પાટણ
23 ઈંચ મોટા અને 19 ઈંચ પહોળા નયનરમ્ય શ્રી મહાદેવાજી પાર્શ્વનાથ પ્રભુ પાટણના ખેતરવસીના ભવ્ય શિખરબંધ , ત્રણ ગર્ભગૃહવાળા જિનાલયમાં બિરાજમાન છે. મૂળનાયક પ્રભુની ડાબી બાજુ શ્રી આદિનાથજી ( પંચધાતુ ) , શ્રી વાસુપુજ્ય સ્વામી , શ્રી મુનિસુવ્રત સ્વામી અને જમણી બાજુ શ્રી નેમિનાથજી , શ્રી વિમલનાથજી , શ્રી શાંતિનાથજીની પ્રતિમાજી બિરાજમાન છે. મૂળનાયક પ્રભુના ઉત્થાપન કર્યા વગર પ્રાચીન જિનાલયનો જીણોદ્ધાર પછી ફરીથી પ્રતિષ્ઠા વિક્રમ સંવત 2059 મહા વદ 7 , 23/02/2003 રવિવારે પરમ પૂજ્ય ગચ્છાધિપતિ શ્રી રામચંદ્રસૂરિશ્વરજી ( ડેલાવાળા ) ના વરદ હસ્તે થઈ છે. પ્રાચીન સમયથી મંદિરજીની ધજા વૈશાખ સુદ 10 એ ચઢાવાતી હતી. કાયમી ધજાના લાભાર્થી પરિવાર શ્રીમતી લીલાવતી બેન જયંતીલાલ ચુનીલાલ શાહ ( ઝબલાવાલા ) પરિવાર છે.
વિક્રમ સંવત 1648 માં લલિતપ્રભસૂરિએ પાટણ ચૈત્ય પરિપાટીની રચનામાં શ્રી મહાદેવાજી પાર્શ્વનાથ પ્રભુને પૂનમના ચંદ્ર જેવો વર્ણન કર્યો છે. બીજા ઘણા પ્રાચીન સત્વનોમાં શ્રી મહાદેવાજી પાર્શ્વનાથની સ્તુતિ આવે છે.
આ જિનાલયના એક સંદર્ભમાં વિક્રમ સંવત 1777 માં લાઘાશાહ દ્વારા રચિત પાટણ ચૈત્ય પરિપાટીમાં થાય છે. આ પરિપાટીમાં શેરીનો ઉલ્લેખ સુરભી માધવ ની પોળના રૂપમાં કર્યો છે. જૈન તીર્થ સર્વ સંગ્રહમાં આ જિનાલયને મહાદેવાજી ની શેરીમાં પાર્શ્વ જિનાલયના રૂપમાં વર્ણન કર્યું છે. આ જિનાલયનું પહેલું સંદર્ભ શ્રી પંડિત હીરાલાલ દ્વારા રચિત એક સ્તુતિ ( સ્તવન ) માં છે. મહાદેવાજી પાર્શ્વનાથનો ઉલ્લેખ પાટણ ચૈત્ય પરિપાટી માં , 365 શ્રી પાર્શ્વ જિન નામમાલામાં , 108 નામ ગર્ભિત શ્રી પાર્શ્વનાથ સ્તવન , શ્રી પાર્શ્વનાથ નામમાલા , પાટણ જિનાલય સ્તુતિ વગેરેમાં કર્યો છે.
છતાં પણ નાનો રંગમંડપ આકર્ષક છે. મુનિ શ્રી કીર્તિવિજયજી અને મુનિ શ્રી માણિક્યજીવયજીના પગલાં બિરાજમાન છે. પગલાં પર વર્ષ 1892 નો લેખ છે.
ખેતરવસી પાટણ માં વર્ષગાંઠના દિવસે દર વર્ષે શ્રી સંઘની ઉજવણી કરે છે. ખેતરવસીમાં બીજા જિનાલય પણ આવેલા છે. પાટણ નગર ઘણું પ્રાચીન છે. આ નગરીના વિકાસમાં સોલંકી વંશને શ્રેય જાય છે.
સ્તુતિ
સંસારમાં સહુ દેવ જોયા તુજ સરિખો ના મળે,
કોઈક રાગી દ્વેષીને કોઈ વાસનાએ ટળવળે,
વીતરાગી સાચા દેવ છો,મહાદેવ તેથી આપ છો,
શ્રી મહાદેવા પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના
જાપ મંત્ર
ૐ હ્રીં અર્હં,શ્રી મહાદેવા પાર્શ્વનાથાય નમઃ
સાંતાક્રુઝ મુંબઈમાં શ્રી કલિકુંડ પાર્શ્વનાથના જિનાલયમાં ભમતીમાં પણ શ્રી મહાદેવાજી પાર્શ્વનાથ બિરાજમાન છે.
પાટણ શહેર સડક અને રેલ્વે દ્વારા સારી રીતે જોડાયેલું છે. અહીંયા બસ અને વાહન ઉપલબ્ધ છે. અહીંયા પંચાસરા પાર્શ્વનાથ અને શ્રી પાટણ જૈન મંડળ અતિથિ ગૃહ છે. ભોજનશાળા પણ છે. પાટણમાં શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાન ભંડાર છે. અહીંયા 108 પાર્શ્વનાથ માંથી 9 પાર્શ્વનાથ પ્રભુના દર્શન પૂજાનો લાભ મળે છે.
આ જિનાલયનું સંચાલન નીચે પ્રમાણે લખેલ ટ્રસ્ટીઓ દ્વારા કરાય છે.
શ્રી ચીનુભાઈ ન શાહ 9323104645
શ્રી પંકજભાઈ આર શાહ 9821141913
શ્રી વિલાશભાઈ પી શાહ 9821170372
શ્રી હરેશભાઈ સી શાહ 9820959186
શ્રી વસંતભાઈ વી શાહ 9427320931
તીર્થનું સરનામું
શ્રી મહાદેવા પાર્શ્વનાથ શ્વેતાંબર જૈન તીર્થ,
ખેતરવાસી, મુ.પો.પાટણ,
જિ.મહેસાણા
પિન કોડ ૩૮૪૨૬૫
ફોન: ભરતભાઈ ક શાહ
9879817121
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો