Padmaprabh Jin Tuj Muj Aantaru Re Lyrics Jain Stavan
પદ્મપ્રભ જિન ! તુજ-મુજ આંતરૂ રે,
કિમ ભાંજે ભગવંત
કર્મવિપાકે હો કારણ જોઈને રે,
કોઈ કહે મતિમંત… પદ્મ… (૧)
પયઈ ઠિઈ અણુભાગ પ્રદેશથીરે,
મૂળ ઉત્તર બિહું ભેદ
ઘાતી અ ઘાતી હો બંધોદય ઉદીરણા રે,
સત્તા કર્મ વિછેદ… પદ્મ… (૨)
કનકોપલવત્ પયડી પુરુષ તણી રે,
જોડી અનાદિ સ્વભાવ
અન્ય સંયોગી જિહાં લગે આતમારે,
સંસારી કહેવાય… પદ્મ… (૩)
કારણ યોગે હો બાંધે બંધન રે,
કારણ મુગતિ મુકાય
આશ્રવ સંવર નામ અનુક્રમે રે,
હેયો પાદેય સુણાય… પદ્મ… (૪)
યુંજન કરણે હો અંતર તુજ પડ્યો રે,
ગુણકરણે કરી ભંગ
ગ્રંથ ઉકતેં કરી પંડિતજન કહ્યો રે,
અંતર ભંગ સુ અંગ… પદ્મ… (૫)
તુજ મુજ અંતર અંતર ભાંજશેરે,
વાજશે મંગળ તૂર
જીવ સરોવર અતિશય વાઘશે રે,
આનંદઘન રસપૂર… પદ્મ… (૬)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો