Motivational Story 56
આંગણામાં વાવેલા કે કુંડામાં લાવેલા તુલસીના છોડને ઉછેરતા માણસને આવડે છે. તપેલીમાં વધેલા દૂધમાં મેળવલ નાખી દહીં જમાવતા માણસને આવડે છે. ખાટા લીંબુનું મીઠું શરબત બનાવતા'ય માણસને આવડે છે. પણ.. દેવના દીધેલ જેવા દીકરા-દીકરીને દેવતાઈ સદગુણો ને સંસ્કાર આપતા માણસ ક્યાંક પાછો પડે છે. નહીં તો, લાચાર માતા-પિતાની અંતિમ પથારીઓ વૃધ્ધાશ્રમમાં ક્યાં પડે, કે પથરાય! છતાં, એવા'ય માતા-પિતા છે, જે પોતાના સંતાનને સંસ્કારદાન કરવામાં ક્યાંય પાછા નથી પડતા. એક નાની છતાં મજાની કથા.
🎪 એક નાનકડો પરિવાર. એક દિવસ સરકસનો ખેલ જોવા, રજાનો દિવસ હતો એટલે.. બે દીકરા ને એક દીકરીને લઈને સમી સાંજે ગામ બહાર ગ્રાઉન્ડમાં આવ્યો. ગીર્દી ભારે હતી. લાઈન લાંબી હતી. જોવાની ઈચ્છા પ્રબળ હતી. એટલે થાક-કંટાળો પાછા વળો, કહેવાની જરૂર નો'તી. નંબર આવ્યો ટિકિટબારી પાસે, ને કહ્યું, "5 ટિકિટ આપો." ટિકિટબારીના માણસે કહ્યું, " નાના બાળકો કેટલા ને મોટા કેટલા?" પેલા ભાઈએ કહ્યું, "અડધી ટિકિટ કેટલા વરસ નીચેની?"
🎪 ટિકિટબારીવાળાએ કહ્યું, "5 વરસથી નીચેના બાળકો માટે free છે. ને એથી ઉપરના તમામની આખી ટિકિટ. તમારે બાળકો કેટલા છે?" "મારે 3 બાળકો છે." ટિકિટબારી વાળાએ પૂછ્યું, "એમની વય કેટલી?" "એકની 3 વર્ષની, બીજાની 6, ને ત્રીજાની 8. માટે મને 4 આખી આપો." ને રોકડા 80 રૂપિયા આપ્યા. ટિકિટ આપવા ઉભેલા માણસે કહ્યું, "ભલા આદમી! તમારે ત્યાં પૈસાનું ઝાડ છે?" પેલા ભાઈ કહે, "કેમ આમ પૂછો છો?"
🎪 Counterના માણસે કહ્યું, "તમારા છોકરાની ઉંમર કેટલી છે, એ મને ક્યાં ખબર છે. તમે 5 જ કીધી હોત, તો મને શું ખબર પડત, કે તમે ખોટું બોલી રહ્યા છો. અહીં થોડું birth certificate મંગાય છે. પૈસાને બચાવતા શીખો. પૈસા ઝાડ પર ઉગતા નથી."
-------------------------------------------------------
Comment..
જો કે હવે તો, એક કાગળિયા પર, એક પેપર પર signature પર, પક્ષપલટા પર, ને ગેરહાજર રહેવા પર, રૂપિયા ઉગતા નથી, ઉભરાય છે.
-------------------------------------------------------
🎪 કથા - ટિકીટ આપનાર કહે, "ભલા આદમી, પૈસા બચાવો. ટિકીટ ન લો. તમે ખોટું બોલો, તો મને કે દુનિયાને ક્યાં ખબર પડવાની છે." તે વખતે આ ભાઈએ પોતાના પરિવાર સામે જોયું, 3 દીકરા-દીકરી ને પત્ની બધા જ સાંભળી રહ્યા હતા, "ભાઈ! કદાચ તમને કે દુનિયાને ખબર નહીં પડે કે, હું ખોટું બોલી રહ્યો છું. પણ.. આ મારા બાળકને તો ખબર પડતે ને કે, મારા પપ્પા ખોટું બોલી રહ્યા છે. પૈસાને માટે ઈમાન વેચી રહ્યા છે."
🎪 "ના.. મારા દીકરાને ખોટું બોલવાના, સંસ્કાર ન જ પડવા જોઈએ. એ મોટો થાય ત્યારે મારી છબી મારી ઇમેજ એને માટે ખોટું બોલનાર બાપની તો ન જ.. ન જ.. હોવી જોઈએ." ને 4 આખી ટિકિટ લઇ પરિવાર સરકસ જોવા ચાલ્યો ગયો. Counter પર ઉભેલા ભાઈના મનમાં count-down શરુ થઇ ગયું. એને થયું, "ના! હજુ'ય ધરતી પર સાચા માણસો છે."
-------------------------------------------------------
1 મિનિટ કથા પછી વાંચજો,
_જ્યારે એક માણસ આવું કરે, ત્યારે દુનિયા પરથી ઉઠી જતા ભરોસા પર, ને બધા જ જૂઠા છે, એ ભરોસા પર break લાગે છે. એટલે કે, એક સાચો માણસ, આખી દુનિયા જૂઠ્ઠાઓની છે, એ માન્યતા પર રોક તો લગાવે જ છે. એક ભલો માણસ, દુનિયા બુરા ને બદમાશોથી ભરેલી એ વાત પર ચોકડી તો મૂકે જ છે. એક સીધા માણસની તાકાત છે કે, આપણને દુનિયા લુચ્ચાઓથી ભરપૂર છે, એ બોલતા અટકાવે તો ખરી જ.
-------------------------------------------------------
🎪 કથા - સરકસ જોઈને પાછા વળતા પત્નીએ પતિને કહ્યું, "મને આખા સરકસ દરમ્યાન એક જ વિચાર આવતો હતો કે, તમે છોકરાની ઉંમર 5 બતાવી શકતા હતા, ને સરકસ free બતાવી શકતા હતા. પણ.. free નહીં બતાવી તમે છોકરાની life બચાવી લીધી છે."
-------------------------------------------------------
યાદ રહે,
બચપન ચાલ્યું જાય છે, પણ.. બચપનમાં થયેલા વપન થયેલા વવાયેલાં દાણા સીઝન આવતા જીવનમાં ઉગે જ ઉગે.
-------------------------------------------------------
કથા તો પૂરી થાય છે. પણ.. આ લોકડાઉનમાંથી બહાર આવતા પહેલા એક સંકલ્પ કરો કે, કમસેકમ પરિવારની નજરમાં તો આપણે નીચા ન જ ઉતરીએ. આપણાની વચ્ચે આપણી image સ્હેજ પણ down ન થાય, એટલું તો લોકડાઉન પૂરું થતા પહેલા સંકલ્પબદ્ધ બનીએ.
बुढ़ापे में आपको रोटी आपकी संतति नहीं,
आपके दिए संस्कार खिलाएंगे!
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો