ગુરુવાર, 5 નવેમ્બર, 2020

Suparshvanath Sohamana Re Lyrics Jain Stavan

Suparshvanath Sohamana Re Lyrics Jain Stavan 

હાંરે નિરખી નિરખી તુજ બિંબને રે,

હરખિત હુયેં મુજ મન્ન;

સુપાર્શ્વ સોહામણા રે… (૨ વાર)


નિર્વિકારતા નયનામાં ને,

મુખડું સદા સુપ્રસન્ન;

સુપાર્શ્વ સોહામણા રે… (૨ વાર)


ભાવ અવસ્થા સાંભરે, પ્રાતિહારજની શોભા;

કોડિ ગમે દેવા સેવા રે, કરતાં મૂકી લોભ

હાંરે નિરખી…


લોકા-લોકના સવિ ભાવા, પ્રતિભાસે પરતક્ષ રે;

તોહે ન રાચે નવિ રુસેં રે, નવિ અવિરતિનો પક્ષ રે

હાંરે નિરખી…


હાસ્ય ન રતિ અરતિ નહીં, નહીં ભય શોક દુગંછ રે;

નહી કંદર્પ કદર્થના રે, નહીં ભય અંતરાયનો સંચ

હાંરે નિરખી…


મોહ મિથ્યાત્વ નિદ્રા ગઈ, નાઠાં દોષ અઢાર રે;

ચોત્રીશ અતિશય રાજતો રે, મૂલાતિશય ચાર રે

હાંરે નિરખી…


પાંત્રીશ વાણી ગુણે કરી, દેતો ભવિ ઉપદેશ રે;

ઈમ તુજ બિંબે તાહરો રે, ભેદનો નહિ લવલેશ

હાંરે નિરખી…


રુપથી પ્રભુ ગુણ સાંભરે રે, ધ્યાન રૂપસ્થ વિચાર રે;

માનવિજય વાચક વદે રે, જિન પ્રતિમા જયકાર

હાંરે નિરખી…

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top