Motivational Story 131
Part A
-------------------------------------------------------
આપના પરિવાર સાથે જ વાંચજો.
-------------------------------------------------------
સત્ય ઘટના
કલ્પનાને કોઈ બંધન નથી હોતા, એટલે કલ્પના સાત સમંદરને પેલે પાર જઈ આવે. અનુમાનને કોઈ આડ નથી, એટલે એ સાતમે આસમાને પહોંચી આવે. પણ.. સત્યને સીમાડા છે, સત્ય Solid છે, નક્કર છે. સત્યને પાયો છે, સત્ય પોકળ નથી, અનુમાન અને કલ્પનાની જેમ. તે છતાં.. ક્યારેક સત્યની ઊંચાઈને.. એની અગાધતાને પહોંચવાની, કલ્પના ને અનુમાનની તાકાત વામણી પુરવાર થઈ છે ને થાય છે.
એક સત્ય ઘટના. સત્યની અગાધતા ને મેરૂશી ઊંચાઈને પહોંચવા-આંબવા કલ્પના વામણી છે, તે તમે જ કહી ઉઠશો.
વાંચો.
🦚 અલબેલી મુંબઈ નગરી. પરાનુ નામ છે બાન્દ્રા. લાખો લોકોથી ધમધમતા આ વિસ્તારના એક ખૂણે એક Apartmentમાં લગ્નનો પ્રસંગ હતો. ઘણાબધા સગાવ્હાલા ને Friend Circle ઉમટ્યું હતુ. લગ્નનો પ્રસંગ લાખોના ખર્ચે ઉજવાયો. મિત્રોએ રેખાને જોઈ કહ્યુ, "દોસ્ત! તારી ભાગ્યની રેખા આ પનોતા પગલે બદલાઈ જશે.'' બધુ જ સમૂસૂતર પાર પડ્યું. પણ.. બધુ જ જો સમૂસૂતર પાર પડે, તો સંસાર કેમ કહેવાય!
🦚 લગ્નના થોડાક દિવસો પસાર થયા. વહુ ખૂબ જ નમ્ર વિનયી-વિવેકી. પણ.. વહુનો આ વિનય સાસુને અભિનય લાગ્યો. વહુની સામે જવાબ ન આપવાની મનોવૃત્તિથી સાસુને વહુ મીંઢી લાગી. સવારે પગે લાગવા ને રાત્રે પગ દાબવા આવી જતી વહુ સાસુને લુચ્ચી લાગી.
-------------------------------------------------------
યાદ રહે,
ગગનમાં રહેલા નવગ્રહ જો નડતા હોય, તો તેનો જાપ છે. રે! કેટલા'ય પંડાઓ, બ્રાહ્મણો પૈસા લઈ પોતે જાપ કરી તમને પીડામુક્ત કરવાની દુકાન ખોલી બેઠા છે. જે હોય તે. પણ.. ગગનમાં રહેલા નવગ્રહ જો નડતા હોય, તો તેનો રસ્તો છે, ઉપાય છે. પણ.. મનમાં રહેલા ગ્રહોનો ઉપાય પંડાઓ, બ્રાહ્મણો નહિ જ કરી શકે. મનના ગ્રહોમાં એક ગ્રહ છે, જેનુ નામ પૂર્વગ્રહ. આ પૂર્વગ્રહથી મુક્તિ બહુ જ કઠીન છે, મુશ્કેલ છે.
-------------------------------------------------------
🦚 કથા - સાસુની દ્રષ્ટિ એટલી બધી Prejudice થઈ ગઈ - પૂર્વગ્રહથી ગ્રસિત થઈ ગઈ કે, એને વહુને જોઈ ઉબકા આવવા લાગ્યા. એના મનમાં વહુ પ્રત્યે ભયાનક નફરત ઘૂંટાતી ગઈ. ને જે મનમાં આવે તે વચનમાં આવે. ને મનમાં ને વચનમાં આવેલું અંતે વર્તનમાં આવ્યા વગર રહે જ નહિ. એક દિવસ સાસુએ વહુનો ઉધડો લઈ લીધો ને આટલા દિવસની ખાજને એમણે ઉતારવાની શરૂઆત કરી.
🦚 જો કે.. વાત એટલી જ હતી કે, રેખા વહુએ સાસુને એક દિવસ કહ્યુ, "મમ્મી! તમે હવે આરામ કરો. હું બધુ જ કરી લઈશ.'' ને મચ્છુ ડેમ તૂટ્યો! સાસુએ આંખ ફેરવીને હાકોટો પાડ્યો ને કહ્યુ, "મને રસોડામાં આવવાની ના પાડનાર તું કોણ? આજકાલની આવેલી મને ઘરમાં મનાઈ કરનાર તું વળી કોણ? ચૂપચાપ રહેજે. નહિ તો મારા જેવી ભૂંડી કોઈ નહિ."
🦚 રેખા વહુ તો ડઘાઈ ગઈ, સ્તબ્ધ બની ગઈ, ગભરાઈ ગઈ. જાણે રાની બિલાડીએ ચકલી પર.. ઉંદરડી પર તરાપ મારી. કેટલીય વાર સુધી તો એનુ મગજ કંઈ વિચારી જ ન શક્યું, એ હદે એ શૂન્ય બની ગઈ. ત્યાં જ સાસુની વાઘગર્જના થઈ, "આ તારા ઢોંગ બંધ કર. ને કામ કર. થાંભલાની જેમ ખોડાઈને ઊભી ના રહે.'' ને સાસુ બે-ચાર સંભળાવી પોતાની રૂમમાં ચાલી ગયા. રેખા રડી પડી.
🦚 મા-બાપના ઘરમાં સંસ્કારી ને Rich Familyમાં લાડકોડમાં ઉછરેલી.. એણે આવી કોડાફાડ ભાષા ક્યારેય સાંભળી નો'તી. એનુ કોમળ હૈયુ ઘવાઈ ગયુ. એ પોતાના Bedroomમાં જઈ ખૂબ રડી. પણ.. ખૂબ સમજદાર હતી, એટલે થોડીકવારમાં મોઢુ ધોઈ Fresh થઈ પાછી કામ પર લાગી ગઈ. સાંજ પડી. સાસુએ રાતની રસોઈનો Order આપી દીધો. રેખા કહે, "હા મમ્મી!'' સાસુ, "બહુ ટાયલા કરવાની જરૂર નથી.'' ને ચાલી ગયા.
🦚 હવે પછીના રોજના દિવસો રેખા માટે ત્રાસદાયક બની ગયા. કોઈને કોઈ વાત પર સાસુ રેખાને ઉતારી જ પાડે અને એના દરેક કામમાં ખોડ કાઢે જ કાઢે. એકવાર રેખાએ ખૂબ હિંમત કરી પૂછ્યું, "મમ્મી! તમે મારી પર નારાજ કેમ છો?'' સાસુ, "બહુ હુંશીયારી મારવાની જરૂર નથી.'' ને એ ઊઠીને ચાલ્યા ગયા. બિચારી રેખા! એ ન સમજી શકી કે, અહિં તારી દરેક પ્રવૃત્તિનું અર્થઘટન ને તારા દરેક શબ્દનો અર્થ ઊંધો એટલે સાવ વિપરીત જ લેવામાં આવશે.
🦚 સાંજે પતિ આવ્યો. એણે બધુ જ ભૂલી પતિને જમાડ્યા. ને પછી સાસુને કહ્યુ, "મમ્મી! એમણે જમી લીધુ. તમે જમવા આવો.'' સાસુ બોલ્યા, "મારે વાર છે. ઉતાવળ હોય તો મારે જમવુ નથી.'' રેખા કંઈ ન બોલી. થોડીકવારે સાસુ વજનદાર બનીને જમવા બેઠા. રેખા રાત્રે 9:30 વાગે ગરમાગરમ ફુલકા બનાવીને ઘી ચોપડી પીરસતી ગઈ.
🦚 પણ.. ત્રીજે ફૂલકે સાસુ બોલ્યા, "કેમ, ઘી ખલાસ થઈ ગયુ છે? મારા ઘરમાં તારા ઘર જેવી કંજુસાઈ ન પરવડે. કમસેકમ ઘી તો સરખુ ચોપડો.'' રેખાએ ફૂલકા પર ઘી થોડુક વધારે લગાડ્યું. ને સાસુ ફરી ત્રાટકયા, "મારા ઘરમાં આવો બગાડ હું કોઈ હિસાબે ચલાવી નહિ લઉ.'' ને એમણે ઘીની વાઢી લઈ લીધી. સાસુને જમાડ્યા પછી રેખા જમવા બેઠી. એણે લુખ્ખી રોટલી ખાઈ લીધી.
🦚 રાત્રે પતિએ પૂછ્યું, "રેખા! આજે તારી તબિયત બરાબર નથી કે શું? મોઢુ કેમ સ્હેજ કરમાયેલુ લાગે છે?'' ને મા-બાપ છોડીને આવેલી એકની એક લાડકી દિકરીનુ દિલ ભરાઈ ગયુ. પણ.. એની ખાનદાનીએ એને આગળ જ વધવા ન દીધી. એ બોલી, "ના રે ના! આ તો આજે જરા માથુ ચઢ્યું છે. બાકી.. કાંઈ નથી.'' એણે એક અક્ષર પણ ફરીયાદનો ના ઉચ્ચાર્યો.
🦚 દિવસો ને મહિનાઓ વીતતા ચાલ્યા. જોતજોતામાં વર્ષ પૂરુ થયુ. પણ.. દિકરાને ગંધ પણ નથી કે ઘરમાં મમ્મી.. પત્ની જોડે કેવો Rough & Tough વ્યવહાર કરે છે. એણે મમ્મીને કહ્યુ, "મમ્મી! Anniversary પહેલી જ આવે છે. શનિ-રવિ રજા છે. લોનાવાલા જઈ આવુ? રેખાને'ય થોડુક બહાર ફરવાનુ થઈ જાય.'' મમ્મી, "હા બરાબર છે. જઈ આવો. ફરી આવો. થોડા Fresh થઈ આવો.''
🦚 Ticket Book થઈ ગઈ. રજા લેવાઈ ગઈ. ત્રીજે દિવસે સાસુએ, "તું ઘર ચોખ્ખુ નથી રાખતી.'' એમ કહીને રેખાને ધમકાવાનુ ચાલુ કર્યું. ને Taunt મારતા કહ્યુ, "અમારા ઘરમાં સારા-સારા ને મોટા-મોટા માણસો આવતા હોય છે. એટલે ઘરને સાફસૂફ રાખો. ચોખ્ખુ રાખો. તમારા ઘર જેવુ અમારા ઘરને ન સમજો. થોડુક જ્યાં હો ત્યાંના રીતરિવાજ સમજો. બહાર ફરવા જવાના શોખ થાય છે. ઘરમાં તો પગ ટકતો નથી. મારે અહિં એકલી રહેવાનુ. મારા દિકરાને'ય તે પલટી નાખ્યો.'' સાસુ ખૂબ બોલ્યા.
🦚 રાત્રે રેખાએ પતિને કહ્યુ, "આપણે લોનાવાલાનો Programme Cancel કરીએ. મમ્મીને એકલી મૂકીને બે દિવસ જવા મારુ મન માનતુ નથી.'' પતિ, "અરે! હું ઓફિસેથી ઘણીવાર Tour પર 8-8 દિવસ જતો હતો. ને લોનાવાલા માટે મમ્મીએ હા પાડી છે.'' રેખા, "તમે કહો છો તે બરાબર છે, પણ.. મારુ મન માનતુ નથી.''
-------------------------------------------------------
એક મિનિટ,
એક સ્ત્રી કઈ હદે પરિવાર માટે પોતાના અરમાનનું બલિદાન આપે છે.
આગળ વાંચો.
-------------------------------------------------------
🦚 પતિ, "જો તારૂ મન માને કે ન માને, હવે Ticket Book થઈ ગઈ છે. તારે પહેલાથી ના પાડવી હતી. તો હું રજા'ય ના પાડત. ને Ticket ન લેત. હવે બે'ય બાજુ નુકસાન! અને મમ્મીને મેં પૂછી લીધુ છે. મમ્મીએ તો મને ઉપરથી એમ કહ્યુ, "જાઓ, બંન્ને થોડાક Fresh થઈ આવો.'' એ વખતે રેખા ચમકી ગઈ. વિચારે છે, મમ્મીએ મને શું કહ્યુ.. અને આમને શું કહ્યુ. ખુલાસો કરૂ?
🦚 પણ..Royal Blood! ખાનદાની ખૂન તે જ ક્ષણે બોલ્યુ, "રેખા! તારાથી આવુ ના થાય." ને એ ચૂપ રહી. પણ.. એની ઈચ્છા હતી કે જવુ નથી. એણે બીજે દિવસે પતિને કહ્યુ, "ભલે તમે કહેશો તો હું આવીશ. પણ.. મારો મૂડ નહિ રહે.'' પતિએ છેલ્લે Programme Cancel કર્યો. એણે મમ્મીને કહ્યુ, "મમ્મી! રેખાની ઈચ્છા નથી એટલે Programme Cancel કર્યો."
🦚 મમ્મી બોલ્યા, "પણ.. પૈસા બગડ્યા, તેના કરતા જઈ આવ્યા હોત તો સારૂ થાત. ખુલ્લામાં મન થોડુક Fresh થાત." "કઈ નહિ મમ્મી! હવે એનો મૂડ નથી, તો બીજીવાર જોઈશુ.'' દિકરો ઓફીસે ગયો. ને બપોરે સાસુએ...
To be continued..
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો