ગુરુવાર, 19 નવેમ્બર, 2020

Bhiladiya Paswnath

ભીલડીયા તીર્થ

ભીલડીયા પાર્શ્વનાથ
       સાત મનોહર ફણા, વિવિધ રંગી કલાત્મક પરિકરમાં શ્યામ પાષાણના પદ્માસને બિરાજતાં,૧૩ ઈંચ ઊંચા અને ૯ ઈંચ પહોળા શ્રી ભીલડીયા પાર્શ્વનાથ પ્રભુ ભીલડીયાજી તીર્થમાં મૂળનાયક તરીકે બિરાજમાન છે. પ્રભુની અંજન ગૌતમ સ્વામીએ કરેલી છે. અને કપિલ કેવલી દ્વારા પ્રતિષ્ઠિત છે . 

       એક દંતકથા અનુસાર અહીં બાર કોશના ઘેરાવાવાળી ત્રંબાવતી નામની નગરીમાં સવાસો શિખરબંધ જિનાલયો હતા.

       કહેવાય છે કે સં.૧૩૫૨માં અહીં ૧૨ જૈનાચાર્યો ચાતુર્માસ બિરાજમાન હતા. સવંત ૧૩૫૩ માં બે કાર્તિક માસ હતા.તેથી ચોમાસુ બીજા કાર્તિક માસની પૂનમે પૂર્ણ થયા. પરંતુ તપાગચ્છના આચાર્ય શ્રી સોમ પ્રભસૂરીએ આકાશ દર્શનથી નિકટના કાળમાં જ આ નગરને દ્વંસ દેખ્યો. દીઘૅદ્રષ્ટિ શ્રી આચાર્ય ભગવંતે અપવાદને આશ્રીને પ્રથમ કાર્તિક માસની પૂર્ણિમાએ ચાતુર્માસ પૂર્ણ કયુું અને તુરત જ વિહાર કરી ગયા. અહીંના જૈનો પણ તે આગાહીથી ઉચાળા ભરી ગયા અને તેઓએ રાધનપુર નગર વસાવ્યું. આગાહી અનુસાર ભીલડીયાજી આગમાં તારાજ થયું. સવંત ૧૩૫૫-૫૬ માં બાદશાહ અલાઉદ્દીન ખીમજીના સેનાપતિ આલફખાને પણ ભીલડીયા ભાંગ્યુ હતું.

       સૈકાઓ બાદ પણ શ્રી પાર્શ્વનાથજીની આ ચમત્કારી અને પ્રભાવસંપન્ન મૂર્તિ પોતાનાે પ્રભાવ પોકારતી રહી અને ડીસાના વતની મહેતા ધરમચંદને અહીં ફરી નગર વસાવવાના અરમાન થયાં.અણદા નામના ભીલડીયા બ્રાહ્મણને પ્રેરણા કરીને સં.૧૮૭૨માં ગામ વસાવ્યું.અણદાની અટક પરથી ગામ ભીલડીના નામે પ્રસિદ્ધ થયું. સં.૧૮૯૦માં જિનાલયનું નિર્માણ થયું. સં.૧૮૯૨માં પ્રતિષ્ઠા થઇ ત્યારે મૂળનાયક શ્રી નેમનાથ પ્રભુ હતા.ક્રમશ આ તીર્થનો વિકાસ થતો રહ્યો .

       સં.૨૦૨૭ના ફાગણ સુદ ૧૧ના દિવસે પરમાત્માનો ભવ્ય નૂતન જિનપ્રસાદમાં પ્રવેશ થયો. જેઠ સુદ ૧૦ ને પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો.

સરિયદના લોકો પ્રતિમાજીનું ઉત્થાપન કરવા આવ્યા તો પ્રભુજી ખૂબ મોટા થઈ ગયા ને આજુબાજુથી ભમરાઓ ઉડવા લાગ્યા પ્રતિમાજી ચમત્કારિક અને અતિ પ્રાચીન છે
       
                   સ્તુતિ

 નાની મજાની નાથ તારી અજબ સુંદર મૂર્તિ,પણ પ્રભાવે પુરિપૂર્ણ પારસ આજ સુધી તુજ કીરતી, સહુ કર્મ ભીલ્લથી રક્ષજો શ્રદ્ધા તણી કરૂં આરતિ,શ્રી ભીલડીયા પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના

                    જાપ મંત્ર

ૐ હ્રીં અર્હં,શ્રી ભીલડીયા પાર્શ્વનાથાય નમઃ

તીર્થનું સરનામું
શ્રી ભીલડીયા પાર્શ્વનાથ શ્વેતાંબર જૈન તીર્થ, 
મુ.ભીલડીયા,તા.ડીસા 
૩૮૫૫૩૦
ફોન -૦૨૭૪૪ ૨૩૩૧૩૦

વિશાળ ધર્મશાળા અને ભોજનશાળાની સુંદર સગવડ છે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top