Hu Karu Vinanti Maa Aapne
હું કરું વિનંતી મા આપને,
કે સુધારજો મારી મતિ,
માઁ સરસ્વતી, મા ભગવતી.. (૨ વાર)
વામ અંગે વિણા ધારતી,
કર પુસ્તક માળા શોભતી,
શોહે સવારીણી હંસિણી,
શ્રુતજ્ઞાનની છો અધિપતિ,
માઁ સરસ્વતી મા ભગવતી.. (૨ વાર)
દેવ વૃંદ તમોને સદા નમે,
તવ નામ મન રમણે રમે,
કરૂણામયી ભવતારિણી,
મુજ મન તિમિર ને તારતી,
માઁ સરસ્વતી મા ભગવતી.. (૨ વાર)
ઘટઘટ તમારો મા વાસ છે,
તુમ દૃષ્ટિથી અજવાસ છે,
સેવે મલય ચરણો સદાં,
અજ્ઞાનતા ને નિવારતિ,
માઁ સરસ્વતી મા ભગવતી.. (૨ વાર)
હું કરૂં વિનંતિ મા આપને ,
કે સુધારજો મારી મતિ,
માઁ સરસ્વતિ મા ભગવતી.. (૩ વાર)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો