સોમવાર, 28 જૂન, 2021

Motivational Story 55

 Motivational Story 55


સાચ્ચે જ માણસ સમજદાર છે. શંખેશ્વર જવું હોય તો, online ધર્મશાળા book કરે છે. શત્રુંજય દાદાને ભેટવા જવું હોય તો, બે રૂમ બે મહિના પહેલા નોંધાવી દે છે. Plane, Train, Bus ને ગાડીનું booking પ્રવાસના મહિનાઓ પહેલા કરાવી દે છે. રે.. કઈ hotelમાં lunch લઈશું, એ'ય મહિનાઓ પહેલા final કરી આવ્યો હોય છે. માણસ સમજદાર છે!


લગ્નની વાડી, party plot, caterers, orchestra, બેન્ડ ને મહેંદીનું બધું જ.. છ મહિના કે વરસ પહેલા, રે.. Dress, પહેરવેશ ને Jewellersને ત્યાં'ય નક્કી કરી દીધું હોય છે. કેમ કે, છેલ્લી ઘડીએ દોડધામ ન થાય, કંઈ રહી ન જાય, ને.. કોઈ કામ બગડી ન જાય. માણસ સમજદાર છે! દિવસ, બે દિવસ, બાર ને બાવીસ દિવસના પ્રવાસ કે પ્રસંગ માટે.. કેટલા મહિના ને વરસ પહેલા પૂછપરછ કરે, સંપર્ક કરે ને પછી planning કરે, ને એનું perfect planning.. પ્રવાસ ને પ્રસંગને ચાર ચાંદ લગાવી જાય. સાચ્ચે જ, માણસ સમજદાર છે!


આવા જ એક સમજદાર માણસની, સદગુરુ મુખે.. સ્વકર્ણે.. બચપને સાંભળેલી કથા.


🌊 દરિયાના મોજા રોજ નગરને અડીને પાછા વળે. નાનું નહિ, ને મોટું'ય નહિ.. એવું રળિયામણું નગર. સુખી-સંપન્ન શ્રેષ્ઠીઓ, ને ધંધા રોજગારથી ધમધમતા આ નગરમાં વરસોથી ચાલી આવતો એક કાયદો હતો કે, આ નગરનો રાજા દર 5 વરસે બદલાય. અને જે રાજા બને એને સંપૂર્ણ સત્તા, એની ઉપર કોઈ નહિ, એ કાયદાથી'ય ઉપર. આવા નગરના રાજા બનવા કોણ ન ઈચ્છે?


🌊 પણ. આ નગરમાં રાજા બનવા કોઈ તૈયાર જ ન થાય. કેમ કે, આ નગરનો કાયદો હતો, 5 પૂરા થાય, એટલે એ રાજાને આખું'ય નગર વધાવે, બધા એનું સન્માન કરે, જાહેર મેળાવડો થાય, ને પછી આખુંય નગર ઢોલ-નગારા-ડંકા-નિશાન સાથે રાજાને રજવાડી બગીમાં બેસાડી, શાહી સન્માન સાથે દરિયાકિનારે લાવે, ને શણગારેલી હોડીમાં બેસાડી નાવિક દૂર-સુદૂર આવેલા નિર્જન ટાપુ પર લાવી, બે દિવસ ચાલે એટલું ભોજન-પાણી આપી ઉતારી દે.


🌊 પણ.. એ ભોજનના કોળિયા પૂરા કરે એ પહેલા તો, એ ટાપુના જંગલી જનાવરો એનો કોળિયો કરી જાય. એટલો ભયાનક આ ટાપુ. માટે જ આ રાજ્યનો રાજા બનવા કોઈ તૈયાર નહિ.


-------------------------------------------------------

थोड़ा सा हटकर..

अगर ये क़ानून हमारे देश में जारी कर दिया जाए, तो कोई देशभक्त election में form भरने आगे आएगा या नहीं? क्या पता, शायद election ही बंध हो जाएगा!

-------------------------------------------------------


🌊 કથા - એટલે આ રાજ્યમાં ઢંઢેરો પીટાય કે, કોઈને'ય રાજા બનવું હોય, તો નામ નોંધાવો. 3 દિવસમાં જો કોઈ નામ ન આવે, તો ચિઠ્ઠી નંખાય, ને જેનું નામ આવે તેણે, compulsory રાજા બનવું જ પડે. અને જેનું નામ નીકળે તેનો પરિવાર ને પોતે માતમ મનાવે. વર્ષોની આ ચાલતી પ્રણાલિકામાં ક્યારે'ય કોઈ સામેથી રાજા બનવા આવ્યું નોતું. પણ.. આ વખતે પહેલી વાર એવું બન્યું કે, ઢંઢેરો ચાલુ થયો ને એક માણસે જાહેર કર્યું, "હું રાજા બનવા તૈયાર છું."


🌊 આખું નગર રાજીનું રેડ થઇ ગયું. બધાએ એને વધાવી લીધો, ને લોકો બોલ્યા, "આખું ગામ ફફડતું હતું કે, મારા નામની ચિઠ્ઠી નીકળશે તો? ભાઈ! તે અઢારે આલમને હાશકારો આપ્યો. નગરલોક માટે અભયપડહ વગાડ્યો."


-------------------------------------------------------

थोड़ा सा हटकर..

મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે 400 વર્ષ પહેલા એક શબ્દ લખ્યો હતો કે, જે આત્મા દીક્ષા લે તે, 14 રાજલોકમાં અમારી પડહ વગાડે છે. અમારીની ઉદઘોષણા કરે છે. ને ષટકાયના જીવોને નિર્ભય બનાવે છે.

-------------------------------------------------------


🌊 કથા - એનો પરિવાર પણ ખૂબ રડ્યો. ઘરના બધાએ બહુ ના પાડી. પણ.. એણે તો પોતાની જીદ ન મૂકી. ને રાજા તરીકે એને જાહેર કરવામાં આવ્યો. આખા'ય પરિવારને રહેવા માટે રાજમહેલ આપવામાં આપ્યો. દાસ-દાસી ને સૈનિકો તહેનાતમાં મુકાયા. શુભ દિવસે આખો'ય પરિવાર રાજમહેલમાં રહેવા આવ્યો. પણ.. માતા-પિતા ખૂબ નારાજ હતા. માં રડતી હતી. પત્નીએ ચિડાઈને રિસાઈને અબોલા લઇ લીધા હતા. ભાઈ-બેન દીકરા દીકરી ને પરિવાર બધો જ ખફા હતો.


-------------------------------------------------------

1 મિનિટ..

જેમ કોઈ દીક્ષા લે, કે લેવા તૈયાર થાય, ત્યારે જેવું બને એવું જ બન્યું.

-------------------------------------------------------


🌊 2-4 મહિને બધું થાળે પડ્યું. ને બધા ખુશી-ખુશીથી પાછા સેટ થઇ ગયા. આ નવા રાજાએ રાજ્યને ખૂબ બાહોશીથી ચલાવ્યું. નગરની સીકલ ફેરવી નાખી. 2 વરસમાં તો નાનું નગર.. મોટું શહેર બની ગયું. નગરજનો પણ ખુશ હતા. 3-4 વર્ષ પૂરા થયા, ને નવા રાજાએ પાંચમા વરસે તો જવાની તૈયારી શરુ કરી. પણ.. નગરજનોને આશ્ચર્ય એ હતું કે, મોતના કૂવામાં જવાના દિવસો આવે છે, તો'ય આ રાજા હસે છે કેમ?


🌊 અત્યાર સુધી જે ગયા, તે દિવસો પહેલાથી ઉદાસ થઇ જતા. ખાવા-પીવાનું એ ખાઈ નો'તા શકતા. ને રોકકળ કરતા. જ્યારે આ રાજા તો જવાના દિવસો જેમ-જેમ નજીક આવે છે, એમ-એમ ઓર ખુશ છે. ને 5 વર્ષ પૂરા થયા. ગામના નિયમ પ્રમાણે રાજાનો વિદાય સમારંભ ગોઠવાયો. પણ.. આ વખતે દરિયાકિનારે જ્યારે શણગારેલી હોડીમાં રાજા બેઠા, ત્યારે દર વખત કરતા ઊંધું થયું. કોઈ મુમુક્ષુ દીક્ષા લે, ત્યારે બને એવું બન્યું. ગામ આખું રડતું હતું, ને રાજા હસતા હતા.


🌊 રાજાનો પરિવાર હોડીમાં મલકાતો હતો. ને હોડી ઉપડવાનો સમય થયો ત્યારે રાજાએ નગરજનોને કહ્યું, "તમે રડો છો, ને હું હસું છું. એનું કારણ એક જ છે, મેં આ 5 વરસ દરમ્યાન આ નગરને તો સમૃદ્ધ કર્યું જ પણ.. મારે જ્યાં જવાનું હતું તેને નિર્જન ટાપુમાંથી Top City બનાવી દીધી છે. આ નગરમાં છે, એના કરતા વધુ planning સાથે સુવિધાઓ ઉભી કરી દીધી છે. આજે'ય ત્યાં અવર-જવર ને ધમધોકાર ધંધો ચાલે છે. હજારો લોકો એ નગરમાં વસી ગયા છે. અહીંના જ કેટલા'ય શ્રેષ્ઠીઓ ને નગરજનો ત્યાં છે. મેં 5 વરસમાં નિર્જનને.. નંદનવન બનાવી દીધું છે. તમારે જેને પણ આવવું હોય તે મારી પાછળ આવી જજો. બધાની uptodate વ્યવસ્થા ત્યાં છે જ."


🌊 નગરજનો સ્તબ્ધ બની ગયા. અવાક બની ગયા, ને એમની વાક પાછી આવે એ પહેલા તો, રાજાએ હોડી ઉપાડી લેવાનો આદેશ આપ્યો. ને હોડી સડસડાટ સાગર પર રમતી થઇ ગઈ. સાચ્ચે જ.. માણસ સમજદાર છે.! કથા તો અહીં પૂરી કરીએ. પણ.. આજે નહીં તો કાલે, कहीं न कहीं.. कभी न कभी तो.. जाना पड़ेगा| બે દિવસ ઘર છોડીને જ્યાં જવાનું હોય ને રહેવાનું, તો'ય કેટલી વ્યવસ્થા, કેટલું planning કરનારા આપણે. જ્યારે કાયમ માટે જ્યાં જવાનું છે, એનું booking, એનું checking ક્યારે કરીશું? આવો, અહીંનું packing બંધ કરી, આવતા ભાવનું planning કરીએ. Running જિંદગીને ધર્મના રંગે રંગી.. રંગીન બનાવીએ.


આ લોકડાઉનનો સમય છે. આ સમય પૂરો થવાની રાહ જોતા-જોતા 2 મહિના ઉપર નીકળી ગયા. ધીમે-ધીમે લોકડાઉન.. ડાઉન થઇ રહ્યું છે. કંઈક હજુ જે સમય બાકી છે લોકડાઉનનો, એમાં life એવી upload કરી દો કે, कैसा भी up-down आए, आप Up ही होते रहो| છેલ્લે.. તમારા કોઈક સાધર્મિકને ફંડથી કે ફોનથી હેલ્પ કરવાનો સંકલ્પ ભૂલતા નહિ.



कल करे सो आज कर, आज करे सो अब,

अवसर बीत्यो जाय छे, फिर करेगो कब!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top