સોમવાર, 28 જૂન, 2021

Motivational Story 135

 Motivational Story 135


-------------------------------------------------------

આપના પરિવારને સામે રાખીને જ વાંચજો.

-------------------------------------------------------


એક મસ્ત Slogan છે, વાક્ય છે - "મનગમતું મળે.. તે નસીબદાર છે, ને મળેલાને મનગમતું કરે.. તે સમજદાર છે!" નસીબદાર બધા સુખી હોય તે Guarantee નથી. જ્યારે સમજદાર બધા જ સુખી હોય, તે'ય 100%. સમજ એટલે સંતોષ. સમજદાર સંતોષી જ હોય. સમજદાર ફરિયાદી ના હોય. નસીબદાર ફરિયાદી હોઈ શકે છે.


સુખનો સંબંધ નસીબ સાથે નથી, સમજ સાથે છે. પૈસાનો સંબંધ નસીબ સાથે હોય, બાકી પાક્કી વાત કે સુખ સમજથી જ છે. મુંબઈના Posh Areaમાં રહેનારા Richest ફેમીલીઓ Depressionથી પીડાય છે. Divorce ને Diabetesથી પરેશાન છે. નસીબ અને સમજ જેમ જુદા છે, એમ સંપત્તિ ને સમજ પણ અલગ જ છે. સમજદાર હંમેશા મૌજમાં જ હશે. કેમકે જે મળ્યું છે એમાં એને સંતોષ હશે. જે મળ્યું, તેને એ માણશે. ને મનગમતું કરી લેશે, એમાંથી મજા લેશે.


એક નાનકડી કથા. ભલે કાલ્પનિક છે, પણ.. વાસ્તવિકતાને ચોક્કસ કહી શકે તેટલી સક્ષમ છે.


વાંચો.


🦚 એક હતો સાવ કાળો કાગડો. એક દિવસ એના મનમાં ભૂત ભરાયું કે.. હું કેટલો કાળો છું. ને એ ઉડ્યો. ઉડતા-ઉડતા ગીચ જંગલને પાર કરી ટેકરા ને ટેકરી વટાવી એ સરોવર કિનારે પહોંચ્યો. એમાં તરતો હંસ જોયો. દૂધ જેવા શ્વેત હંસને જોતા જ કાગડો Upset થઈ ગયો. એ બોલી ઉઠ્યો, "આહ! કેટલુ ગોરું-ગોરું રૂપ. ને હું કાળા કોલસા જેવો કાળો!"


🦚 એ ઉડીને હંસની પાસે ગયો. ને બોલ્યો, "હંસ! તારો દેહ કેટલો ઉજ્જવલ ને મારું શરીર કાજળસુ કાળું. મને મારા રંગ પર નફરત જાગે છે. તમારો કલર-રંગ જો મને મળી જાય તો દુનિયામાં સુખી બની જાઉં. હંસ! તું કેટલો સરસ દેખાય છે. તારા જેવુ રૂપાળુ કોઈ નહિ.''


🦚 પણ.. ત્યાં જ કાગડાના આશ્ચર્ય વચ્ચે હંસે મોઢુ મચકોડીને કહ્યુ, "કાગડા! મારો રંગ તને ગમ્યો? મને તો પોપટનો રંગ ખૂબ પસંદ. મારે તો માત્ર એક જ White Colour. જ્યારે પોપટ કેટલો મસ્ત! એની ચાંચ લાલ, એના ગળે શ્યામલ કંઠલો, એની આંખની ફરતે ગોળ વર્તુળ, એનો રંગ પોપટી, એનો અવાજ મીઠો. મને તો પોપટ જેવો રંગ જોઈએ. હું રોજ પોપટને જોઈ-જોઈ હીજરાઉ. મારે એક રંગ, એને અનેક રંગ.'' કાગડો આ સાંભળતા જ ઉડ્યો.



-------------------------------------------------------

યાદ રહે,

અસંતોષ અસ્થિરતા આપે.

-------------------------------------------------------



🦚 ને સીધો જ પોપટની પાસે જઈ પહોંચ્યો. ને પોપટને મુગ્ધ નજરે જોઈ રહ્યો. પોપટ બોલ્યો, "બોલ કાગડા! કેમ અટાણે આવ્યો?" કાગડો કહે, "પોપટ! તારો રંગ કેટલો મસ્ત! તારી ચાંચ, તારી આંખ, તારી પાંખ બધુ જ મસ્ત, Colouring! હું સાવ કાળો. મને મારી જાત માટે ખૂબ નફરત જાગે છે. તું કેવો સરસ!''


🦚 ત્યાં જ પિંજરામાંથી પોપટ બોલ્યો, "કાગડા! મારો Colour તો કંઈ નથી. તું એકવાર મોરને જો. એના નજારાને જો. એના જેવુ સૌંદર્યવાન કોઈ નથી. એ કેટલો ખુશ રહે છે. સૌથી ખુશનસીબ એ જ મોર પંખી છે. એને જોઈ-જોઈ મન મારું બળે. મારા કરતા એ કેટલો અદ્‌ભૂત! કેટલો ભાગ્યવાન!''


🦚 પિંજરાના પોપટની વાત સાંભળી કાગડો ઉડ્યો મોર જોવા. ને જ્યારે એ મોર પાસે પહોંચ્યો તો એણે જોયું, મોર કળા કરી રહ્યો હતો. એને જોવા સેંકડો માણસોની ભીડ મોરની ઊંચી ઊંચી જાળીવાળા વિરાટ પાંજરાની આસપાસ જામી હતી. કાગડો તો મોરના સૌંદર્યને જોતી ભીડને જોઈ આભો બની ગયો. થોડીકવારે મોરે નાચવાનુ બંધ કર્યું. એના રંગબેરંગી ફેલાયેલા મોરપીછો એણે પાછા વાળી લીધા.


🦚 ને મોર પિંજરામાં ટહેલવા લાગ્યો. મોર એકલો ચણી રહ્યો હતો. કાગડો ત્યાં પહોંચ્યો. ને બોલ્યો, "મોર! તું કેટલો નસીબદાર! તને જોવા લોકોની ભીડ જામે છે. તારા નૃત્ય પર સૌ ફીદા થઈ જાય છે. તારું એક એક પીછુ અદ્‌ભૂત છે. પંખીઓમાં તું જ સારભૂત છે. તું જ સૌથી સુખી પંખી છે. તારા જેવું સુખી પંખી કોઈ નથી. ને મારા જેવુ દુઃખી પંખી કોઈ નથી. તારા નવરંગો ને હું કાળીયો એકરંગો!"


🦚 "મને તો મરવાના વિચાર આવે. બસ! Suicide કરી જિંદગી સમાપ્ત કરી દઉં એમ થયા કરે. જો.. તને જોવા લોકો કરે ભીડ. જ્યારે મને જોતા જ કરે ચીડ. ને પથરા મારી ઉડાડી મૂકે. મોર! તારા જેવો કોઈ નહિ. હું તારા જેવો હોત તો કેટલુ સારું થાત!'' ત્યાં જ મોર બોલ્યો, "કાગડા! આવી ભૂલ ભૂલેચૂકે'ય કરતો નહિ. મને મારા આ રંગો જોઈ ભયંકર ખેદ થાય છે."


🦚 "કાશ! મારા આવા રંગો ન હોત, તો આજે મારે આ પાંજરામાં પૂરાવું ના પડત. આ રંગોએ જ મને જેલ આપી છે. આ સુંદરતાએ જ મને પરાધીન બનાવ્યો છે ને પાંજરે પૂર્યો છે.'' મોર આગળ બોલ્યો, "કાગડા! આ આખા'ય પક્ષીઘરમાં તું જો બધા જ રંગીન પંખીઓ પૂરાયા છે. ઉમ્રભરની આજીવન કેદની સજા પામ્યા છે. તને આ આખા'ય પંખી સંગ્રહાલયમાં ક્યાંય કાગડો દેખાયો?"


🦚 "અહીં કાગડો પિંજરામાં નથી પૂરાયો. હું રોજેરોજ વિચારુ છું કે હું કાગડો હોત તો, આજે જેલમાં ન હોત!!! હું'ય આ ભૂરા આકાશમાં ઉડતો હોત, મનગમતા ફળો ખાતો હોત ને ઊંચી-ઊંચી ટેકરીઓ પર જઈ ગાતો હોત, નાચતો હોત. કાશ! હું કાગડો હોત!'' ને મોરની આંખમાં ભીનાશ તરવરી ને થોડીક વારે આંખ નીતરી.


🦚 કાંગડો આ સાંભળતા સ્તબ્ધ બની ગયો. એ ઉડ્યો. ને ગીચ જંગલો વટાવી, ટેકરીઓ પાર કરી પાછો પોતાના મુકામે પહોંચ્યો. ને ઝાડ પર બેસી પોતાનો સૂર છેડ્યો. કાગડો આજે પોતાના રંગથી ખુશ હતો!


કથા તો પૂરી કરીએ. પણ.. એ જ રંગ, એ જ રૂપ રહ્યુ, કોઈ જ બદલાવ નહિ, છતા કાગડો ખુશ હતો. કેમકે કાળો રંગ મનગમતો બની ગયો હતો. જેણે જીવનમાં દુઃખી ન થવુ હોય તેણે મળેલાને મનગમતું કરી દેવું. જિંદગીમાં બધું જ મનગમતું મળે, એવું તો કોઈ એક માટે'ય શક્ય નથી જ. પણ.. મળેલાને મનગમતું કરી લેવું એ તો બધા જ માટે શક્ય છે.


સુખી થવાનો આ Shortcut આપણા Natureને Short Temper થતા બચાવી, Sweet Nature બનાવી દેશે. Try કરો, આજે જ Instant સુખનો અનુભવ કરો. ઘર-પરિવારને મનગમતું કરો, સુખ આંગણે રમતું આવશે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top