મંગળવાર, 29 જૂન, 2021

Motivational Story 50

Talk of the Day Series

Motivational Story 50


-------------------------------------------------------

👉 Please.. પરિવારને ભેગો કરીને વાંચો.

-------------------------------------------------------


તીર્થાધિરાજ શત્રુંજય તીર્થ પણ શાશ્વત, ને મંત્રાધિરાજ નવકાર મંત્ર પણ શાશ્વત. બંને તારક.. ભવઉધ્ધારક. પણ શત્રુંજય તીર્થે પહોંચવા, ઘર-ગામ ને શહેર છોડવા પડે. જ્યારે નવકાર મંત્રને ગણવા, ઘર-ગામ-નગર ને વન છોડવા ન પડે. તમે દિવસ-રાતના ભેદ વગર, મહામંત્ર નવકારને જ્યાં હો, ત્યાં ગણી શકો. ને વધુમાં.. તીર્થાધિરાજ શત્રુંજય તીર્થના શરણ ને સ્મરણથી જેટલા તર્યા, એના કરતા અનંતા.. મંત્રાધિરાજ નવકાર મહામંત્રના શરણ-સ્મરણ ને શ્રવણથી તર્યા છે. થોડા જ સમય પહેલા બનેલી ઘટના.


🧘🏻‍♂️ "હાલાર" ગુજરાતનું અર્ધ શત્રુંજય કહેવાતું, ને ભક્તિવંત શ્રાવકોથી ભર્યું-ભર્યું જામનગર શહેર. નગરશ્રેષ્ઠી ગુલાબચંદભાઈ, ધર્મિષ્ઠ આત્મા-નિયમિત જીવન. એક દિવસ અચાનક એમના શરીરમાં અસુખ લાગ્યું. ડોક્ટરે દવા આપી. પણ.. ગળાનો દુ:ખાવો વધતો ગયો. એક દિવસ ગળે ગાંઠ નીકળી. દુ:ખાવો ખૂબ વધી ગયો. ડોક્ટરે ગાંઠ જોઈ. મુંબઈમાં check કરાવવાનું કહ્યું.


🧘🏻‍♂️ પરિવાર મુંબઈ આવ્યો. મુંબઈની ટાટા હોસ્પિટલ ને ડોક્ટરો, જેણે-જેણે જ્યાં-જ્યાં કહ્યું, ત્યાં જઈ આવ્યા. છેલ્લે નિદાન થયું,કે ,કેન્સર છે. તે જમાનામાં કેન્સર એટલે, કેન્સલ. આખો'ય પરિવાર રડે. છેલ્લે મુંબઈના ખ્યાતનામ ડોક્ટર કે.પી. મોદીને બતાવ્યું. ડૉ. કે.પી. મોદીએ તે વખતના બધા રિપોર્ટ લીધા. ને છેલ્લે કહ્યું, "આ last stageનું કેન્સર છે. આની કોઈ દવા દુનિયામાં નથી. અને કેન્સર એટલા ભયાનક સ્ટેજે પહોંચી ગયું છે કે, દર્દી બે-ચાર દિવસોથી વધુ દિવસો હવે નહીં જ કાઢે."


🧘🏻‍♂️ આખો પરિવાર ધ્રુસકે ચઢ્યો. ગુલાબચંદભાઈ કહે, "જે થવાનું છે, તે થવાનું, એમાં શું રોવાનું?. જે કર્મ બાંધ્યા છે, તે ભોગવવા જ પડશે. હસીને ભોગવો, કે રડીને ભોગવો. ભોગવવાનું તમારા ભાગ્યમાં છે જ. તો મનથી ભાંગીને, કે દૂર ભાગીને ક્યાં જશો?" પરિવારે ડૉ. કે.પી. મોદીને કહ્યું, "સાહેબ! છેલ્લામાં છેલ્લી treatment કરો. સારામાં સારી દવા આપો. પણ.. એમને બચાવો. પૈસાની ચિંતા નથી."


-------------------------------------------------------

1 મિનિટ યાદ રાખજો,

પૈસાથી સારી દવા મળે, પણ.. સારું તો પુણ્યથી જ થાય. જો પૈસાથી આરોગ્ય મળતું હોત, તો ધીરુભાઈ અંબાણી હયાત હોત. ને જશલોક ને બ્રીચકેંડી, રિલાયન્સ ને હિન્દુજા.. ધમધમતી ન હોત.

-------------------------------------------------------


🧘🏻‍♂️ કથા - તે જમાનાના બાહોશ ડૉ. મોદીએ કહ્યું, "હવે તમે એમને ઘેર લઇ જઈ શકો. હોસ્પિટલો ને ડોક્ટરો નાઈલાજ છે."


-------------------------------------------------------

વાત સાચી જ છે,

હોસ્પિટલો ને ડોક્ટરો બિલના આંકડા વધારી શકે, આયુષ્ય નહિ.

-------------------------------------------------------


🧘🏻‍♂️ પરિવાર જામનગર આવ્યો. ખોરાક ઉતરતો બંધ થયો. ક્રશ કરેલું પણ હવે બંધ થયું. છેલ્લે ઉતરતું પાણી પણ દુ:ખાવો દેવા લાગ્યું. પણ જાગ્રત આત્મા ગુલાબચંદભાઈએ પરિવારને કહ્યું, "હવે મને પાણી પણ ન આપશો. મેં ચૌવિહારો અઠ્ઠમ ધાર્યો છે. હવે હું અખંડ મહામંત્ર નવકાર ગણીશ. તાર, માર કે પાર ઉતાર. હવે એક તું જ નવકાર." પરિવારે પણ વાસ્તવિકતા સ્વીકારી લીધી હતી.


🧘🏻‍♂️ બધાએ પણ મહામંત્ર નવકારના જાપમાં સાથ આપવા માંડ્યો. એક દિવસ વીત્યો, ગુલાબચંદભાઈ નવકારમય બની ગયા. બીજો દિવસ વીત્યો. ત્રીજે દિવસે તો સગા-સંબંધી બધાથી ઘર ઉભરાઈ ગયું. ગુલાબચંદભાઈ મનથી સ્વસ્થ હતા, પણ.. કેન્સરના વ્યાધિથી એમનો દેહ દુર્બળ થઇ નંખાઈ ગયો હતો. છતાં મહામંત્રનો અખંડ જાપ એમનો ચાલુ જ હતો.


🧘🏻‍♂️ આજે અઠ્ઠમનો છેલ્લો દિવસ હતો. ડૉ. કે.પી. મોદીએ આપેલી મહેતલ આજે પૂરી થતી હતી. રાત પડી. આખું'ય ઘર જાગતું બેઠું. ને ત્યાં જ ગુલાબચંદભાઈનું પેટ અમળાવા માંડ્યું. એમને પેટમાં તકલીફ થવા માંડી, ઉબકો ચઢ્યો. બધા જ સાવધાન થઇ ગયા. નવકાર મહામંત્રની ધૂન પ્રબળ બની. બધાને થયું, સમય આવી ગયો. રડતા-રડતા સૌએ એમને બેઠા કર્યા. ઉબકા માટે વાટકો આપ્યો, ને વાટકો ભરાઈ ગયો. એમને ભયાનક ઊલટી થઇ. ચિત્ર-વિચિત્ર કલરની ઊલટીઓ થતી ગઈ.


🧘🏻‍♂️ રાત આખી ઉબકા-ઊલટીમાં પસાર થઇ. મળસ્કે એમની આંખ મળી. એ શાંત થયા. બધાએ જોરથી રડવાનું ચાલુ કર્યું. પણ.. રડવાના અવાજે એમની ઊંઘ ઉડી ગઈ, ને આંખ ખુલી. એ બેઠા થયા.એમણે કહ્યું, "મને સારું લાગે છે." અનુભવીઓએ એકબીજાના કાનમાં કહી દીધું, "આ બુઝાતા દીવાનો પ્રકાશ છે. દીવો બુઝાવાનો હોય ત્યારે વધારે પ્રકાશે." ફરી ગુલાબચંદભાઈની આંખ મળી. તો'ય બધા સાવધાન હતા. સૂર્યોદય થયો.


🧘🏻‍♂️ ગુલાબચંદભાઈએ થોડીકવારે આંખ ખોલી, ફરી જોરદાર ઊલટી થઇ. ગુલાબચંદભાઈએ પૂછ્યું, "નવકારશીનું પચ્ચક્ખાણ આવી ગયું?" "હા, ક્યારનું'ય આવી ગયું." ને એમણે પાણી માંગ્યું, કોગળા કર્યા. ને કહ્યું, "મારે મગ ખાવા છે." બધાનું મન રડ્યું, છૂપા આંસુ પાડ્યાં, કારણ કે પાણી'ય નથી ઉતરતું, તો મગ કેમ ખવાશે? પણ.. મગ મુક્યા. ગુલાબચંદભાઈએ પાણી માંગ્યું, ને પાણીનો આખો ગ્લાસ ગટગટાવી ગયા!


🧘🏻‍♂️ બધા સ્તબ્ધ થઇ ગયા. દૂધ પીધું, મગ ખાધા. કોઈના બોલવાના હોશ નો'તા. ને ગુલાબચંદભાઈએ ભરપૂર પારણું કર્યું. ટટ્ટાર બેઠા, પરિવાર જોડે normal વાત કરી. બધા કહે, "ગળામાં ઉતર્યું કઈ રીતે? પાણી નો'તું ઉતરતું, ને રાબડી-દૂધ-મગ.. બધું તમે ખાધું કઈ રીતે?" ગુલાબચંદભાઈ કહે, "જરી'યે દુખાવો નથી." કથા તો લાંબી છે. પણ.. ત્યારપછી ફરી મુંબઈ ગયા.


🧘🏻‍♂️ પહેલા બીમાર હતા, માટે ટેસ્ટ થયા. હવે સારા છે કે નહીં, તેના ટેસ્ટ થયા. ને ડૉ. કે.પી. મોદી બોલ્યા, "ભગવાન છે, છે, ને છે જ. જય નવકાર. કેન્સરનો એક અંશ કે એકે જમ્સ આ બોડીમાં નથી." ગુલાબચંદભાઈ બોલ્યા, "ડોક્ટર! મને બચાવનાર મારો નવકાર." પછી તો સંપૂર્ણ નિરોગી અવસ્થામાં આ ગુલાબચંદભાઈ 36 વર્ષ જીવ્યા!


-------------------------------------------------------

યાદ રહે,

મેડીસીન કરતા મેડિટેશન ચઢે, ને મેડિટેશન પણ જ્યાં fail જાય, ત્યાં મહામંત્ર ચઢે!

-------------------------------------------------------


🧘🏻‍♂️ આજે નવકાર મહામંત્રના હજારો પરચાઓ બની રહ્યા છે. સવાલ આપણી શ્રદ્ધાનો છે. નવકાર પર શ્રધ્ધા, તો કામ સફળ બધ્ધા. ઈચ્છા છે, બે-ચાર ઘટના હજુ નવકારની લખવાની.


આ કથા તો પૂરી થઇ. પણ આ લોકડાઉનનો સમય છે. કોરોના ને કેન્સર, બંનેને કેન્સલ કરવાની શક્તિ નવકાર મહામંત્રમાં છે. પણ શ્રધ્ધા ને સમર્પણ આપણી પાસે જરૂરી છે. કરોને સંકલ્પ.. ઘરે બેસીને આંખોને બગાડવા કરતા, સમયને બગાડવા કરતા.. ચીડિયા થવા કરતા.. લડવાને એકબીજાની કમીઓ ને ખામી જ કાઢવા કરતા.. મહામંત્ર નવકારનો જાપ આખા પરિવાર સાથે કરો. સવા લાખ નવકારનો, નવ લાખ નવકારનો સંકલ્પ કરો.


Trumpએ પણ કહ્યું, પ્રાર્થના કરો, Temple ખોલી દો. છેલ્લે.. તમારા સાધર્મિકને fundથી કે phoneથી મદદ કરી શકો, એટલું કરજો.



वो तैरते-तैरते डूब गए, जिन्हे खुद पर गुमान था,

और वो डूबते-डूबते भी तर गए, जिन पर तूं महेरबान था!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top