Motivational Story 139
-------------------------------------------------------
👉🏼 Please Read with your Sweet Family.
-------------------------------------------------------
माँ-बाप के पास बैठने के दो फायदे है। आप कभी बड़े नहीं होते और माँ बाप कभी बूढ़े नहीं होते!
સમજાય તેને સલામ! પણ.. આજે માણસ Mobileનો ગુલામ. એને Mobile માટે Time છે. પણ.. મા-બાપ માટે Time નથી. મહિનાઓ સુધી પેટમાં ઉચક્યો એ માં માટે ને વર્ષો સુધી ખભે બેસાડ્યો એ બાપ માટે એને ફુરસદ નથી.
એને Mobile ઉપર Chatting કરવા ને Setting કરવા Time છે, પણ.. એની Lifeને Setting કરવા જેણે પોતાની આખી જિંદગી Batting પર લગાવી દીધી હતી, એની જોડે 5 મિનિટ Eating કરવા એને Time નથી.
Mobile પર Game રમવા એને Time છે, પણ.. નિઃસ્વાર્થ પ્રેમ કરનાર મા-બાપ માટે, એના શબ્દો હોય છે, मारा कने टेम को नी!
-------------------------------------------------------
याद रखना,
मेरे पास वक्त नहीं है, बोलनेवाला बेटा! जब वक्त आएगा उस वक्त तेरा बेटा यही कहेगा तुझे, मेरे पास बैठने का वक्त नहीं है!
ये सुनते ही तूं कितना भी सख्त होगा तो भी तेरी कमबख्त आँखे आंसु गिराएगी ही गिराएगी। उस वक्त उसे रोकना तेरे हाथो में नहीं होगा।
-------------------------------------------------------
વર્ષો પહેલા સાંભળેલી 'ઘંટડી'ની કથા આજે’ય આંખોમાં ભીનાશ લાવી દે છે લખતા-લખતા!!!
🛎️ આલીશાન બંગલાના એક ખૂણામાં પલંગ પર એક વૃદ્ધ દેહ પોઢ્યો હતો. કલાકે'ક પછી જાગતા પાણી માંગ્યું. વહુએ લાવીને આપ્યું. ફરી કલાકે'ક થયો ને ઘરડા જીવને તરસ લાગતા પાણી માંગ્યું. દિકરાએ લાવીને આપ્યું. જમવાનો Time થઈ ગયો છતાં જમવાનું ન આવતા બૂમ પાડી.
🛎️ વહુએ જમવાનું થોડીકવારે લાવી આપ્યું. પણ.. બધામાં અણગમો સ્પષ્ટ હતો. દવા સમયસર ન અપાય એટલે ઘરડો જીવ બૂમ પાડે, દવાનો Time થઈ ગયો છે, દવા આપો. પણ.. તો'યે 2:00 વાગ્યાની દવા 3:00 વાગ્યે અપાય. ખાંસી એટલી વધી ગઈ કે, રાતે’ય ઊંઘ ન આવે. ઘરડા બાપની ખાંસી માટે કોઈને ચિંતા નો’તી. પણ.. ફરીયાદ હતી કે, ખાંસી ખાઈ-ખાઈને અમારું મગજ પકવી નાખો છો.
🛎️ દવાની નિયમિતતા ને સમયસૂચકતાના અભાવે બિમારી વધતી જ ગઈ. હવે તો બોલતા’ય ખાંસી ચડે. પણ.. બોલ્યા વગર ચા ન આવે તો ભાણું ક્યાંથી આવે! ખાંસીના કારણે અવાજ પણ અસ્પષ્ટ થઈ ગયો. ખૂબ જોર કરીને બોલવું પડે. દિકરા-વહુ કંટાળે ને ધમકાવે ને કહે, "બાપા! ધીરે બોલો. અમે કંટાળી જઈએ છીએ."
🛎️ પણ.. બાપાની સમસ્યા હતી કે, આટલું જોરથી બોલવા છતા’ય ક્યાં કોઈ સાંભળે છે? ને ક્યાં બધુ બરાબર મળે છે? આ તે કેવું! ઘરમાલિકનું ઘરમાં ન ચાલે, આનુ નામ સંસાર! દિવસો વીતતા ગયા તેમ-તેમ બાપાની તકલીફ વધતી ગઈ. પાણી જેવી ચીજ પણ હાંફતા-હાંફતા ને થાકતા-થાકતા 5 વાર બૂમો પાડે ત્યારે આવે. ને તે’ય આપતા-આપતા બે શબ્દો સંભળાવતા જાય.
🛎️ એક દિવસ બાપાને સખત માથાનો દુઃખાવો ઉપડ્યો. એમણે 2-4 વાર બૂમો પાડીને બોલાવ્યા. પણ.. ઘરમાં કોઈને કયાં સાંભળવાની પડી હતી. છેલ્લે.. કંટાળીને દિકરો ગયો ને બોલ્યો, “બાપા! કેટલી રાડો પાડો છો?" ત્યાં જ વહુ આવી, "એકનું માથું દુ:ખ્યું એમાં અમારા બધાના માથા દુઃખાડી દીધા."
🛎️ બાપા બોલ્યા, “રહેવાતું નથી, સહન નથી થતું. Doctorને બોલાવો." “તમને તો વારે ઘડીયે Doctorને જ બતાવવાનો શોખ છે. ખબર છે? એક વખતની Visitના કેટલા રૂપિયા લે છે? પૈસા ઝાડ પર નથી ઉગતા. કેટલી મજૂરી કરીએ ત્યારે બે પૈસા મળે છે." વહુ-દિકરો આટલુ બોલીને ચાલ્યા ગયા.
🛎️ બાપાની આંખમાં આંસુ આવી ગયા. એમની જીભ પર આવી ગયું હતું કે, બેટા! આ બંગલો, આ ગાડી, આ Bank Balance, આ Factory, કરોડોની મિલકત માત્ર ને માત્ર મેં જ એકલા હાથે ઊભી કરી છે. પણ.. એ બોલી ન શક્યા. સિંહ શિયાળ બની ગયો સંતાન સામે!
-------------------------------------------------------
ધિક્કાર છે એ દિકરાઓને જે દિકરાઓ પોતાના સિંહ જેવા સગા બાપને શિયાળ જેવા બનાવીને કબજામાં રાખે છે. રૂઆબમાં જીવેલાને દાબમાં રાખનારા પૂત કપૂત છે.
-------------------------------------------------------
🛎️ કથા - વહુ-દિકરાના ગયા પછી ક્યાંય સુધી બાપા રડતા ને ફફડતા રહ્યા. થોડા દિવસ પછી બહાર ભણતો દિકરો ઘેર આવ્યો. માતા-પિતાના હરખનો પાર ન રહ્યો. બંને જણા દિકરાને ભેટ્યા ને હરખે રડ્યા. ત્યાં જ બાપાએ બૂમ પાડી, "પાણી."
🛎️ બે-ત્રણ વાર બૂમ પાડી એટલે વહુ ગઈ. પાણી આપ્યું. ને જોરજોરથી ધમકાવીને આવી. ને બોલી, "હું તો કંટાળી ગઈ આ માણસથી. એક મિનિટ શાંતિથી જીવવા નથી દેતા. ને ઘાંટો તો એટલો મોટો પાડે છે કે જાણે ગરાસ લૂંટાઈ જવાનો છે. ગમે તેમ કરીને આમને રાડો પાડતા બંધ કરો, નહિ તો આ ઘાંટાથી ગાંડા જેવી થઈ જઈશ.''
🛎️ છેલ્લે પતિ-પત્નીના ફળદ્રુપ ભેજાએ! ઘંટડીનો Plan બનાવ્યો. ને બીજે દિવસે બંન્નેએ બજારમાં જઈ ઘંટડી ખરીદી લીધી. ને આવતાની સાથે જ બાપાના હાથમાં પકડાવી દીધી. ને કહ્યું, "હવે તમારે કાંઈ પણ જોઈતું કરતું હોય, તો ઘંટડી વગાડવી. બૂમો ને રાડો નહિ પાડવાની. જો રાડો પાડશો તો કોઈ આવશે નહિ.‘’
🛎️ ઓશીયાળી જિંદગી શું કહી શકે! બાપા ચૂપ રહ્યા. પીડાતું હૃદય વલોવાતું રહ્યું. પણ.. કોને ફરક પડવાનો? દિવસો વીતતા ગયા. ઘરમાં બાપાનો અવાજ Totally બંધ હતો. જરૂર પડે ત્યારે ઘંટડી વાગે. પણ.. જેવી ઘંટડી વાગે એવો જ પોતરો દોડતો આવે. ને દાદાને પૂછે, દાદા શું જોઈએ?" ને દાદાની જોઈતી વસ્તુ પોતરો લઈ આવે.
🛎️ પોતરાને દાદા ખૂબ ગમે. એ મમ્મી-પપ્પાનો વ્યવહાર જોઈ એક દિવસ રહી ન શક્યો. ને બોલી પડ્યો, "પપ્પા! તમે તમારા પપ્પા જોડે જોરજોરથી કેમ બોલો છો? દાદા પર ગુસ્સો કેમ કરો છો?" પણ.. મમ્મીએ દિકરાને ધધડાવી કાઢ્યો, "બીજીવાર બોલ્યો છે તો તારી વાત નથી, ધ્યાન રાખજે."
🛎️ અબુધ બાળક અબુધની(બુદ્ધુ) તો કેમ કહેવાય? પણ.. એ ચૂપ થઈ ગયો. એને દાદા સાથે થતો વ્યવહાર જોઈ દુઃખ થતું. પણ.. એ દાદાની સામે લાચાર હતો. પોતરાના આવવાથી દાદાને Company તો મળી. પણ.. સગવડો પણ ખૂબ સચવાતી. પોતરો તો ઘંટડી વાગી નથી કે દોડ્યો નથી, ને ત્યાં પહોંચ્યો નથી.
🛎️ પછી તો.. પોતરો દાદાને કયે ટાઈમે શું જોઈએ એ દાદાની ઘંટડી વાગે એ પહેલા લઈને પહોંચી જતો. ઘડપણને આ બચપનના સંગે ફરી જિંદગી જીવવા જેવી લાગી. જિંદગીમાં ખુશી ઉમેરાઈ! પણ.. આ ખુશી લાંબી ચાલી નહિ. એટલે આ ખુશી ભોગવવાનું ખુશનસીબ બાપાનું લાંબુ ન ચાલ્યું.
🛎️ ને એક બપોરે અચાનક ખાંસી ચડી. શ્વાસ ચઢ્યો. ને પોતરાનો હાથ હાથમાં લઈ બાપાએ અંતિમ શ્વાસ લઈ લીધો. ઘરમાં થોડીક હો-હા થઈ. પણ.. પછી તો બાપાની વિધિઓ પૂર્ણ કરી. એટલે કે ઉત્તરક્રિયાઓ પતાવી થોડા જ સમયમાં ઘર Routineમાં આવી ગયું. ખોટ પડી તો નાનાશા બાળકને! એને દાદા વગર બધું સૂનું-સૂનું લાગે. એ ઉદાસ રહેવા લાગ્યો.
🛎️ પપ્પા-મમ્મીએ ઘણું’ય સમજાવ્યું. પણ.. એના નાના નાજુક દિલ ને દિમાગમાંથી દાદા ખસતા જ નો’તા. એક દિવસ મમ્મી-પપ્પાએ દાદાનો રૂમ ગૌમૂત્ર છાંટી પવિત્ર કર્યો. બધી ચીજો સગીવગી કરી. છેલ્લે બચી ઘંટડી! એની Condition સારી હતી. પિત્તળના ભાવે વેચાશે, જે આવ્યું તે ખરું, એમ કહી પપ્પા-મમ્મીએ નક્કી કર્યું કે ઘંટડી વેચી રોકડી કરી લેવી. આમે’ય ઘંટડી કંઈ કામની નથી.
🛎️ ને એક સાંજે ઘંટડી વેચવાનું નક્કી કરી બજારમાં જવા બંન્ને નીકળતા હતા. ત્યાં જ દિકરો બોલ્યો, “પપ્પા! આ ઘંટડી વેચશો નહિ. એ સરસ છે એને રહેવા દો.‘’ મમ્મી બોલી, “ના! એ કંઈ કામની નથી. રાખીને શું કરવાની?‘’ ને એણે પતિને કહ્યું, “જાઓ, વેચી દો.‘’ એ વખતે છોકરો બોલ્યો, “પપ્પા! મારે તમારે માટે નવી ખરીદવી ન પડે તે માટે હું ના પાડું છું. તમે’ય ઘરડા થશો, ત્યારે કામ લાગશે.‘’
🛎️ આ સાંભળતા પતિ-પત્ની અવાક્ થઈ ગયા! એમને પિતા સાથે કરેલો વ્યવહાર યાદ આવી ગયો. ને પુત્ર શું કરશે તેનો અંદાજો આવી ગયો. પણ હવે શું!
કથા તો પૂરી કરીએ. પણ.. માતા-પિતા હયાત હોય તો એક સંકલ્પ કરો, એમની જોડે રોજ કલાક-અડધો કલાક સપરિવાર બેસવું. ને આ કથા રોજ નહિ તો અઠવાડિયે એક વાર તો ભેગા મળી વાંચવી જ. પિતાની આંખો છલકાશે, તમારું ઘર ઉભરાશે. બસ! આ 'ઘંટડી' રોજ તમને સંભળાય!
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો