ગુણધન થકી છે... જે શોભાયમાન
ગણે સહુ જીવોને, જે આપ સમાન..
એહવા શ્રમણને કરૂ હું પ્રણામ...(૨)
સહે જે બધાએ માન અપમાન...
ગણે જે દુઃખો ને સુખ ને સમાન...
ભણે ને ભણાવે જે સમ્યગ જ્ઞાન...
એહવા શ્રમણ ને કરૂ હુ પ્રણામ...(૨)
સ્મિત સદા જેના ચહેરે લહેરાય છે...
હૈયું સદા ગુરુ દેખી ને હરખાય છે...
ભોગ સુખોથી મુખ મોડી ને જાય છે...
સંસાર સાથે નાતો તોડી જાય છે...
જ્ઞાન ધ્યાન વૈરાગે, જે સદા મસ્તીમાં રહેતાં...
કષ્ટ જો કોઈ આવે, સમભાવે તેને સહેતા...
ના મોહ માયા ના મમતા, ના પાપ કદી એ ગમતા...
ઉપસર્ગો ને પરિષહમાં રાખે સદાયે સમતા...
જે નિશદિન જિનજીને ધ્યાવે, તપ ત્યાગ થી કર્મ ખપાવે,
મહાવ્રતોનું નિર્મલ પાલન કરનારા... (૨)
વિષય કષાયને દુર ભગાવે, ભય મોહ ના પાસે આવે,
શત્રુને પણ માફ દિલ થી કરનારા...
વંદન, કરૂ વંદન, જય જય અણગારા....(૧૮)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો