શનિવાર, 26 જૂન, 2021

Motivational Story 136

 Motivational Story 136


Englishમાં એક મસ્ત Quote છે,

Every black cloud has Golden core.

દરેક કાળા વાદળાને રૂપેરી કોર હોય છે.


રૂપેરી કોર જોઈ શકે તે કાળા વાદળામાંથી'ય આનંદ લઈ શકે. પણ.. કોર જુએ તો! અમાસી અંધારી રાતે તારલીયાની રંગલીલા ને રાસલીલા જોનાર અમાસે'ય સૌંદર્યભરી કવિતા ને કાવ્ય રચી શકે. સવાલ છે માત્ર નજરીયાનો! માણસે આજુબાજુ'ય જોવું જોઈએ. ચારેબાજુ ઘણું બધું વેરાયેલું છે, ફેલાયેલું છે, રહેલું છે.


આ વાતને પુષ્ટ કરતી ને મનને સંતુષ્ટ કરતી એક નાનકડી ઘટના.


👨🏻‍🏫 મોટા નૈવેદ્ય ધરીને એટલે કે મોટા Donation આપ્યા પછી જે Collegeમાં પ્રવેશ મેળવી શકાય, એવી એ Collegeના Studentને Classમાં આવતાવેંત પ્રોફેસરે કહ્યુ, "આજે તમારી Surprise Test લેવા માંગુ છું. તમે બધા તૈયાર હો તો.'' બધા જ સ્ટુડન્ટોએ તૈયારી બતાવી. પ્રોફેસરે File ખોલીને બધાની Bench પર એક-એક પેપર ઊંધુ મૂક્યું.


👨🏻‍🏫 ને કહ્યુ, "હું કહુ નહિ ત્યાં સુધી પેપર કોઈએ સીધું કરવું નહિ. આ પ્રશ્નપેપરના ઉત્તરો ઉપરથી તમારુ Future તમે Bright કઈ રીતે કરી શકશો, એની Guide તમને આપીશ.'' ને પ્રોફેસરે દરેકના Table પર ઉત્તરવહી મૂકી. ને કહ્યુ, "હવે તમે પેપર સીધું કરો ને જુઓ.'' બધા જ સ્ટુડન્ટોએ કંઈક કૌતુક ને ઉત્સાહ સાથે પેપર સીધું કર્યું.


👨🏻‍🏫 ને જોયું તો એમાં એકે અક્ષર નો'તો. પેપર સાવ Blank હતુ. નો'તો કોઈ પ્રશ્ન કે નો'તા Marks લખેલા! વિદ્યાર્થીઓ અચંબા સાથે Professorનું મોઢું જોઈ રહ્યા. આખા'ય સફેદ કાગળ વચ્ચે માત્ર એક નાનુશું કાળું ટપકું હતું. બાકી તો સાવ કોરો જ હતો. બધા જ સ્ટુડન્ટો વિમાસણમાં પડી ગયા કે આમાં શું લખવાનું? કોઈ પ્રશ્ન જ નથી, તો ઉત્તર શેનો?


👨🏻‍🏫 ત્યાં જ Professor બોલ્યા, "આખા કાગળમાં નથી પ્રશ્ન લખેલા કે નથી Marks લખ્યા. એટલે તમે મુંઝાયા છો. પણ.. મુંઝાવાની જરૂર નથી. By Mistake પેપર કોરું રહ્યું છે એવું ન સમજતા. જે છે તે બરાબર છે. તમને જે દેખાય તે તમારે લખવાનું છે. પેપર બરાબર જુઓ ને લખવા માંડો. અડધો કલાક તમને લખવા માટે અપાયો છે. ને ત્યાર પછી અડધો કલાક તમે જોઈને લખેલા પર ચર્ચા કરશું.''


👨🏻‍🏫 બધા જ સ્ટુડન્ટોને આમ તો ગમ્મત પડી. પણ.. શું લખવું તે માટે બધા મુંઝાયા. આખો'ય કાગળ કોરો હતો. વચ્ચે જ ટપકું હતું. બધાએ ખૂબ વિચાર્યું ને લખવાની શરૂઆત કરી. મુંઝાતા, ડરતા, અટકતા બધાએ લખ્યું. જેનાથી જેટલું લખાય તેટલું લખ્યું. ને પ્રોફેસરે અડધો કલાક થતા બધાને પેપર પરત કરવા કહ્યુ. બધાના જ પેપર આવી જતા પ્રોફેસરે બધાને સાંભળવા કહ્યુ. તમે જ તમારું સાંભળો કહેતા પ્રોફેસરે ઉત્તરવહી વાંચવાની શરૂઆત કરી.


👨🏻‍🏫 દરેકના નામ સાથે બધાના પેપર વાંચતા ગયા. કોઈએ કાળા ટપકાનો રંગ આછો લખ્યો, કોઈએ કાળા ટપકાની Size નાની લખી, કોઈએ Perfect લખી, કોઈએ કાળો Colour ખૂબ ઘટ્ટ ને ગાઢ છે લખ્યું, બધાએ ટપકાને ટપકાવ્યું. બધાના જ લખાણો વંચાયા બાદ Professor બોલ્યા, "જુઓ! આ પેપરને કોઈ Mark નથી. અને કદાચ આપુ તો'ય એને Internalમાં ગણાવાના નથી. આ તો તમારી સોચ, તમારી દ્રષ્ટિ ને તમારી વિચારસરણી જાણવા જ આ Test હતી."


👨🏻‍🏫 "તમારી માનસિકતા તમારા લખાણોથી વ્યક્ત થતી હોય છે. તમારા શબ્દોથી તમારા Replyથી તમારું માનસદર્શન કરી શકાય છે. આના દ્વારા તમારી વૈચારિક દુનિયાના Message તમારામાંથી જ મળી જાય. મને જે કલ્પના હતી એ જ પ્રમાણે તમે બધાએ લખ્યું છે.'' સ્ટુડન્ટો બોલી ઉઠ્યા, "સર! તમારી કલ્પના શું હતી?''


👨🏻‍🏫 Professor, "મને હતું જ કે તમે બધા કાળા ટપકાને જ Highlight કરશો. એ જ જોશો. એને જ વિચારશો. ને એને જ લખશો. દુઃખ સાથે કહુ તો તમે માત્ર કાળા ટપકાને જ જોઈ શક્યા. આટલો વિરાટ કાગળ, એનો દૂધ જેવો સફેદ રંગ તમે ન જોઈ શક્યા. તમારું ધ્યાન માત્ર ને માત્ર કાળા બિંદુ પર જ કેન્દ્રિત રહ્યું. એકે'ય જણે આરસ જેવા સફેદ રંગ તરફ નજર જ ન કરી.''


👨🏻‍🏫 બધા સ્ટુડન્ટો Professorની વાત સાંભળતા માથું ડોલાવતા ગયા. ને બધાએ કહ્યુ, "સર! એ તરફ અમારું ધ્યાન જ ન ગયું. મનનો કબજો કાળા ટપકાએ એટલો બધો કરી લીધો હતો કે અમે શ્વેત રંગને.. સફેદને રંગ વિચારી જ ન શક્યા.''


👨🏻‍🏫 આટલું સાંભળ્યા પછી Professor બોલ્યા, "My Dear Students! આપણી જિંદગીમાં પણ આપણે આમ જ કરતા હોઈએ છીએ. એક નાનીશી કાળા ટપકા જેવી મુસીબતને આપણે Enlarge કરતા રહીએ છીએ. થોડીક તકલીફને આપણે Highlight કરતા રહીએ છીએ. આપણી લાંબી જિંદગી હોવા છતા'ય એક નાનાશા બિંદુને જ વાગોળતા રહીએ છીએ. સફેદ કાગળની ધવલતાના બદલે ટપકાની કાળાશને લખતા રહીએ છીએ. ને ઉજ્જવળ સંગેમરમરી જિંદગીની મઝા લેવાના બદલે કાળા ટપકા જેવી નાની નાની તકલીફોના રોદણા રડતા જઈએ છીએ."


👨🏻‍🏫 "My Dear Students! નાનાશા કાળા ટપકાની આજુબાજુ દરિયા જેટલો સફેદ કાગળ હતો. આજથી ટપકાની આજુબાજુ રહેલા દરિયાને પણ જોતા શીખો. જિંદગીના કાગળ પર તકલીફો ટપકા જેવી જ છે. પણ.. વર્ણન, એનું જ આપણે કરતા રહીએ છીએ. ચાલો.. આજથી આપણી ઉજ્જવળ ઉપલબ્ધિઓને. પ્રાપ્તિઓને જોતા જઈએ."


👨🏻‍🏫 "આખા આકાશને જોઈ શકે તેવી બે આંખો છે. દુનિયાભરના ગીત ગાઈ શકે એવી નાજુક જીભ છે. Everest ને શત્રુંજય તીર્થને હજારો વાર હજારો ફૂટ ઊંચે ચડી જતા બે મસ્ત નમણા પગ છે. દુનિયાભરના સંગીતને, ગીતને, પંખીઓના ટહુકાને સાંભળી શકે એવા કાન છે."


👨🏻‍🏫 "હજારો જોડે સંબંધ છે. એક જોડે તૂટેલા સંબંધે દુઃખી કેમ? હજારો સુખની ઘડીઓ છે. દુઃખની એકાદ દુખતી ક્ષણને શું કામ મહત્વ આપી દઈએ? ને તે'ય એટલુ કે એ આપણી ઘડીને તોડીફોડી ને મચકોડી નાખે તેટલું!'' બધા જ સ્ટુડન્ટો એ દિવસે જીવનપોથીમાં આ વિચારોના અમીટ લેખ લખીને ગયા.


કથા તો પૂરી કરીએ. પણ.. ઓટને જ જોનારી નજરને ભરતીનો નજારો, સાગરનો ઘૂઘવાટ, એની અગાધતાના વિચાર આપીએ. કદાચ.. ઓટની ખોટ કરતા ખજાનો અખૂટ છે, તું માણતા શીખ.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top