સોમવાર, 28 જૂન, 2021

Motivational Story 53

Talk of the Day Series

Motivational Story 53


-------------------------------------------------------

👉 Please.. પરિવારને ભેગો કરીને વાંચો.

-------------------------------------------------------


લીમડા પાસે જનારને છાંયા'ય મળે, ને રોગ પણ જાય. બાવળીયા પાસે જનારને છાંયા'ય ન મળે, ને કાંટા વાગે તે નફામાં. બંને'ય છે, કોની પાસે જવું, ને કોની પાસે ન જવું, એનો વિવેક માણસ પાસે હોવો જરૂરી છે. લીમડા ને બાવળની જેમ, સત્સંગ ને ખોટા સંગ બે'ય છે. માણસે કોની પાસે જવું, એનો વિવેક એની પાસે હોવો જરૂરી છે. એક બનેલી ઘટના છે.


🌳 હતો તો એ ખૂબ સરસ યુવાન, પણ.. સત્સંગ છૂટી ગયો, ને કુસંગ પકડાઈ ગયો. અને એ દારૂના રવાડે ચઢી ગયો. એને દારૂ વગર ચેન જ ન પડે. ઘરના-પરિવારના ખૂબ સમજાવે. પણ.. એ કોઈની વાત સાંભળે જ નહિ. ને, નશો.. નાશનો રસ્તો છે. દારૂએ એના શરીર પર, એના ધંધા પર અસર કરી. પણ.. એ કોઈ હિસાબે પાછો ના હટ્યો. દિવસે-દિવસે એની આદત ઘટવાના બદલે વધતી જ ગઈ.


🌳 અને એક દિવસ એવો આવ્યો કે, દારૂ ન પીવે ત્યાં સુધી એનું શરીર પથારીમાંથી બેઠું થવા તૈયાર નહિ. ને પીધા પછી'ય કલાક બે કલાકે ફરી એણે ગટગટાવવો જ પડે, ને જો ન ગટગટાવે, તો ડગમગે, ને લથડીયા ખાય. ધીમે-ધીમે સારા માણસોએ એની સાથે બોલવાનું, ને એની પાસે આવવાનું બંધ કરી દીધું. ને પછી તો એની પાસે મેળો.. ગામના ઉતાર ને પીધક્ક્ડ દારૂડિયાનો જ જામવા માંડ્યો. ગટર પાસે બેસવા બુલબુલ થોડી જવાનું, એ તો બગલાઓ જ ત્યાં અડ્ડો જમાવવાના.


🌳 વરસો વીત્યા. પણ.. એક દિવસ કો'ક જન્મનું પુણ્ય ઉદયમાં આવ્યું. એનું નસીબ જાગ્યું, ને અચાનક.. ગામમાં સંત પધાર્યા, ને ગામ આખું એમનો સત્સંગ લેવા ઉમટ્યું. રોજેરોજ ગામજનો સત્સંગમાં વધુ ને વધુ સંખ્યામાં ઉમટતા હતા. એમાં એક દિવસ, શરાબી જિંદગીની ખુશનસીબી જાગી. એ દારૂડિયો રાજાપાટમાં હતો, ને અમાસી જિંદગીમાં અજવાસભરી પૂનમસમો સત્સંગ થયો.


🌳 મહાત્માએ આત્માને જોયો. જાણે કાળાશભરી ભૂકીમાં, કસ્તુરીને જોઈ લીધી. નિર્ગ્રંથ જૈન મુનિએ એને હિતોપદેશ આપ્યો. વ્યસનોથી થતી તબાહી, જિંદગીની બરબાદી, ને પાયમાલીને, ને દુર્ગતીની ભયાનક પીડા સમજાવી. ને અત્યાર સુધી માંસાહારમાં, દારૂમાં, ને વિષયોમાં આસક્ત એનો આત્મા હચમચી ગયો. એની આંખમાં આંસુ ઊભરાણાં.


🌳 એણે હાથ જોડી કહ્યું, "મને બચાવો, મારુ શું થશે?" મહાત્માએ કરુણાભરી નજરે કહ્યું, "તું આ બધું છોડી દે. એમાં જ તારું ભલું છે." પણ.. પેલો કહે, "દારૂ તો મારાથી નહીં જ છૂટે." મહાત્માએ સમજાવ્યું, "તું ધીમે-ધીમે છોડ. પણ.. છોડવું તો પડે જ." પેલો કહે, "હું મરી શકું, પણ.. મૂકી ન શકું." કરુણાભર્યા ગુરુ કહે, "એક કામ કર. તને જ્યારે દારૂ પીવાનું મન થાય, ને તું રહી જ ન શકે, તો તારે એક કામ કરવું. આ તારો કંદોરો છે ને, એની ગાંઠ છોડવી જ, ને પછી પીવું. ને પીધા પછી પાછી ગાંઠ મારી દેવી."


🌳 પેલો કહે, "આ મારાથી થઇ શકે." ને એને ગાંઠનું ગંઠસી પચ્ચક્ખાણ કરવા કહ્યું.


-------------------------------------------------------

1 મિનિટ કથા પછી વાંચો,

આપણને એમ થાય, આવા તે કંઈ પચ્ચક્ખાણ હોતા હશે, ને એનાથી શું ફરક પડે? દારૂ 50 વાર પીશે. પણ.. ગીતાર્થ ગુરુદેવોની દીર્ઘદ્રષ્ટિ શું કમાલ કરે છે, તે જોજો.

ને બીજું,

જ્યારે-જ્યારે દારૂ પીશે, ત્યારે એને ગાંઠ છોડતા નિયમ યાદ આવશે, ને નિયમની પાછળના કારણો યાદ આવશે. દારૂ ન પીવો જોઈએ, એવું મન બોલશે. human psychologyના સિદ્ધાંતો તો આજના છે, જૈન શાસનના સિદ્ધાંતો અનાદિના છે.

-------------------------------------------------------


🌳 કથા - પેલાને જ્યારે-જ્યારે દારૂ પીવાનું મન થાય, ને ન જ ચાલે, ત્યારે એ ગાંઠ છોડીને પી લે. ઘણા સમય સુધી આ ચાલ્યું. પણ.. એ દરમ્યાન એના જીવનમાં non-veg આદિ છૂટી ગયું. આ જ ગાંઠના ગંઠસી પચ્ચક્ખાણનું ફળ! એક દિવસની વાત છે. દારૂની તલબ લાગી. એનાથી રહેવાતું નથી. એ ગાંઠ છોડવા જાય છે. એ દિવસે ગાંઠ છૂટતી નથી. ખૂબ મહેનત કરે છે, તડપે છે, તડફડે છે.


🌳 કથા લાંબી છે, shortમાં.. ગાંઠ છૂટતી નથી. એની એક દ્વેષી પત્ની કહે, "ચાલો, દારૂ પી લો. ગાંઠને બાજુએ મૂકો." પેલો કહે, "મારે નિયમ છે." પેલી કહે, "નિયમને છોડો, તોડો, ને ગટગટાવો." પણ.. તડફડતા-તડફડતા એણે કહ્યું, "મારો નિયમ ન તોડું." ને એણે ગુરુને યાદ કર્યા, ને ગુરુએ આપેલો નવકાર મંત્ર ચાલુ કર્યો. ખૂબ મહેનત કરી, ખૂબ કંદોરો ખેંચ્યો, પણ.. ગાંઠ ન છૂટી, ને એનો પ્રાણ છૂટી ગયો!


-------------------------------------------------------

1 મિનિટ હવે વાંચો,

એ નિર્ગ્રંથ જૈનાચાર્ય ગુરુની દીર્ઘદ્રષ્ટિની કમાલ. ક્યારેક કોઈક ગુરુની વાત માટે ધાંધલ ને ધમાલ કરતા પહેલા, આ ઘટનાનો થોડોક ખ્યાલ રાખજો.

-------------------------------------------------------


🌳 આ દારૂડિયો, આ સત્ત્વશાળી વણકર, આ મહુવા નગર નિવાસી, નવકાર ને ગુરુના ધ્યાનમાં મૃત્યુ પામી.. અનંતાઅનંતા સિદ્ધોની શાશ્વતભૂમિ, તીર્થાધિરાજ શ્રી શત્રુંજય મહાતીર્થના નવા અધિષ્ઠાયક દેવ "કવડ યક્ષ" બન્યા. જે કવડ યક્ષે અંતિમ 10 પૂર્વધર, યુગપ્રધાન, શ્રી વજ્રસ્વામીજી મહારાજે કરેલી મૂળનાયક દાદાની પ્રતિષ્ઠામાં, હેરાન કરતા તોફાની દુષ્ટ દેવને ભગાડી, પ્રતિષ્ઠા પ્રસંગને સાંગોપાંગ પાર ઉતારવામાં અદભૂત સહાય કરી.


કથા તો પૂરી કરીએ. પણ આ લોકડાઉનનો સમય છે. ઘણું બધું છૂટી ગયું છે, ઓછું થયું છે, એ વધી ન જાય માટે કંઈક સંકલ્પ કરો.. - "નિયમ નાનેરો, લાભ અનેરો." આ કથા.. સત્ત્વને, સંકલ્પને, દ્રઢ નિશ્ચયને જગાડે એવો કંઈક ત્યાગ કરો. ભૂલતા નહિ, બીજ વડલો બને છે! છેલ્લે, જો જરૂર હોય તો, ફંડ ને ફોનથી તમારા સાધર્મિકને હેલ્પ કરો.



कुछ पल बैठा करो, गुरु के पास,

हर चीज नहीं मिलती, Google के पास!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top