સોમવાર, 2 નવેમ્બર, 2020

Suno Chanda Ji Simandhar Jain Stavan Gujarati

સુણો ચંદાજી ! સીમંધર પરમાતમ પાસે જાજો;

મુજ વિનતડી પ્રેમ ધરીને,

એણી પેરે સંભળાવજો.

સુણો ચંદાજી…


જે ત્રણ ભુવનનો નાયક છે,

જસ ચોસઠ ઈંદ્ર પાયક છે;

નાણ દરીસણ જેહને ક્ષાયક છે. સુણો .. ૧


જેની કંચનવરણી કાયા છે,

જસ ધોરી લંછન પાયા છે ;

પુંડરિગિણી નગરીનો રાયા છે. સુણો .. ૨


બાર પર્ષદામાંહી બિરાજે છે,

જસ ચોત્રીસ અતિશય છાજે છે ;

ગુણ પાંત્રીશ વાણીએ ગાજે છે. સુણો .. ૩


ભવિજનને જે પડીબોહે છે,

તુમ અધિક શીતલ ગુણ સોહે છે ,

રૂપ દેખી ભવિજન મોહે છે. સુણો .. ૪


તુમ સેવા કરવા રસિયો છું,

પણ ભારતમાં દુર વાસિયો છું;

મહામોહરાય કર ફસિયો છું. સુણો .. ૫


પણ સાહિબ ચિત્તમાં ધરીયો છે,

આણાંખડગ કર ગ્રહિયો છે,

તો કંઈક મુજથી ડરીયો છે. સુણો .. ૬


જિન ઉત્તમ પૂંઠ હવે પૂરો,

કહે પદ્મવિજય થાઉં શૂરો ;

તો વાઘે મુજ મન અતિ નૂરો. સુણો .. ૭

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top