સોમવાર, 28 જૂન, 2021

Motivational Story 129

Talk of the Day Series

Motivational Story 129

Part A


-------------------------------------------------------

સંવત્સરી મહાપર્વ પૂર્વે એક હૃદયસ્પર્શી કથા. આંખના ખૂણા ભીના કરી જશે.

સપરિવાર અવશ્ય વાંચજો.

-------------------------------------------------------


સત્ય ઘટના


માત્ર હૃદય જ આપી શકે એવુ દાન, એટલે ક્ષમાદાન! દુનિયાના ઘણા દાન આપવા સહેલા છે, આસાન છે. પણ.. આ દાન કોઈ વીરલા ને દરિયાવદિલ જ આપી શકે. દિલનું દાન - ક્ષમાદાન. અને જ્યારે આ દાન કોઈ આપે છે ત્યારે, જનમાનસ એને પોતાની યાદોની દુનિયામાં ને પોતાની વંશપરંપરામાં વર્ણવીને.. સાચવીને એને અમર બનાવી દે છે.


એક સત્ય ઘટના, જે અંતરના આંગણાને ચોખ્ખુ કરી જશે. ને મૈત્રી-ક્ષમા ને પ્રેમની.. શુદ્ધિની રંગોળી કરી જશે. ચાલી રહેલા પર્વાધિરાજ પર્યુષણા મહાપર્વને વધાવવા આટલુ થશે, તો આગળ બધુ જ થશે.


⚔️ હતા તો બંન્ને સગા મામા-ભાણેજ. પણ.. ભાણા વ્યવહાર બંધ હતો. રોજ બંન્ને એકબીજાને પછાડવાના.. રંજાડવાના પેંતરા રચે. બંન્ને પાછા પડે. પણ.. બંન્નેના પૈસા તો પડે. બંન્ને વચ્ચે વેરઝેર ભારે બંધાયા હતા ને એનું કારણ હતુ, 'એક જમીન.' તે જમાનામાં 10,000/-ની આ જમીન પર બંન્ને પોતાનો એકાધિકાર ગણતા હતા.


⚔️ ભાણેજ કહે, "આ જમીન મારી જ છે. હું નહિ જ છોડું." મામા કહે, "આપણા હિસાબમાં જમીન મારી નક્કી થયેલી છે. હું કોઈપણ ભોગે જમીન જવા નહિ જ દઉ." ભાણેજ કહે, "લખાણ હોય તો લાવો." મામા કહે, "સંબંધોમાં Stamp Paperને Signature નથી કર્યા. મને શું ખબર કે તું આવો પાકીશ."



-------------------------------------------------------

યાદ રહે,

ઝઘડા ને છાશ પડ્યા રહે તેટલા વધુ ખાટા થાય.

-------------------------------------------------------



⚔️ સંબંધોમાં એટલી ખટાશ આવી ગઈ કે બંન્નેએ એકબીજાના પ્રસંગોમાં જવાનું પણ બંધ કરી દીધુ. ને હદ તો ત્યારે થઈ જ્યારે મામા-ભાણેજના નામના બે પક્ષ પડી ગયા. જે સગા ભાણેજના પ્રસંગ Attend કરે એની જોડે મામા સંબંધ Cut કરે. ને જે મામાના પ્રસંગમાં જાય તેની જોડે ભાણો વ્યવહાર કાપી નાખે.


⚔️ ગામમાં કેટલા’ય Petrol Pumpના માલિક હતા. તો કેટલા’ય Fire Brigade બંબા’ય હતા. પેટ્રોલપંપીયાને મજા આવે. એ બળતામાં કેરબો ઠાલવે જ. ને સાથે રહીને મજા લે. તો.. અગ્નિશામકો Water Flow - પાણીનો મારો કરે. પણ.. આગ વધતી જ ગઈ. બંન્ને હઠે ચઢ્યા, જીદ્દે ચઢ્યા. ને અંતે કોર્ટે ચઢ્યા. વકીલો કંઈ સગા નો’તા. કેસ લંબાતો ચાલ્યો. વકીલો ને તો ઘી-કેળા થઈ ગયા.


⚔️ કેવું! પરસ્પર દુશ્મન એવા વકીલોએ કર્યો સંપ ને સગા મામા-ભાણેજે વધાર્યો કુસંપ! બંન્ને પક્ષે ખર્ચા વધાતા ચાલ્યા. Judgeને 50,000/-ની લાંચ આપી. તો’ય નિવેડો દૂર-દૂર જતો ગયો. એક દિવસ ભાણેજ કંટાળ્યો. એનુ મગજ શેતાની બની ગયુ. ભયાનક ક્રોધ ને તીવ્ર વેરઝેરે એને માનવના ખોળે દાનવ બનાવી દીધો. ને ઈન્સાનના લિબાશમાં એને શેતાન બનાવી દીધો. એ અંધારી રાતે ગુંડાઓની વસ્તીમાં ગયો. ને ધારદાર છરો મોં માંગ્યા દામ આપી ખરીદી લીધો. ને ગુંડાઓ જોડે પણ સોપારી આપીને બોલાવુ ત્યારે હાજર થઈ જવાનુ નક્કી કરી લીધુ.


⚔️ 10,000/-ની જમીન માટે બે’ય પક્ષે લાખ ઉપર ખર્ચી નાખ્યા. ને હજુ વધારે ખર્ચવાની તૈયારી સાથે બેઠા છે. માણસ અઘરો કોયડો છે. 10,000/-ની જમીન માટે 10 ઘણા પૈસા તો વેડફી નાખ્યા. ને હજુ વેડફી નાખવાની પૂરી ને પાક્કી તૈયારી છે.



-------------------------------------------------------

Note Down,

ઝઘડા ચીજના નથી હોતા, જીદના હોય છે.

-------------------------------------------------------



⚔️ મામા’ય કમ નથી. એણે’ય પોતાની Game ગોઠવી દીધી છે. બંન્ને મોકાની તલાશમાં છે. પણ.. હજુ બંન્નેનું પુણ્ય ખલાશ નો’તુ થયુ. ને આવ્યા પર્વાધિરાજ પર્યુષણા મહાપર્વ! અને જૈનનો દિકરો આ દિવસોમાં દેરાસરે જાય.. જાય ને જાય જ. ને જો થોડા’ય સંસ્કાર હોય તો તે વ્યાખ્યાનમાં’ય હાજરી પૂરાવે જ. ને જો થોડોય ભાવુક ને ધર્મ સમજ્યો હોય તો 17 પ્રતિક્રમણ પણ કરે. છેલ્લે.. જેટલુ શક્ય હોય તેટલુ તો કરે જ.



-------------------------------------------------------

થોડા જ સમય પહેલા તો એવુ હતુ કે, પરદેશ વસતો જૈન પણ ધંધો-ધાપો Pending કરી 15 દિવસ પર્યુષણા પર્વ આરાધના માટે કાઢતો જ. ક્યારેક.. રાજીયા-વાજીયા શેઠની વાત ને મુંબઈ સાયન સંઘની વાત લખશું.

-------------------------------------------------------



⚔️ પર્વાધિરાજ પર્યુષણ પર્વ આવ્યા એટલે પરિવારની ધર્મનિષ્ઠા શ્રાવિકાઓએ ઘરમાં કહી દીધુ, "પૂજા, પ્રવચન ને પ્રતિક્રમણ Compulsory છે." આ બાજુ કેસ લંબાતા પર્યુષણમાં’ય વકીલોના ચક્કર ચાલુ રહ્યા. પણ.. શ્રાવિકાઓ વ્યાખ્યાનમાં લઈ આવી. મન વગર ભાણીયો’ય વ્યાખ્યાનમાં આવ્યો છે ને મામા’ય આવ્યા છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top