવે, ભવ અટવી ભટકાવે (૨)
વિના ખાધે પીધે તન્દુલને, મનડે મુશ્કેલી કીધી;
અન્તરમુહૂર્ત-માંહી નરકની, અસહ્ય વેદના દીધી (૩)
પ્રસન્નચંદ્રને ક્ષણમાં નારક, ક્ષણમાં સ્વર્ગ બતાવ્યો;
ક્ષણમાં કેવલ-દુંદુભી બાજી, એ મને કેર મચાવ્યો (૪)
ક્ષણ બ્રહ્મચારી, ક્ષણ વ્યભિચારી, વિરતાવિરત ક્ષણમાંહી;
મદારીના મરકટની પેરે, ભટકાવે આંહી તાંહી (૫)
એ મનડું પ્રભુ તમે વશ કીધું, એ આગમથી જાણ્યું;
તારા શરણથી હું પણ જીતીશ, એમ મેં મનમાં આણ્યું (૬)
આત્મ કમલમાં તેથી વ્હાલા, મેં પ્રભુ તમને વસાવ્યા;
લબ્ધિસૂરિ જિન સેવ્યા તેણે, મિથ્યા ભાવ નસાવ્યા (૭)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો