સોમવાર, 28 જૂન, 2021

Motivational Story 129

Talk of the Day Series

Motivational Story 129

Part B


-------------------------------------------------------

સંવત્સરી મહાપર્વ પૂર્વે એક હૃદયસ્પર્શી કથા. આંખના ખૂણા ભીના કરી જશે.

સપરિવાર અવશ્ય વાંચજો.

-------------------------------------------------------


સત્ય ઘટના


⚔️ મામા-ભાણેજ બે'ય પ્રવચનમાં બેઠા છે. અસ્ખલિત વહેતી પ્રવચનધારાની ઘેરી અસર બંન્નેના મન પર પડી. બીજે દિવસે ફરી પ્રવચન. ને એમાં ગુરુ મહારાજે વેરઝેરના ભયાનક પરિણામો વર્ણવ્યા.. ને કહ્યુ, "જેને માટે જિંદગીભર મહેનત કરો છો, એ પૈસા સાથે નહિ આવે. પણ.. કરેલા પાપ સાથે આવશે. જે પૈસા પ્રેમનું બલિદાન લે, એ પૈસા શેતાન છે. પરિવારને તોડે તે ધન દાનવી છે, પરિવારને જોડે તે ધન દૈવી છે."


⚔️ "કરેલા ઉપકારને ભૂલી જનારો કૃતઘ્ન છે. તો મોટાઈ ભૂલી જનારો મોટો એ ખોટો છે." આવા તો કંઈ કેટલા પદાર્થો પ્રવચનમાં ગુરુએ ફરમાવ્યા. ને પર્યુષણ મહાપર્વે ક્ષમાપના Compulsory જણાવી. બીજા દિવસનું પ્રવચન આખી સભાને રડાવી ગયુ. બધાને હાડોહાડ લાગી ગયુ. આ બાજુ ભાણેજ રાત્રે ઊંઘી ન શક્યો. એની પત્ની કહે, "“કેમ આજે બેચેન છો? આજે કેમ ઉદાસ છો?‘’


⚔️ ને ત્યાં જ એની આંખમાંથી દડદડ આંસુડા પડવા માંડ્યા. પત્ની રડી પડી. એ કહે, "“Please! તમને શું થાય છે? મને કહો. બામ આપુ? સુંઘવા નીલગિરિ દઉં?‘’ એ વખતે પત્નીનો હાથ પકડી એણે કહ્યુ, "મને કાગળ ને પેન આપ.‘’ પત્ની ગભરાઈ તો ગઈ જ હતી. પણ.. એને નવાઈ પણ લાગી. રાત્રે 9:00 વાગે કાગળ-પેન શું કરવા છે? છતાં એણે આપ્યા. ને પૂછ્યું, "શું લખવુ છે?‘’


⚔️ ભાણીયાએ કાગળ લખવાની શરૂઆત કરી. “બાપ તુલ્ય વ્હાલા મામાજી! મેં તમને ખૂબ સતાવ્યા. તમારૂ ખૂબ ખરાબ કર્યું. મને ભાણીયો માની, છોરુ સમજીને માફી આપજો, ક્ષમા આપજો. જમીન આપની જ છે. આપને સુપ્રત કરું છું. લી. ઘણી લાજ સાથે ભાણીયો." પત્નીએ કાગળ હાથમાં લીધો, એ ખૂબ રડી. એ એટલુ જ બોલી, "આજથી હું ખુશ રહી શકીશ.‘’


⚔️ આ બાજુ મામા ને મામી બંન્ને રાત્રે બેઠા છે. મામા ખૂબ રડે છે. ને મામીને કહે છે, "તું કહેતી હતી, પણ.. હું માનતો નો’તો. આજે મને ખૂબ પસ્તાવો થાય છે.‘’ ને મામાએ કાગળ-પેન લીધા. ને લખ્યુ, “બેટા ભાણીયા! 84 વર્ષનો બાપ જેવો હું તારી સાથે ઝગડ્યો. મને શરમ આવે છે. મેં ખૂબ ખોટુ કર્યુ છે, મને ક્ષમા કર! અને આ જમીન આજથી તારી.‘’


⚔️ બંન્ને ઘર નીચે ઉતર્યા ને અડધે રસ્તે ભેગા થયા. એકમેકને ખબર નથી કે, ભૂતકાળ બનેલો મામા-ભાણેજનો પ્રેમ ફરી વર્તમાનકાળ બની ધબકવા આવ્યો છે. ભાણેજ દોડ્યો. ને મામાના પગ પકડી લીધા. ને ખૂબ રડ્યો. તો વળી મામાની આંખો'ય ક્યાં કોરી હતી! મામા ભત્રીજાને ભેટી પડ્યા. ને રડતા રડતા બોલ્યા, “બેટા! મને માફ કર.‘’ બંન્ને જણના હાથમાં કાગળ હતો. કાગળની આપ-લે પછી થાય છે. કાળજાની આપ-લે પહેલા થઈ જતી હોય છે.


⚔️ મામીએ ભાણેજને છાતી સરસો ચાંપ્યો. ભાણેજ વહુને ગળે લગાડી. બધા મામાને ત્યાં આવ્યા. થોડીવાર તો આંખે જ પોતાનુ કામ કર્યું. પછી તો પસ્તાવાની પાવનગંગામાં બધુ તણાઈ ગયુ. બંન્નેએ એકબીજાના કાગળ વાંચ્યા. ને બંન્ને એક સાથે બોલી ઉઠ્યા, "જમીન તો મામા તમારી જ હતી ને રહેશે." મામા કહે, "બેટા! તું જ મારો છે. જમીન તો ક્યાં કોઈની થઈ છે.‘’


⚔️ છેલ્લે જમીન લેવા બેમાંથી એકે તૈયાર ના થયા. પરિવારે ખૂબ સમજાવ્યા. પણ અડધી’ય નહિ. ને આખી’ય નહિ. બેમાંથી એકે તૈયાર ન થયા. છેલ્લે ભાણેજ બોલ્યો, "મામા! જમીન તો તમારી જ છે. ને તમારે જ રાખવી પડશે. પણ.. મને એક ચીજ જોઈએ.‘’ મામા બોલ્યા, “બેટા! બધુ’ય તારુ, જા.‘’ ભાણીયો, “બસ મામા! તમારી મનમોટાઈ મેરૂને’ય પાછી પાડે છે. પણ.. મામા મને જોઈએ છે, એ 4 વર્ષ પહેલાનો મામાનો પ્રેમ. જે મેં ઝઘડીને ગુમાવી દીધો હતો.‘’


⚔️ મામા ઊભા થયા. ભાણેજને ભેટ્યા. ને બોલ્યા, “બેટા! સોના પરનો મેલ નીકળી ગયો. મામા તારા હતા. ને હવે કાયમ રહેશે. પણ.. જમીન તો તારે રાખવાની જ છે.“ પછી તો ભાણેજ ને મામા વચ્ચે જમીન દેવાની હઠ ચાલી! જમીનનો ઝઘડો ઊભો જ રહ્યો. પણ.. લોભ નીકળી લાગણીને નામે!


⚔️ છેલ્લે... એ જગ્યાએ મામા-ભાણેજે ઉપાશ્રય બનાવ્યો. ને પર્વાધિરાજની યાદ સ્વરૂપે ને ક્ષમાપનાના સંભારણારૂપે ઉપાશ્રયનું નામ રાખ્યુ, “ક્ષમાપના જૈન ઉપાશ્રય.‘’ આ સત્યઘટનાનું કેન્દ્ર છે, ખંભાત નગર. ને ઈતિહાસ કહે છે વિસ્તાર હતો, અલિંગનો. આજે તો માત્ર સંભારણા સ્વરૂપે સ્મરણ!!!


કથા તો પૂરી કરીએ. પણ.. એક થોડોશો અહં, એક નાનીશી જીદ.. જિંદગીને કેટલી તબાહ કરી ગઈ, કેટલા વેરઝેર વધારી ગઈ, એક પ્રવચન કેવુ પરિવર્તન કરી ગયુ, ને ઘરમાં પ્રેમના અખંડ દીવા પ્રગટાવી ગયુ. આજે આવા જ દીવા દિલમાં તમે પ્રગટાવો.


યાદ રહે,

"આવે છે સંવત્સરી, "મિચ્છામી દુક્કડં" Compulsory!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top