સોમવાર, 28 જૂન, 2021

Motivational Story 57

 Motivational Story 57


દૂધ, ખાંડ ને પત્તીનો ભૂકો તો એક જ હોય છે. પણ.. કોઈ ચા એવી tasty, કે પીનારાનો મૂડ લાવી દે, Mind fresh કરી દે. જ્યારે કોઈ ચા એવી, કે સવાર-સવારમાં મૂડ out કરી દે. ચાની જ વાત શું કામ? મરી-મસાલા ને દાળ.. એના એ જ હોવા છતાં'ય કોઈ દાળ એવી, કે સબડકા લેવાઈ જાય, ને કોઈ દાળ ગળે'ય ન ઉતરે. રંગોળી કરનારાને મળેલી ચિરોડી તો એની એ જ હોય છે, પણ.. કોઈ રંગોળી આંગણાની શોભા વધારે ને કોઈ આવનારાનો મૂડ બગાડે.


ચા-ચિરોડી ને મરી-મસાલા, એકના એક.. છતાં'ય ફરક પડે છે બનાવનારા પર. એ જ રીતે શબ્દો-વાક્યો ને વાત પણ.. એની એ હોય, છતાંય ફરક પડે છે, બોલનારા પર, કહેનારા પર. એની એ જ વાત સંઘર્ષ વધારી દે, એની એ જ વાત હર્ષ વધારી દે. જો કહેતા આવડે તો. એ જ વાત તકરારના બદલે એકરાર કરાવી દે. મીઠા કોલ કરાર કરાવી દે. ઈન્કારના સ્થાને સ્વીકાર કરાવી દે. વાત કહેવાની રીત-પદ્ધતિ આધારશિલા છે, તકરાર ને એકરારની. વાંચો, કામ લાગે એવી ઘટના.


🏏 એ સુખી પરિવાર, સમૃદ્ધ પરિવાર, ને સંસ્કારી પરિવારનો એકનો એક દીકરો હતો. માતા-પિતાને એની ઉપર અનહદ પ્રેમ હતો. એક દિવસની વાત છે. માંને ક્યાંકથી ખબર પડી કે, દીકરો સિગરેટના રવાડે ચઢ્યો છે. એ ગભરાઈ ગઈ, રડી પડી. એને ખાવાનું ગળે ઉતર્યું. રાતે એણે પતિને વાત કરીને કહ્યું, "એને તમે સમજાવો. નહીં તો હું એને કહું કે, આ ક્યાંથી શીખ્યો." પતિએ કહ્યું, "તું રહેવા દે. સમય આવે ત્યારે કહીશું."


🏏 પત્ની કહે, "ના, તમે જલ્દી કહો. એને કઈ થઇ જશે તો, મારાથી નહીં રહેવાય. હું જ એને આજે જ કહી દઈશ. આ શું માંડ્યું તે?" પતિ કહે, "જો બાજી બગડી જશે, તો સુધારવી આપણા હાથમાં નહીં રહે. યોગ્ય સમયે યોગ્ય રીતે એને કહીશ. તું ઉતાવળ ના કરતી." એક દિવસની વાત છે. કોલેજની મેચ હતી. આખા જિલ્લાની ટીમો આવવાની હતી. દીકરો પોતાની કોલેજની ટીમનો captain હતો.


🏏 એણે મમ્મીને કહ્યું, "મમ્મી! આશીર્વાદ આપ. મારી captainship હેઠળ અમારી ટીમ રમવાની છે, અમે જીતીએ." મમ્મીએ આશીર્વાદ આપ્યા. ને જ્યારે મેચો પૂરી થઇ ત્યારે, Man of the Match & Man of the Series દીકરો બન્યો. વિજયની trophy કોલેજને મળી. આખી કોલેજે જલસો માંડ્યો. ને બીજે'દિ કોલેજમાં મેળાવડો રાખ્યો. આખી કોલેજ ઉભરાઈ ગઈ હતી.


🏏 પ્રિન્સિપલે ઉભા થઇ ટીમના વખાણ કર્યા. ને કહ્યું, "ટીમનું spirit એ અમારો કોલેજનો student જે century batsman તો બન્યો. પણ.. Man of the Match & Man of the Series પણ એ જ બન્યો. અમારી કોલેજના student પર અમને ગર્વ છે." ને તાળીઓના ગડગડાટે આખી કોલેજ ગાજી ગઈ. પ્રિન્સિપલે કહ્યું, "હવે પછીની ટીમની captainship પણ આ જ યુવાન સંભાળશે." ને જાહેરમાં કોલેજની કમિટીએ ફૂલહાર ને શાલ ઓઢાડી, તાળીઓના ગડગડાટ સાથે સન્માન કર્યું,


🏏 નવયુવાને request કરી, "Please, મારા માતા-પિતાને stage પર બોલાવો." Announcement થયું, ને માતા-પિતા stage પર આવ્યા. ભારતીય સંસ્કૃતિની ઝલક કોલેજમાં એ દિવસે હજારો યુવાનો, ને ઉપસ્થિત જનમેદનીએ જોઈ કે, દીકરો stage પર પગે પડી ગયો. ને એણે પોતાની speechમાં કહ્યું, "આ જીતનો શ્રેય મારી માતાના આશીર્વાદને છે." પ્રોગ્રામ ખૂબ રંગારંગ રહ્યો. બે દિવસ પછી છોકરાએ જોયું, તો બધા મિત્રો ઘરે આવ્યા. સ્ટીલ આખું આમંત્રિતોથી ભરાઈ ગયું.


🏏 છોકરાને સમજાયું નહીં કે, એક સાથે આટલા બધા કેમ આવ્યા? ત્યાં જ એના પપ્પાએ કહ્યું, "બેટા! આજે gettogether આપણે રાખ્યું છે." "પણ.. પપ્પા! શા કારણે?" "બેટા! મારો દીકરો કોલેજની ટીમનો captain બન્યો, ને એની શુકનવંતી captainshipથી ટીમને ઝળહળતો વિજય મળ્યો. એની ખુશીમાં દીકરાને surprise gift, પપ્પા-મમ્મી તરફથી." દીકરાની આંખમાં આંસુ આવી ગયા. એ પપ્પાએ ભેટી પડ્યો, ને કાર્યક્રમ શરુ થયો.


🏏 એટલો ભવ્ય કાર્યક્રમ થયો કે, આવનારા બધા જ આફરીન પોકારી ગયા. છેલ્લે પપ્પા-મમ્મીએ જાહેરમાં દીકરાને હિરે મઢેલું bracelet પહેરાવ્યું. ને બધા મિત્રોને કહ્યું, "અમને ગર્વ છે, આવા પુત્ર પર. તમે બધા અમારા આમંત્રણને માન આપી પધાર્યા. આભાર સૌનો! અને એક ખુલાસો, મારા દીકરાને આ surprise gift હતી, એટલે એ પૂરો તૈયાર પણ નથી થઇ શક્યો.


🏏 "પણ.. હવે એવું ઇચ્છીએ કે, અમારો દીકરો એટલો આગળ વધે કે, આજે કોલેજનો captain બન્યો, ને વિજયી બન્યો. આવતીકાલે ભારતીય ટીમનો captain બને, અને આવો જ ભવ્ય વિજય મેળવે. ને ફરી પાછા આપણે ભેગા થઈએ. અમે બંને પપ્પા-મમ્મી એ દિવસની રાહ જોઈશું. બેટા! તને ખૂબ-ખૂબ આશીર્વાદ." બધા જ રડી પડ્યા. દીકરો તો ધ્રૂસકે-ધ્રૂસકે રડ્યો. ને છેલ્લે પપ્પાએ જાહેર કર્યું, "મારી છેલ્લી એક વાત જે એની મમ્મીને કહેવી છે."


🏏 બધા ચોકન્ના બની ગયા. એની મમ્મીને મારે એટલું જ કહેવું છે કે, "દીકરાને રોજ સવાર-સાંજ કેસર-બદામ નાખેલું દૂધ પીવડાવજો. ગુંદરપાક ને સાલમપાક જેવો ઠોસ ખોરાક ખવડાવજે. એનો stamina વધે એવો જ ખોરાક, ચોક્ખા ઘી ને organic fruits ખવડાવજે. જેથી દીકરો મજબૂત બને, ને થાક્યા વગર પીચ પર ટકી રહે. ને દીકરા! તને'ય કહેવું છે. તું નિયમિત કસરત કરજે, યોગા કરજે, walking કરજે, જેથી તારી છાતી મજબૂત બને. તારા કસરતી કાંડા દરેક બોલને ઝૂડી નાખે એટલા તાકાતવાન બનાવજે."


🏏 "અને બેટા! ધ્યાન રાખજે. માવા-મસાલા-દારૂ કે સિગરેટ પીનારા મિત્રોથી દૂર રહેજે. બેટા! આ વ્યસનો છાતીના બળને તોડી નાખે છે. અમારા સપનાને સાકાર કરવા, અમારા અરમાનને પૂરા કરવા.. બેટા! વ્યસનીઓથી દૂર રહેજે." ને પિતાની આંખમાં આંસુ ઉભરાણાં. કાર્યક્રમ ભવ્ય તો થયો પણ.. ભીનો એથી'ય વધુ થયો. કમાલ તો હવે થઇ. બધા મિત્રો ગયા, ઘર ખાલી થયું. ને સાંજે 4 વાગે આ યુવાન પપ્પા-મમ્મીની પાસે જઈને ખૂબ રડ્યો, ખૂબ રડ્યો.


🏏 ને બોલ્યો, "મને માફ કરો. છેલ્લા ચારેક મહિનાથી હું સિગરેટ પીવું છું. મને આદત પડી ગઈ છે. મેં ઘણીવાર છોડવાની try કરી, પણ.. પછી શરુ થઇ જાય. પણ.. આજે પપ્પા-મમ્મી તમારો પ્રેમ મને મજબૂત બનાવી ગયો છે. ને આજથી જ મમ્મી તારા ગળા પર હાથ મૂકીને હું સિગરેટ છોડું છું." દીવાલો જડ હતી. બાકી ત્રણેના દિલો ભીંજાઈ ગયા ને આંખો નીતરી રહી. થોડીકવારે દીકરો ગયો ને પત્ની બોલી, "તમે કમાલ કરી. કીધા વગર તમે બધું કહી દીધું. ને દીકરાએ જાતે જ છોડી દીધી." પતિની આંખોમાં માત્ર ભીનાશ તરવરી.


🏏 કથા તો પૂરી કરીએ. પણ.. યાદ રાખીએ કે, કીધા વગર કહેતા આવડી જાય, તો ભલભલા સીધા થઇ જાય. ચાલો, આપણે આ સલૂકાય શીખીએ, ને વાતને કહેવાની રીતમાં થોડીક પ્રીત ઉમેરીએ. કદાચ.. જીત આપણી.. આપણી.. આપણી જ!


આ લોકડાઉનનો સમય છે. એક બીજાની ખામી કહેતા પહેલા બે-ચાર ખૂબી કહી એને ખુશ કરી દઈશું, તો કદાચ.. એ ખામી સાંભળી ખીજાશે નહિ. પણ.. પોતે બદલાશે. ફરીથી, આ સમયને નિરર્થક ન જવા દો. નવકાર જાપ-ગાથા-સામાયિક-પ્રતિક્રમણ કરીને સફળ કરો. ને છેલ્લે, તમારા સાધર્મિક ભાઈને ફંડથી કે ફોનથી હેલ્પ કરો.



किरतार को नापसंद है, सख्ती जबान में,

इसलिए पैदा न हुई, हड्डी जबान में!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top