મંગળવાર, 29 જૂન, 2021

Motivational Story 120

Talk of the Day Series
_*Motivational Story 120*_

-------------------------------------------------------
*શત્રુંજયના દાદા આદિનાથના દરબારે બનેલો એક પ્રસંગ.*
_વાંચો, સપરિવાર._
-------------------------------------------------------

_*સત્ય ઘટના*_

*Wrist Watch બજારમાં મળે છે. Rolex, Cardinal, HMT પણ મળે છે. પણ.. સમય બજારમાં નથી મળતો.* બદામ બજારમાં મળે છે, કાગદી-મમરો, કડવી-મીઠી, દેશી-વિદેશી, નાની-મોટી. પણ.. બુદ્ધિ બજારમાં નથી મળતી. *બેધારી તલવાર બજારમાં મળે છે, સોનાની, લોખંડની, ધાતુની. પણ.. ખુમારી બજારમાં નથી મળતી.*

બુદ્ધિ કોઈ ખેતપેદાશ નથી. સમય કોઈ સામુદ્રિક નથી. *ખુમારી કોઈ Industrial Product નથી. એટલે જ.. આ દુર્લભ વસ્તુઓ જેને મળે, તેણે એને ખૂબ સાચવીને એનો સદ્‌ઉપયોગ જ કરવો. અને જે એને સાચવી જાણે છે, લોભ, લાલચ ને ભયની સામે.. એને ઈતિહાસના પાનામાં અમર સ્થાન મળે છે.*

_એક સત્યઘટના, બુદ્ધિ, સમય ને ખુમારીના ત્રિવેણી સંગમ જેવા કરસન ચોપદારની._
જગતના સમસ્ત તીર્થોમાં જેને તીર્થાધીરાજ તરીકેનું શાશ્વત સ્થાન, માન ને સન્માન મળ્યું છે, એવા *શ્રી શત્રુંજય તીર્થની ટોચે દાદાના દરબારે બનેલી* આ મસ્ત ઘટના છે.

🐂 *પાલીતાણાના રાજા માનસિંહ શત્રુંજય તીર્થના મહારાજાના દર્શને સપરિવાર ને જંગી સાજન-માજન ને રસાલા સાથે રજવાડી ઠાઠથી ડુંગર ચઢીને દાદાને જુહારવા પરસેવાથી રેબઝેબ ને થાકીને લોથપોથ થવા છતાં'ય ચઢતે ઉલ્લાસે આવ્યા.* ને દાદાને જોતા એનુ ભાવિક મનડું મોર બનીને થનગન-થનગન નાચ્યું. રાજપરિવારે પ્રભુના દર્શન કર્યા.. ને રાજાએ કરસન ચોપદારને યાદ કર્યા.

🐂 *ઉપરનો Staff આખો'ય ખડે પગે ઊભો હતો. ને ત્યાં જ સમય થયો ને કરસન ચોપદાર જે રોજ દિવસમાં ચાર વાર દાદાની છડી પોકારે છે તે આવી ગયો.* રાજા માનસિંહને આજે કરસન ચોપદાર જે દાદાની છડી પોકારે તે સાંભળવાની તીવ્ર હોંશ હતી. *સમયને સાચવનારા કરસન ચોપદારે સમય ન થયો ત્યાં સુધી છડી ન પોકારી.*


-------------------------------------------------------
_યાદ રહે,_
_*ઘડીયાળ સાચવનારા ઘણા, પણ.. સમય સાચવનારા ખૂબ ઓછા.*_
-------------------------------------------------------


🐂 જ્યાં સમય થયો ત્યાં કરસન ચોપદારે રાજાની સામે સ્મિત વેરી છડી પોકારવાની શરૂઆત કરી.


-------------------------------------------------------
_One Minute,_
_*કેટલાક જ્યારે મંદિરમાં પ્રવેશે ત્યારે, જેમ ચંપલ કે Mobile કે દવા બહાર મૂકીને આવે, એમ સ્મિત પણ બહાર મૂકીને આવે. એમના મોઢા પર પ્રાર્થનાસભાની-બેસણાની ઉદાસી-ગંભીરતા કબજો લઈ બેઠી હોય એવુ લાગે. આ તો ભક્તિનો નૃત્યમંડપ છે. અહીં તો આનંદ ને ઉલ્લાસ છલકતા હોય. અહીં તો હૃદયને પ્રભુ પાસે રમતું મૂકી દેવાનું હોય. જકડીને રાખવાનુ ના હોય. પહાડોની વચમાં આબુ-દેલવાડાના મંદિરમાં અમે ગિરીશમામા ને સુમીબેનની ભક્તિ જોઈ હતી ને માણી હતી, જાણે ભક્તિ, ઉલ્લાસ ને પરમાનંદ સદેહે રમવા ઉતર્યા હોય એવુ લાગતું હતું.*_
-------------------------------------------------------


🐂 કથા - *કરસન ચોપદારે એના અસલ મિજાજથી, બુલંદ અવાજે જ્યારે છડી પોકારી, ત્યારે એના પડછંદા ગિરિકંદા સમા પડઘાયા.* ને ડુંગરાનું પંખીગણ પણ ચહેકી ઉઠ્યું. રાજા માનસિંહ ડોલી ગયા, એ ભીના થઈ ગયા. એમના મોઢામાંથી *"વાહ-વાહ"* ના શબ્દો અનાયાસે વહેતા જ રહ્યા. *છડી તો પૂરી થઈ, પણ.. વાતાવરણ હજુ છડીથી આંદોલીત હતું.*

🐂 થોડીકવારે રાજા માનસિંહ બોલ્યા, *"કરસન! તારી છડી સાંભળવી એ પુણ્ય છે. માણસના રોમરોમમાં દાદા રમી જાય, એવી તે છડી પોકારી.* ઘણા વખતથી લોકોના મોઢે ઘણીવાર સાંભળ્યું કે, *છડી તો ભાઈ કરસન ચોપદારની!* આજે લ્હાવો લીધો તારી છડી સાંભળવાનો. *ખૂબ આનંદ મળ્યો. ભાવ આવ્યો ને સંતોષ થયો. કરસન! આ બાજુ આવ. તે મને ખુશ કર્યો, હું તને ખુશ કરી દઉ.''*

🐂 ને રાજા માનસિંહ મનમૌજી. *એમણે પોતાનો સાવ સોનાનો તોડો, જે સવાસો તોલાનો હતો,* એ કાઢીને ચોપદાર સામે ધર્યો. ને કહ્યું, *"કરસન! આ લે મારી ખુશી બક્ષિસ!''* સવાસો તોલાના તોડાને જોઈ સાથે આવેલો રસાલો સ્તબ્ધ બની ગયો. *બધા આશ્ચર્યચક્તિ થઈ ગયા.* ને માનસિંહ રાજાએ ફરી કરસનને કહ્યું, *"લઈ લે. આ મારા રાજીપાની ભેટ છે. આટલી સરસ, સુંદર ને ભાવસભર છડી મારી જિંદગીમાં પહેલી જ વાર સાંભળી છે.''*

🐂 ને કરસન ચોપદારે હાથ લાંબો કર્યો. *રાજા તોડો આપવા સ્હેજ ઝૂક્યા, ને રાજાએ જોયું, કરસને તો ડાબો હાથ લંબાવ્યો છે.* રાજા માનસિંહ એકદમ અટકી ગયા, ને બોલ્યા, *"અલ્યા કરસન! મગજ ઠેકાણે છે કે નહિ?''* કરસન ચોપદાર કહે, "રાજા સાહેબ! બરાબર ઠેકાણે છે.'' *"તો મૂરખ! બક્ષિસ જમણા હાથે લેવાય કે ડાબા હાથે લેવાય? એટલી'ય તને સમજણ નથી. સમજ્યા વિચાર્યા વગર હાથ ધર્યો.''*

🐂 કરસન ચોપદાર કહે, *"રાજા સાહેબ! ડાબો હાથ બરાબર છે. મેં સમજીને જ ડાબો હાથ ધર્યો છે.''* રાજા, *"ચોપદાર! મારે ડાબો હાથ નહિ જ ચાલે. તું જમણા હાથે લે. ચાલ તારો જમણો હાથ લંબાવ.''* કરસન, *"રાજા સાહેબ! જમણા હાથે નહિ લેવાય.''* આકરા થયેલા રાજા માનસિંહે કહ્યું, *"કેમ જમણા હાથે નહિ લેવાય?''*

🐂 તે વખતે કરસન ચોપદારના મોઢામાં ખુમારીનો ખુદાઈ Flow ઉભરાણો. એણે કહ્યું, *"રાજા સાહેબ! જમણો હાથ તો મેં મારા દાદાને સોંપી દીધો છે. મારો જમણો હાથ તો કોઈની સામે ક્યારેય નહિ ધરું. દાદા સિવાય એને ક્યાંય ને ક્યારેય નહિ લંબાવુ.''* રાજા માનસિંહ છંછેડાયા અને બોલ્યા, *"કરસન! તારા ડાબા હાથ માટે અહિ કાણી કોડી'ય નથી. જા.. અહિંથી ચાલ્યો જા. ને જોઈતો હોય આ સવાસો તોલાનો તોડો, તારો જમણો હાથ લાંબો થશે લેવા, તો જ આપીશ. બાકી નહિ આપુ.''* કરસન ચોપદાર એમ જ ઊભો રહ્યો.

🐂 આજુબાજુ ઊભેલા રસાલામાંથી કંઈ કેટલા'યને થયું, *ચોપદારમાં બુદ્ધિ નથી. જમણે હાથે લેવામાં શું નુકસાન? આ કંઈ થોડી દાદાની પૂજા છે કે, ડાબે હાથે ન થાય ને જમણે હાથે જ થાય.* લેવાનું તો ગમે તે હાથે લેવાય. *પણ.. બુદ્ધિને લાલચમાં બદલી દે એવો આ ઢીલો ને લોભીયો નો'તો.* એણે કહી દીધું, *"રાજા સાહેબ! જમણો હાથ તો દાદા સિવાય ક્યાંય નહિ માંગે.''*

🐂 ને રાજા માનસિંહે તોડો બાજુએ મૂકતા કહ્યું, *"ચોપદાર! હજુ'ય વિચારી લે. સવાસો તોલા સોનુ, તારી Life બની જશે. લાંબો કર હાથ, મારા જેવો આપનાર નહિ મળે.''* ને તે વખતે જેની રગરગમાં દાદાની ખુમારી ધગધગે છે, જેની હૃદયગુફામાં દાદા બેઠા છે, એ કરસન ચોપદારના ગળામાંથી સિંહનાદ પ્રગટ્‌યો, ને એણે કહ્યું,


-------------------------------------------------------
_એક મિનિટ કથા પછી વાંચશો,_
_*સાચું કહેશો, આ વખતે તમારી સલાહ શું હોય? આપણે એમ જ કહીએ, જમણો હાથ કંઈ પૂજાની જોડ છે કે બીજે ના વપરાય. જમતી વખતે જમણા હાથે તો ખાય છે, તો લેવામાં શું જાય? આપણને કરસન ચોપદાર ચાંપલો, ઘેલો, ને વેવલો લાગે. આપણે આપણી ખુમારીને મારીને બાણગંગામાં વિધિ કરી આવ્યા છીએ. માટે આપણને એ અવ્યવહારુ ને વેદીઓ લાગે. એ વખતે ખુમારીના પર્યાય જેવો દાદાનો સમર્પિત આશક ચોપદાર બોલ્યો..*_
-------------------------------------------------------


🐂 વાંચો કથા - *"રાજા સાહેબ! તમારા જેવો આપનાર તો મને બીજો મળશે, પણ.. મારા જેવો ના પાડનારો તમને ક્યાંય નહિ મળે.'' ને કરસન ચોપદારે પોતાની નજરો દાદા તરફ માંડી દીધી.* રાજા માનસિંહ એની આંખોમાં ઝલકતું દેવતાઈ તેજ જોઈ નમી પડ્યા.
_કથા તો પૂરી કરીએ. *શત્રુંજાના ડુંગરા પર ને દાદાના દરબારના પરિસરમાં બનેલી આ ઘટના આપણને થોડીક ખુમારી આપી જાય કે દાદા સિવાય આ મસ્તક ક્યાંય નહિ નમે, આ હાથ ક્યાંય નહિ લંબાય. ચોપદારનો હાથ જો સવાસો તોલાનો તોડો છોડી શકે, તો હું જૈન કુળના કે ધાર્મિક Ruleના પ્રતિબંધોને કેમ તોડી શકું, છોડી શકું, તરછોડી શકું? ચલો, કરસન ચોપદારને બોલાવીએ, ને થોડીક ખુમારી જગાવીએ.*_


*હું લંબાવું હાથ મારા, તો તારી ખુદાઈ દૂર નથી,*
*પણ.. હું માંગુ ને તું આપે, એ વાત મને મંજૂર નથી!*



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top