મંગળવાર, 29 જૂન, 2021

Motivational Story 123

Talk of the Day Series

Motivational Story 123


-------------------------------------------------------

જગદ્ગુરુ આ.શ્રી હીરસૂરિજી મ. અને બાદશાહ અકબર વચ્ચે એક વખત થયેલો એક રસપ્રદ સંવાદ.

વાંચો, સપરિવાર.

-------------------------------------------------------


સત્ય ઘટના


હિમાલયના ઉત્તુંગ ધવલ શિખરો પરથી અસ્ખલિત ખળખળ વહી આવતી ગંગા પાપીના પાપ પખાળનારી છે. પણ.. પાપીના પાપ પખાળી પાપીને પાપથી પાછા વાળવાની તાકાત એનામાં નથી. એ તાકાત તો છે માત્ર ગુરુમાં!!! ગંગા કરતા ગુરુ મહાન છે. ગંગા જે ન આપી શકે તે ગુરુ આપી શકે છે. ગુરુ સમજણ આપે, ગુરુ સન્માર્ગ આપે, ગુરુ સમાધાન પણ આપે.


વાંચો.. ગુરુએ આપેલા સમાધાનની રોમાંચક, રોચક, બોધક ને હૃદયસ્પર્શી ઘટના.


👑 જીભના Taste માટે.. સ્વાદ માટે હજારો ચકલીઓની જીભ કાપીને રોજે-રોજ જીવ લેનારો અકબર દિલ્હીની ગાદી પર બેસી રાજ કરતો હતો. એને માટે રોજ સવારે સરોવર કિનારે ગોઠવેલા પાંજરાઓમાં હજારો-હજારો ચકલીઓ પકડવામાં આવતી. ને સવાર-સવારમાં એક-એકને પિંજરામાંથી ખેંચીને બહાર કાઢવામાં આવતી. ને એમનુ મોઢુ દબાવી જીભ કાતરથી-શસ્ત્રથી Cutting કરી લેવાતી. ને એ સવાશેર જેટલી જીભો ભેગી કરી અકબરને માટે ચૂલે ચડાવી મસાલા નાખી વાનગી બનાવવામાં આવતી.


👑 સવારનું વાતાવરણ એ ચકલીઓની મરણચીસોથી ઘોંઘાટીયુ થઈ જતું. પણ.. એ ચીસ અકબરના દિલને ચચરાવી નો’તી જતી, એ હદે એ નિર્દય થઈ ગયા હતા. આવા ક્રૂર-હિંસક-નિર્દયી અકબરને "જગદ્‌ગુરુ આ.શ્રી હીરસૂરિજી મહારાજે જીવદયાપ્રેમી બનાવી દીધો! ને એ હદે એને જીવદયા પ્રેમી બનાવ્યો કે, કાયમી દિવસોના દિવસો એના સમસ્ત રાજ્યમાં હિંસા સંપૂર્ણ બંધ કરાવી દીધી.


👑 એક દિવસની વાત છે. જીવન પરિવર્તન કરનારા જગદ્‌ગુરુ હીરસૂરિજી મ. પાસે અકબર, પોતાના દરબારીઓ ને મિત્રોની સાથે સત્સંગ રંગ પકડતો જતો હતો. જગદ્‌ગુરુના સાન્નિધ્યમાં અકબરને શાંતિ ને આનંદ મળતો હતો. એટલે વારે-વારે એ દોડી આવતો. પણ.. એનુ વારંવાર જગદ્‌ગુરુ પાસે જવું કેટલાકને નાપસંદ હતું. એમનું ઝનૂન, એમનું ખૂન વારંવાર ઉકળી આવતું. પણ.. અકબરને કહેવાની હિંમત કોની! આજે એ બધા દિલબળતીયા પણ સાથે જ હતા. 


👑 ને એક મહાત્માને માળા ગણતા જોઈ અકબરે સહજ પ્રશ્ન કર્યો, “जगद्गुरुजी! आप लोग तस्बी फिराते हो, ये माला गिनते हो, और हम लोग गिनते है, उसमें दोनों में उलटा है। आप माला गिनते हो तो, हर मोती को.. मणके को.. अंदर की ओर लेते हो और हम तस्बी फिराते, तो मणके को बहार की ओर लेते है। तो दोनों में माला गिनने का सही तरीका कौन सा?" અકબરનો સવાલ સાંભળતા જગદ્‌ગુરુના ચહેરા પર સ્મિત ફરક્યું.


👑 ને પેલા દિલબળતીયાઓના ચહેરા પર ખંધુ હાસ્ય દોડી આવ્યું. એ લોકો ખુશ-ખુશ થઈ ગયા ને અરસપરસ બોલ્યા કે, “आज बनिया का गुरु फंस जाएगा। वो कहीं तो कहेगा, हम फिराते वो सही है। या तो आप फिराते वो सही है। अब फंस जाएगा। मजा आ जाएगा।‘’ ને એ બધાએ ખૂબ ઈંતજારી સાથે કાન સરવા કર્યા.



-------------------------------------------------------

કથા પછી વાંચજો.

સમાધાન આપે તે ગુરુ. જો એમ કહે કે, અંદર મણકા લે તે જ બરાબર છે, બહાર લે તે બરાબર નથી, તો અકબરને દુઃખ થાય. એને ધર્મ માટે અરૂચી પ્રગટે. ને જો એમ કહે કે, બહાર કાઢે છે તે બરાબર છે, તો એ વાત ધર્મવિરુદ્ધ ખોટી કરી કહેવાય. પોતાની પ્રણાલિકાને ખોટી ઠેરવી દેવાય. ને આગળ ઘણા બધા સવાલો ઊભા થાય કે, તમે ખોટી છે તો છોડો. અત્યાર સુધી બધાએ કેમ ચલાવ્યુ ઈત્યાદિ..


ગુરુ એનું નામ છે, જે સંઘર્ષના બદલે સમાધાન સૂઝાડે. સમસ્યા વધારે તે સદ્‌ગુરુ નથી, સમસ્યાનું Solution દે તે સદ્‌ગુરુ છે! ઘર્ષણની ક્ષણને મિશ્રણમાં વાળી દે તે સદ્‌ગુરુ.

-------------------------------------------------------



👑 જગદ્‌ગુરુએ પોતાની પ્રશાંતવાહી વાણીમાં ફરમાવ્યું, "देखो अकबर बादशाह! मजहब के क़ानून को समझने के लिए सिर्फ दिमाग नहीं, दिल भी चाहिए। दिमाग सिर्फ System को ही पकड़ेगा। दिल System और Sympathy दोनों को साथ-साथ Follow करेगा। कहने का मतलब ये है कि, कोई  भी धर्मसाधना आत्मशुद्धि के लिए ही होती है। अपने दोषो को निकालकर गुणों की प्राप्ति के लिए ही होती है।"


👑 આટલી ભૂમિકા પછી જગદ્‌ગુરુએ ફરમાવ્યું, “देखो अकबर बादशाह! आप लोग जो तस्बी फिराते हो, वो Heart से.. दिल से.. बहार की ओर मणके को घूमाते हो। इस्लाम में अपनी कमीओ को.. अपने दोषो को.. दूर करने पर ज्यादा जोर दिया है। इसलिए आप दोष बहार निकालने के लिए तस्बी अंदर से बहार की ओर धूमाते हो। ताकि, अपनी रूह आत्मा बिलकुल  दोषमुक्त हो जाए।"


👑 "जबकि हमारे धर्म में गुणस्थानक के विकासक्रम को बड़ा महत्त्व दिया गया है। मतलब, गुणप्राप्ति हमारे यहाँ जरुरी मानी है। हम लोग माला को बहार से Heart की.. दिल की ओर धूमाते है। ताकि गुणों से हम भर जाए, पूर्ण हो जाए। बादशाह! Short में इतना ही, आप भीतर से दोषो को खाली करते हो। और हम भीतर को गुणों से भरते है। हम हृदय में प्रकाश लाते है। आप हृदय से अंधकार हटाते हो।"


👑 અકબર બાદશાહ આ સાંભળતા ઊભા થઈને “मेरे अदमी खुदा! प्रत्यक्ष खुदा!‘’ કહીને ચરણો પકડી લીધા. પેલા દિલબળતીયા-જીહજુરીયાઓને લાગ્યું, *"આપણા મનસૂબાના બારે વહાણ बनिए के गुरु ने डूबो दिए!"


કથા તો પૂરી કરીએ. પણ.. ગુરુની દ્રષ્ટિ કેવી મહાન કે કેવું આપ્યું સમાધાન. સમસ્યા સદ્‌ભાવમાં પલટી દીધી. સંઘર્ષની ક્ષણોને સમાધાનમાં પલટી દીધી. ને મનદુઃખની વેળાને મનસુખના મેળામાં પલટી દીધી. આ કથાથી થોડીક પ્રસાદી લઈએ. જીવનમાં આવતી ગમે તેવી સમસ્યાનું પ્રશ્નો ને Problemનુ Solution ગુરુકૃપાથી આપણે કાઢી શકીએ છીએ. શરત છે, થોડીક સમજની, પછી ધીરજની, ને હિંમતની. સદ્‌ગુરુ બધું જ આપે છે, તું સુપાત્ર બન.



પાપને પખાળી દે,

આતમને અજવાળી દે,

ને સાચે મારગે વાળી દે,

તે સદગુરુ!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top