Veer Nu Parnu Re Mata Trishla Julave Lyrics Jain Stavan
વીર નું પારણું રે માતા ત્રિશલા ઝુલાવે
વીર નું પારણું રે માતા ત્રિશલા ઝુલાવે
રમતા રમતા રે વીર ને સોનીડો બોલાવે (૨)
સાંભળો સિદ્ધાર્થ ના લાલ,
તારા કેમ લડાવું લાડ (૨ વાર)
વીર નું પારણું રે એતો સોના નું ઘડાવે (૨)
વીર નું પારણું રે માતા ત્રિશલા ઝુલાવે (૨)
વીર નું પારણું રે માતા ત્રિશલા ઝુલાવે (૨)
રમતા રમતા રે વીર ને માલિડો બોલાવે (૨)
સાંભળો સિદ્ધાર્થ ના લાલ,
તારા કેમ લડાવું લાડ (૨ વાર)
વીર નું પારણું રે એતો ફૂલોથી સજાવે (૨)
વીર નું પારણું રે માતા ત્રિશલા ઝુલાવે (૨)
વીર નું પારણું રે માતા ત્રિશલા ઝુલાવે (૨)
રમતા રમતા રે વીર ને ઝવેરી બોલાવે (૨)
સાંભળો સિદ્ધાર્થ ના લાલ,
તારા કેમ લડાવું લાડ (૨ વાર)
વીર નું પારણું રે એતો હીરા થઈ જડાવે (૨)
વીર નું પારણું રે માતા ત્રિશલા ઝુલાવે (૨)
વીર નું પારણું રે માતા ત્રિશલા ઝુલાવે (૨)
રમતા રમતા રે વીર ને સુથારી બોલાવે (૨)
સાંભળો સિદ્ધાર્થ ના લાલ,
તારા કેમ લડાવું લાડ (૨ વાર)
વીર ને પારણે રે એતો પોપટીયા બેસાડે (૨)
વીર નું પારણું રે માતા ત્રિશલા ઝુલાવે (૨)
વીર નું પારણું રે માતા ત્રિશલા ઝુલાવે (૨)
રમતા રમતા રે વીર ને દરજીડો બોલાવે (૨)
સાંભળો સિદ્ધાર્થ ના લાલ,
તારા કેમ લડાવું લાડ (૨ વાર)
વીર ને પારણે રે એતો ફુમકા લગાવે (૨)
વીર નું પારણું રે માતા ત્રિશલા ઝુલાવે (૨)
વીર નું પારણું રે માતા ત્રિશલા ઝુલાવે (૪)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો