શનિવાર, 26 જૂન, 2021

Motivational Story 140

 Motivational Story 140


-------------------------------------------------------

👉🏼 Please Read with your Sweet Family.

-------------------------------------------------------


સત્ય ઘટના


તક આવે ત્યારે નાની લાગે છે, ને ગયા પછી મોટી લાગે છે.


આ નાનકડા સૂત્રને જે સમજે, તે તક આવતા જ તકને ઝડપી લે, ને પોતાનું તકદીર બદલી દે. તકને નાની-મોટી કહીને તર્ક ને તકરાર કરનાર અંતે તક ગુમાવી દે છે. એટલું જ નહિ પોતાનું તકદીર પણ ગુમાવી દે છે. તક શતરૂપા છે, અનેકરૂપા છે. એ જે પણ રૂપમાં આવે એને વધાવી લો ને લાગી પડો.


એ ઠીંગુજીના રૂપમાં આવે કે લંબુજીના, એટલે કે નાના કામ રૂપે કે મોટા કામ રૂપે આવે, પણ.. તમે એને ઝડપી લો. "તક" તકદીરની ભેટ છે. ભોટ.. એ ભેટને ભેટી નથી શકતો. તક એ Platform છે, Junction છે, જ્યાં બધી જ ટ્રેનો રાહ જોતી રોકાય છે. જે બેસી ગયા તે પહોંચી ગયા!


અગત્યનું,

નાની ટ્રેન પણ મોટા Station પહોંચાડે. ને મોટા સ્ટેશને આવતી મોટી ટ્રેન મોટી Cityમાં શિખરે પહોંચાડે!


એક નાની કથા, મનને સમજાવી શકે એવી પ્રબળ છે. વાંચો.


🇺🇸 નિમણુંક વગર દુનિયાના જમાદાર જેવી વર્તણુંક કરનાર 'America' દેશની આ વાત છે. ત્યાંની Universityમાંથી એક નવયુવાન મજબુત Mark Sheet સાથે Pass થઈ ઘેર આવ્યો. આખું ઘર અને આખો'ય મહોલ્લો-Street બધા જ ખુશ હતા. બધાએ એને વધાવ્યો.


🇺🇸 નામાંકિત, ખૂબ મોટા ઈજનેર બનવાના એના સપના પૂરા કરવા એણે ઈજનેરની Service માટે તપાસ ચાલુ કરી. એના Levelની કંપનીઓમાં એણે તપાસ કરી. એમાં એક દિવસ એણે પેપરમાં Advertise-જાહેરાત વાંચી. જેમાં દેશની માતબર કંપનીમાં ઈજનેરની જરૂર છે, જગ્યા છે, એવું લખ્યું હતું.


🇺🇸 એ સીધો જ ત્યાં પહોંચી ગયો. ને Managerને 'નમસ્તે' કરી એણે પોતાના Certificate આદિ પેપરો આપ્યા ને કહ્યું, “મને તમારી કંપનીમાં Service આપશો, તો હું તમારો આભારી થઈશ.‘’ મેનેજરે યુવાનની આંખોમાં તેજ જોયું.


🇺🇸 એમણે થોડીક વ્યથા સાથે કહ્યું, “Sorry! તમારા જેવા તેજસ્વી યુવાનને હું અમારી કંપનીમાં Joint નથી કરી શકતો. કેમકે ઈજનેરની જગ્યા થોડાક સમય પહેલા જ ભરાઈ ગઈ છે. દોસ્ત! તું થોડોક જ Late પડ્યો.‘’ આ નવયુવાન બોલ્યો, “Thank you Sir!‘’


🇺🇸 ને એ જવા માટે ઊભો થયો ત્યાં જ Manager બોલ્યા, “જો દોસ્ત! તારે Service કરવી જ હોય, તો ઈજનેરની જગ્યા તો ખાલી નથી જ. પણ.. અમારી કંપનીમાં એક Typistની જગ્યા ખાલી છે. પણ.. તારી લાઈન ઊંચી અને જુદી છે.‘’ પેલો યુવાન કહે, “Sir! હું Ready છું, તૈયાર છું.‘’ Manager કહે, “તો 5 દિવસમાં જોડાઈ જાઓ. Joint કરી લો.‘’*


🇺🇸 ઈજનેર યુવાન જ્યારે ઘરે આવ્યો.  બધાને જ્યારે ખબર પડી કે Typistની નોકરી નક્કી કરી છે, ત્યારે Friend Circle ને પરિવારે નારાજ થઈને કહ્યું, “તું Engineering Universityનો Brilliant Student ને Typist જેવી સામાન્ય નોકરી!!! તને આ ન શોભે. બીજે Interviewની તપાસ કર. બાકી આ તો શરમ કહેવાય. નથી બરાબર."


🇺🇸 એ વખતે આ તેજસ્વી ને સત્ત્વશાળી યુવાન બોલ્યો, “ઊંચા આસમાનને આંબવા નીચે ધરતીના Runway પરથી જ વેગ પકડાય. સામાન્યમાંથી જ અસામાન્યમાં જવાય. Halogenની રાહ જોઈને બેસી રહેનાર કરતા Battery લઈને ચાલનાર જલ્દી પહોંચે છે. 'હાજર સો હથિયાર' માને, તેની હાર નથી થતી.‘’ બધા ચૂપ થઈ ગયા.


🇺🇸 આ નવયુવાન બરાબર પાંચમે દિવસે કંપનીની Officeમાં Manager સામે 'નમસ્તે' કહીને અદબ સાથે ઊભો રહ્યો. મેનેજરે સ્મિત સાથે એને Chair પર બેસવા ઈશારો કર્યો. થોડીકવારે મેનેજરે પૂછ્યું, “તૈયાર?‘’ “જી Sir!‘’ “તો ચઢી જાઓ અત્યારથી જ તમારા કામ પર. Service આજથી જ Joint!‘’


🇺🇸 ને યુવાન કામ પર ચઢી ગયો. દિવસો વીતતા રહ્યા. એ પોતાનુ કામ ખૂબ જ ચીવટથી અને ઉત્સાહથી પાર પાડતો રહ્યો. ઘરે જાય ત્યારે ઘરવાળા ને મિત્રો મળે, તો મિત્રો બધા એક જ કહે, “આવું નાનું કામ કરતા તને શરમ ન આવે? તું ઈજનેર!‘’


🇺🇸 એ કહે, “શરમ તો કામ વગરના બેસવું તે છે. કામ કરવામાં વળી શરમ શું? 2,000ની નોટ ગણો કે 500ની ગણો, 2,000ની 100 નોટ પૂરી થશે ને 2,00,000/- થશે. તો 500ની 200 ગણો ને 2,00,000/- લાખ થશે. હવે નોટ મોટી કે નાની, ગણવામાં શરમ શેની?‘’ બધા એના જવાબ સામે લાજવાબ હતા.


🇺🇸 એક દિવસની વાત છે. આ યુવાન એક કંપનીના મહત્વના Letterનું Typing કરી રહ્યો હતો. એની આંગળી Typewriter પર જાણે નૃત્ય કરી રહી હોય તેમ ફરી રહી હતી. જાણે તાનપુરાના તાનમાં મસ્ત બનેલા કોઈ કલાકારની આંગળીઓ તાર પર Step લઈ રહી હતી.


🇺🇸 આજે Manager પોતે Round પર નીકળ્યા હતા. Manager મુગ્ધ બની આ યુવાનને જોઈ રહ્યા. આમે’ય Managerને આ યુવાન પહેલેથી જ હોનહાર લાગી ગયો હતો. એટલે એમનુ ધ્યાન વિશેષ આ યુવાન તરફ રહેતું. થોડીકવાર ઊભા રહ્યા બાદ મેનેજરે યુવાનના ખભે હાથ મૂક્યો.


🇺🇸 યુવાને પાછળ જોયું ને મેનેજરને જોતા જ ઊભો થઈ ગયો. નમસ્તે કર્યા ને સ્મિત સાથે ઊભો રહ્યો. Manager કહે, “દોસ્ત! તું ઈજનેર છે કે Typist? આપણી કંપનીમાં કદાચ તું સર્વશ્રેષ્ઠ છે. તે Typing Class ક્યાં કર્યા? તારી Practice કેટલા વર્ષની?‘’ યુવાન બોલ્યો, “Sir! આપની કંપનીમાં જોડાયો એટલા દિવસની." Manager કહે, “મહિનાની જ?‘’


🇺🇸 યુવાન, “Sir! જે દિવસે હું આપને ત્યાં Interview માટે આવ્યો, એ દિવસે Engineeringના સપના લઈને આવ્યો હતો. પણ.. આપની કંપનીમાં ઈજનેરની જગ્યા ખાલી નો’તી. આપે કહ્યું, Typistની જગ્યા ખાલી છે. એ પછી 5 દિવસ હું Typewriting Machine ભાડે લઈ આવ્યો. ને 5 દિવસ રાત-દિવસ જોયા વગર સતત ને સખત મહેનત કરીને Typing કરતા શીખી ગયો. બસ! આટલી જ Practice."


🇺🇸 મેનેજરે યુવાનને થાબડ્યો ને કહ્યું, “તું એક દિવસ Top પર પહોંચીશ." ને બન્યું પણ એવુ જ. ખંતથી, ચીવટથી ને હોંશથી મળેલી તકને જેણે વધાવીને કામ કર્યું. એ યુવાન આગળ જતા United States of Americaના 31માં President બન્યા, જેમનું નામ "Mr. Herbert Hoover."


કથા તો પૂરી કરીએ. પણ.. એક તકને વધાવનારનું તકદીર એને વિશ્વની સર્વોચ્ચ સત્તા પર આસીન કરી ગયું. એક સંકલ્પ કરો, કોઈપણ કામને નાનું માની કરતા શરમાવું નહિ. જે સમયે જે મળે તેનો ઉપયોગ કરતી શીખી જાઓ. World એ Open Market છે, Opportunityને વધાવતા શીખો.


-------------------------------------------------------

વિશેષ :

આવતીકાલે (ભાદરવા વદ 12, સોમવાર, તા. 14.9.2020) પરોઢિયે 5:00 ક. થી 7:00 ક. દરમ્યાન પુષ્ય નક્ષત્રની શુભ ક્ષણોમાં શ્રી નમસ્કાર મહામંત્રનો ભાષ્ય જાપ પૂ. ગુરૂદેવશ્રીની નિશ્રામાં શ્રી ભીલડીયાજી મહાતીર્થ થશે. સર્વેને સ્વસ્થાને રહીને જાપ કરવા ખાસ ભલામણ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top