Talk of the Day Series
Motivational Story 126
-------------------------------------------------------
બ્રાહ્મણ, મિયોં ને વાણિયો.
વાંચો, એક સુંદર કથા.
-------------------------------------------------------
ધર્મ એ શ્રદ્ધાનો વિષય છે, ચર્ચાનો નહિ. માં એ પ્રેમનું પાત્ર છે, Post Mortemનુ નહિ. માંનો પ્રેમ ઘરમાં શાંતિ રાખશે ને ધર્મની શ્રદ્ધા, ઘટમાં શાંતિ આપશે. શાંતિ હોય ત્યાં સંઘર્ષ ન હોય. એનો સીધો અર્થ એ જ થયો કે, જ્યાં સંઘર્ષ હોય ત્યાં શાંતિ ન હોય, ત્યાં ધર્મ ન હોય. ક્લેશ-સંકલેશ ને રગડા-ઝઘડા જ્યાં હોય, ત્યાં ધર્મ ન હોય.
ચડશા ચડશી, વિવાદો ને વિખવાદો ધર્મની ગેરહાજરીના પ્રમાણો છે. કોઈને દબાવી દેવા કે કોઈને ખોટા સાબિત કરી દેવાનો ઉભરો કે કોઈને નીચા પાડવાનો ધખારો.. આ ધર્મના લક્ષણ નથી.
એક હળવી કથા થોડુક સમજાવશે.
📿 એક બ્રાહ્મણ, એક મુસલમાન, ને એક વાણીયો.. ત્રણે જણા ઉઘરાણી કરવા જતા રસ્તામાં ભેગા થઈ ગયા. બ્રાહ્મણ હિન્દુ ધર્મના વખાણ કરે, મુસલમાન ઈસ્લામના કરે. ત્યાં જ તુલસીનો છોડ દેખાયો ને બ્રાહ્મણે "જય તુલસી માતા" કહી સાષ્ટાંગ દંડવત્ થઈ પ્રણામ કર્યા. થોડાક આગળ ચાલ્યા, તો પીપળો આવ્યો. બ્રાહ્મણે પ્રદક્ષિણા આપી. થોડાક આગળ ચાલ્યા ને ફરી તુલસીનો છોડ આવ્યો. બ્રાહ્મણે "જય તુલસી માતા" કહી સાષ્ટાંગ દંડવત્ કર્યા.
📿 મુસલમાન કહે, "ये क्या है? बार-बार लेटता जाता है और जय तुलसी माता बोलता है। ये तुम्हारी माता है? इनको तो अभी उखाड़ के फेंक देता हु।" બ્રાહ્મણ કહે, "ऐसा मत करो। उनको उखाड़ो मत।" મુસલમાન કહે, "क्या उखाड़ो मत, ले देख।" ને મુસલમાને એક પછી એક તુલસી ઉખાડીને કહ્યુ, "ब्राह्मण! देख तेरी तुलसी की हालत।" બ્રાહ્મણ રડવા જેવો થઈ ગયો.
📿 મુસલમાન કહે, “देख अभी आगे।" ને એણે પગ નીચે બધી જ તુલસી છુંદી નાખી. ને બોલ્યો, "ये तुम्हारा धर्म क्या कर सका मुझे? तुम्हारी माँ को मैंने रोंद दिया अपने पैरो के नीचे। तुम्हारा धर्म.. तुम्हारी माँ.. हमारा क्या बिगाड़ सकी? है क्या तुम्हारे धर्म में!‘’ ને તુલસીના છોડને લાતો મારી ઉછાળ્યા. બ્રાહ્મણનું દિલ ખૂબ દુભાયુ. પણ મિયાસા’બને કહે કોણ? ને બ્રાહ્મણ સમસમીને ચૂપ રહ્યો.
📿 થોડુક આગળ ચાલ્યા. પણ.. મુસલમાને ગાણુ ચાલુ રાખ્યુ. હવે બ્રાહ્મણથી ન રહેવાયુ. એ ઉકળી ઉઠ્યો. ને કહ્યુ, “मिया! अब बस कर। चूप हो जा।“ “और चूप नहीं हुआ तो तू क्या कर लेगा?‘’ મિયાએ કહ્યુ. બ્રાહ્મણ, “देख मिया! हमारे धरम में भी बड़े-बड़े देवता है। तुझे ख़तम कर देंगे। तूने हमारी माँ का अपमान किया है।‘’ મિયા, “तो तेरे देवता को बोल, ताकत हो तो मुकाबला करे।" ને બંન્ને ધર્મના નામે લડવા લાગ્યા.
-------------------------------------------------------
યાદ રહે,
લડાવે, લલચાવે ને ડરાવે તે ધર્મ નહિ. ધર્મ તો પરસ્પર મૈત્રી જગાડે, પ્રેમ વધારે, સંપ વધારે. મોટે ભાગે ધર્મ માટે લડનારા ધર્મ સમજતા નથી હોતા. ધર્મને સમજનારા અવિવેક ને આવેશ સાથે.. આક્રોશ સાથે તૂટી નથી પડતા.
-------------------------------------------------------
📿 બંન્ને એકબીજાના ધર્મને નીચો દેખાડવા પર ઉતરી ગયા, "तेरा धरम बेकार है। तेरा धरम काफर है।" વાણીયો આ બધો તમાશો શાંતિથી જોયા ને સાંભળ્યા કરે. પણ.. એને થયું, આ મિયાને કંઈક પાઠ ભણાવવો જોઈએ. ત્યાં હનુમાનજીનું મંદિર આવ્યુ. વાણીયાએ તેલ ચડાવ્યુ. મુસલમાન કહે, “बनिया! ये क्या है? तेल तो दिए में डाल, उससे दिया जलेगा। तेरा हनुमान क्या तेल से स्नान करता है।"
📿 વાણીયો કહે, "वो आगे बताऊंगा।" ને રસ્તે ચાલતા-ચાલતા ખેતરોમાં ઉગેલા કુવેચના છોડ જોયા. વાણીયાએ બ્રાહ્મણનો પગ દબાવ્યો. ને વાણીયો સીધો ગયો કુવેચવાળા ખેતરમાં. કુવેચના ઘણા બધા છોડો હતા. ત્યાં એણે દૂરથી સાષ્ટાંગ દંડવત્ કર્યા. ને સંસ્કૃત શ્લોક બોલ્યો. મિયો કહે, “अबे ब्राह्मण, ये क्या है?" બ્રાહ્મણ મૌન રહ્યો ને વાણીયાએ જોરથી લલકાર્યુ, "पितृदेवो भव:, जय पितृदेव, पितृदेवाय नम:"
📿 મિયો કહે, “ब्राह्मण! ये क्या है?" ત્યાં જ વાણીયો કહે, “वो तुलसी हमारे हिंदुओं की माँ है और ये हमारे हिन्दुओ का बाप है। મિયો, *“अबे बनिया, तेरे बाप की ऐसी की तैसी।" ને મિયાભાઈ મંડી પડ્યા ખેતરમાં. એક-એક કુવેચ ઉપાડી ઉપાડીને તોડવા માંડ્યા. જોશમાં હતા. વાણીયો કહે, “अरे मिया सा'ब! ये क्या कर रहे हो?" “तुम्हारे बाप को उखाड़-उखाड़ के फेंक रहा हु।" ને મિયો કુવેચો ઉખેડતો ગયો ને ઉપર પગ મૂકી ચગદતો રહ્યો.
📿 વાણીયો કહે, “लगे रहो मुन्नाभाई!‘’ ને બ્રાહ્મણને કહ્યુ, *“હવે ભૂદેવ! આપણે હાલો." ને બંન્ને જણ દૂર ટેકરા પર જઈને ઊભા રહ્યા. આ બાજુ 5 મિનિટમાં કુવેચે પોતાનો પ્રભાવ બતાવવાનું ચાલુ કર્યું. ને મિયાભાઈના આખા શરીરે ખાજ ઉપડી. તે ખાજ એટલી જલદ ઉપડી કે મિયાભાઈ ઠેકડા મારવા માંડ્યા. ને ચિલ્લાતા રહ્યા, “या खुदा! में मर गया। कोई बचाओ।‘’
📿 આજુબાજુમાં ખેતરમાં કામ કરતા માણસો દોડી આવ્યા. ને પૂછ્યું, “मिया! क्या हुआ?" “अरे क्या हुआ क्या? देखो, शरीर से खून निकला। इतनी खुजली आती है कि, मत पूछो बात। तुम्हारे हिन्दुओ का ये बाप साला बड़ा काफर निकला। बदमाश निकला। तुम्हारी माँ तो अच्छी थी। ये बाप बड़ा जुल्मी है।“ મિયા કહે. ખેડૂતોએ પૂછ્યું, “मिया, हुआ क्या?" “अरे! तुम्हारा बाप, उसको मैंने तोड़ फेंका और उसने मुझे परेशान कर दिया।"
📿 માણસો કહે, “આ અમારો બાપ થોડો છે. આ તો કુવેચનો છોડ છે.‘’ મિયા, “अरे! वो ब्राह्मण और बनिया ने बोला था, ये हमारा बाप है।‘’ ત્યાં તો વાણીયો ને બ્રાહ્મણ આવ્યા. વાણીયો કહે, “मिया सा'ब! हमारे बाप की ताकत देखी? साला बड़ा खतरनाक है।‘’ આખી વાત જ્યારે લોકોએ જાણી ત્યારે બધા હસી-હસીને બેવડા થઈ ગયા. ને બોલ્યા, “मिया! आज के बाद किसी भी धरम का मजाक मत उड़ाना।" મિયો કહે, “कान पकड़ लिया!"
કથા તો પૂરી થઈ. પણ.. યાદ એટલુ જ રાખવુ જરૂરી કે, ભરેલી ડોલ છાંટતા જો આગ લાગે કે વધે તો સમજવુ, એ ડોલમાં પાણી નો’તુ, પેટ્રોલ હતુ. જો સમજાયુ હોય તો આગળ લખવુ નથી. બાકી ન સમજાયુ હોય તે જ વાંચે. ધર્મ લડાઈ વધારે નહિ, લડાઈ વધારે તે ધર્મ નહિ! પાણી આગ વધારે નહિ, આગ વધારે તે પાણી નહિ, પણ.. પેટ્રોલ.
धर्म के उन व्यापारियों से तो दुकानदार अच्छे है,
जो गीता और कुरान एकसाथ सजाकर रखते है!
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો