મંગળવાર, 29 જૂન, 2021

Motivational Story 125

Talk of the Day Series

Motivational Story 125


-------------------------------------------------------

"Opportunity"

શબ્દને આબેહૂબ પ્રસ્તુત કરતી એક ખૂબ મસ્ત કથા. પરિવાર સાથે જ વાંચજો.

-------------------------------------------------------


તક તો દરેકના જીવનમાં આવે છે. પણ.. કેટલાક માણસો તકને તકલીફનું દ્વાર બનાવી દે. તો કેટલાક તકને તકદીરનું દ્વારોદઘાટન બનાવી દે. તક તો તટસ્થ છે. Depend આપણી ઉપર જ છે, તકને તકદીર બનાવવી કે તકને તકલીફ બનાવવી. જે સમજપૂર્વક તકનો ઉપયોગ કરે, તક તેનુ તકદીર ખોલી દે. અને તકને જો સમજ વગર વાપરી દે તો તક એને તકલીફમાં મૂકી દે.


એક કથા.. તકને સમજાવી જશે. વાંચો.


🤺 એક નાનકડા કાંટાની અણી પગમાં ઘોંપાય અને ચીસ પાડનારો માણસ, કો’કને તીરથી વીંધી નાખે ને કોઈકના ગળે છરી ફેરવી દે, એ વખતે એને વિચાર નથી આવતો કે આને પીડા કેટલી થતી હશે. નિર્દયતા એ દયાશૂન્યતા છે. જૂના જમાનામાં એટલે થોડા વર્ષો પહેલા રાજા-રજવાડાઓમાં શિકારનો શોખ ખૂબ ફૂલ્યો ફાલ્યો હતો. ને શિકારને એ લોકો શૌર્ય સમજતા.


🤺 જો કે કાયરતા એ રહેતી કે, હરણનો શિકાર કરવા કે સિંહનો શિકાર કરવા રાજા એકલા નો’તા જતા. એમની સાથે અંગરક્ષકો-સૈનિકો ને દોસ્તો તીર ને તલવાર લઈ સાથે જ ચાલતા. એક નિઃશસ્ત્ર, નિર્દોષ જીવને મારવા આટલુ મોટુ ટોળુ જતુ. કાયરતાનો નમૂનો જોઈ લો.


🤺 એક રાજા. એને શિકાર કરવાનું મન થયુ. તીર ને તલવાર લઈ સાથે જ ચાલતા મોટા રસાલા ને સિપાઈઓને લઈ રાજા જંગલમાં આવ્યો. ને ક્ષણવારમાં તો શાંત જંગલ બંદૂકના ભડાકાઓથી ગજવી દીધુ. મુંગા પ્રાણીઓની નાસભાગ મચી ગઈ. જીવ બચાવવા બધા આમતેમ દોડ્યા. શિકાર શોખીન રાજાએ તીર ચલાવ્યા. બિચારા હરણાઓ ટપોટપ પડતા ગયા. ને સાથે આવેલા ખુશામતીયાઓએ રાજાની વાહ-વાહ પોકારી, "આબાદ નિશાન.. આબાદ નિશાન."


🤺 રાજા પોરસાયો ને "જંગલ ઔર ગજવી દો" નો હુકમ છોડ્યો. એક સાથે અનેક ધડાકાઓથી ગુફામાં સૂતેલો સિંહ છંછેડાયો ને એણે ત્રાડ નાખી. આખુ જંગલ ધણધણી ઉઠ્યું. સિંહના વિકરાળ રૂપને જોતા જ બધાના મોતીયા મરી ગયા. બધા નાસવા માંડ્યા.* રાજાના તીર-કામઠા ને તલવાર બધુ’ય પડી ગયુ. રાજા ધ્રુજવા માંડ્યો. જંગલના રાજા સામે શહેરનો રાજા ડરપોક સાબિત થયો.


🤺 બધા જ નાસી છૂટ્યા. રાજાને મોત સામે દેખાયુ. પણ.. ત્યાં જ રાજાના બે અંગરક્ષકો ધસી આવ્યા. એમણે સિંહ જોડે લડાઈ કરી. બે’ય જણે જીવ સટોસટ ખેલ ખેલીને સિંહને ખતમ કર્યો. ને રાજાને હેમખેમ લઈને નગર તરફ પાછા ફર્યા. નાસી ગયેલુ ટોળુ પાછુ ભેગુ થઈ ગયુ. બધા નગરમાં આવ્યા પણ રાજાની નજર સામેથી વિકરાળ સિંહ ખસતો જ નથી. ને રાજા વારેવારે ધ્રુજી ઉઠે છે.


🤺 બે-ત્રણ દિવસ પછી રાજાએ દરબારમાં આખી ઘટના કહી ને કહ્યુ, "મારા આ બે અંગરક્ષકોએ મને બચાવ્યો. એ બે ન હોત તો આજે હું જીવતો ન હોત. પોતાનો જીવ હોડમાં મૂકી મારી રક્ષા કરનારા આ ભીમસિંહ ને રામસિંહની હું કદર કરવા માંગુ છુ. આવતીકાલે સવારે 6:00 વાગ્યાથી બપોરે 12:00 વાગ્યા સુધી આ નગરનો રાજા ભીમસિંહ રહેશે. ને બપોરે 12:00 થી સાંજે 6:00 સુધી નગરનો રાજા રામસિંહ રહેશે."


🤺 "પ્રજાએ, મંત્રીએ ને લશ્કરે.. બધાએ એમના હુકમને તાબે થવુ પડશે. અને જે હુકમ એમણે આપ્યા હશે એમાં ફેરબદલ હું પણ નહિ કરી શકુ, એટલા અધિકાર સાથે મારા અંગરક્ષક-જીવરક્ષક ભીમસિંહ ને રામસિંહને હું સત્તા આપુ છું.‘’ સભાએ તાળીઓના ગડગડાટ સાથે રાજાની વાતને વધાવી લીધી. ભીમસિંહ તો રાજીનો રેડ થઈ ગયો. ઘેર દોડ્યો. ઘરે બધા ઓળખીતા ને સગાઓ આવ્યા.


🤺 બધાએ એક જ કહ્યુ, "આવી તક કોઈને મળી નથી." ભીમસિંહ કહે, “વટ પાડી દઉં. તમે બધા જોતા રહી જશો.‘’ એણે તો દરજીને બોલાવ્યા ને કહ્યુ, “માપ લ્યો. જરીયાન કપડા બનાવી દ્યો. રાતપાળી કરીને સવારે 6:00 પહેલા કપડાં તૈયાર જોઈએ.‘’ ઘરને રંગરોગાન કરાવ્યુ. ને બજારમાં જઈ દાગીના લઈ આવ્યો. સવારે 6:00 વાગતા તો રાજસેવકો ઘેર આવ્યા. ને "મહારાજની જય હો.. જય હો.." કરતા છડી પોકારી.


🤺 ભીમસિંહે કહ્યુ, “જાઓ, જલ્દી જાઓ, હાથી-ઘોડા ને સવારીની તૈયારી કરો. ચતુરંગ સેના તૈયાર કરો. બેન્ડવાજા સાથે વરઘોડો કાઢો. આખા નગરને શણગારો. નૃત્યમંડળી બોલાવો. શેરી નાટકો રચાવો." આટલી બધી તૈયારી થતા 9:00 વાગી ગયા. ને રાજા ભીમસિંહની સવારી નીકળી. ભીમસિંહ ફૂલ્યો નથી સમાતો. નાટક-ચેટક જોતા જોતા સવારી પહોંચી ત્યારે 12:00ના ડંકા પડ્યા.


🤺 ને સિપાઈઓએ ભીમસિંહને હાથી પરથી નીચે ઉતાર્યો ને કહ્યુ, “ભીમસિંહ! હવે પધારો. ઘેર પહોંચ. હવે રામસિંહ રાજા બનવાનો. અમે ત્યાં લેવા જઈએ.’’ ભીમસિંહ આંચકો ખાઈ ગયો, "હાય! હાય! 6 કલાક પૂરા થઈ ગયા?" એ રડવા માંડ્યો. પણ.. એની સામે જોવાની હવે કોને ફૂરસદ હતી! આ બાજુ રામસિંહને લેવા સિપાઈઓ ઘેર પહોંચે એ પહેલા તો અડધે રસ્તે રામસિંહ મળી ગયો.


🤺 બધા જીહજુરીયા, ઓળખીતા ને સિપાઈઓ કહે, ‘‘આપના ઘરેથી વરઘોડો કાઢશુ. બેન્ડવાજા આવતા જ છે.’’ રામસિંહ કહે, “બેન્ડવાજા ને ફેન્ડવાજા મૂકો પડતા. ચાલો રાજદરબારે." ને બધા, "જય હો!" કરતા આવ્યા રાજદરબારે. રામસિંહ સીધો જ રાજગાદી પર બેસી ગયો ને પહેલો જ Order કર્યો, “રાજકોષમાંથી હીરા-મોતીના હારો ને સોનામહોરો ઘેર પહોંચાડો. કારભારી! સરકારી કાગળો લાવો. સિક્કા મારો ને ગામની બહાર રહેલી રાજ્યની Top જમીનોના-જાગીરોના સહીસિક્કા મારા નામના કરો.‘’


🤺 રામસિંહે પોતાના સગાને જાગીરો આપી. પાક્કા સહી-સિક્કા કરી આપ્યા. ને રાજના કર્મચારીઓને.. સિપાઈઓને.. કારભારીને.. દરબારીઓને બધાને લ્હાણી કરી દીધી. બધા ખુશ! 6:00ના ડંકા પડે એ પહેલા તો રામસિંહ ઊભો થઈ ગયો. ને બધાને હાથ જોડી દરબાર બહાર આવ્યો. એને ઘરે મૂકવા સિપાઈઓ ને જીહજૂરીયા રે ખુદ કારભારી ને મંત્રીઓ આવ્યા. હવે એ અંગરક્ષક ક્રોડપતિ શેઠ બની ગયો.


🤺 આ બાજુ ભીમસિંહને ઘેર દરજી ને સોની ને મીઠાઈવાળા ને બીજા Bill લઈને આવી ગયા ને દેકારો મચી ગયો. છેલ્લે ઘરના દાગીના વેચીને ભીમસિંહે પૂરુ કર્યું.

કથા તો પૂરી થઈ. તક તો બંન્નેને સરખી જ હતી. એકે 6 કલાક મોજ માણી ને જિંદગી સુધી માથે બોજ વધારી દીધો. એકે... તકને સમજીને સફળ કરી, તો જીવનભર મોજ મેળવી લીધી. આ મનુષ્યભવ.. આ સમય પણ એક તક છે. જે એનો સમજપૂર્વક ઉપયોગ કરે છે, તેનો બેડો પાર છે. બાકી તો વેઠવાનો સંસાર છે.


-------------------------------------------------------

જો કે તકને ઓળખનાર જૂજ છે. કેમકે,

તક આવે ત્યારે નાની લાગે, ગયા પછી જ મોટી લાગે.

-------------------------------------------------------


છેલ્લે.. એક ઈશારો, જો સમજાય તો.

આ Lockdown - Unlock તક છે. હજુ સાવ ગયુ નથી. આ સમયે તમે તમારાને સમય આપી શક્યા? આ સમયે સમજાયુ, કેટલા ઓછા ખર્ચામાં ઘર ચાલી શકે છે. તમે હજુ'ય ધારો તો Energyને Store કરી શકો છો. ગણો, વધુમાં વધુ નવકાર, સમયને આરાધનાથી ભરી દો. આટલો બધો ને આવો સમય ફરી નહિ મળે. થોડામાં ઝાઝુ!



जिंदगी हमेशा एक मौक़ा और देती है,

जिसे आसान भाषा में 'आज' कहते है!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top