શનિવાર, 26 જૂન, 2021

Motivational Story 137

 Motivational Story 137


-------------------------------------------------------

👉🏼 Please Read with your Family.

-------------------------------------------------------


જમીન પર મકાન બાંધતા પહેલા ને જીવનમાં અનુમાન પર દોડતા પહેલા 100 વાર વિચારજો. નહિ તો પૈસો ને પ્રેમ વ્યર્થ જશે કે જોખમમાં મુકાશે. જો કે પૈસા તો ફરી મળશે, કદાચ.. ગયો એના કરતા કંઈ ઘણો વધારે. ને મકાન પણ બીજું મસ્ત બનશે.


પણ.. તૂટેલો પ્રેમ અખંડતાનું બિરૂદ ગુમાવશે ને કદાચ ફરી નહિ મળે. મકાન બનાવવાના Plan Final કરતા પહેલા કેટલા'યની સલાહ લઈએ ને સ્વયં પણ વિચારીએ. એથી'ય વધુ અનુમાન કરતા ને એની ઉપર દોડતા.. એટલે કે Step લેતા, નિર્ણય લેતા પહેલા 1000 વાર વિચારજો. કોઈ સમજુની સલાહ લેજો. નહિ તો Danger Zoneમાં તમે Entry લઈ રહ્યા છો, તે નક્કી.


એક નાનકડી કથા.. નાનોશો નમૂનો.. વાંચો.


🍎 ફૂલની કળી જેવી 8-10 વર્ષની દિકરીએ જીદ કરી, “પપ્પા! મને ફરવા લઈ જાઓ.‘’ Office Work બાકી હતું. પણ.. આ Homework હતું. એટલે કે ઘરનું-પરિવારનું કામ. દિકરીની જીદ આગળ બાપ હંમેશા ઝુકતો આવ્યો છે. Office Work છોડી તરત જ દિકરીને ફરવા બગીચામાં લઈ આવી પિતાએ કહ્યુ, “બેટા! જલ્દી રમી લેજે. મારે Officeનું કામ બાકી છે.‘’


🍎 નાનીશી દિકરી બોલી, “પપ્પા! Officeને તો તમે રોજ Time આપો છો. Office તો તમે રોજ જાઓ છો. મને તો કેટલા દિવસો પછી બગીચામાં ફરવા ને રમવા લાવ્યા. એમાં’ય તમે જલ્દી કરાવો. ના! હું તો પૂરું રમવાની.‘’ પિતાની આંખોમાં હક્‌ કરતી દિકરીને માટે લાડના આંસુ આવ્યા.


🍎 ને એમણે કહ્યુ, "બેટા! મન ભરીને રમી લેજે. Officeનું કામ બપોરે, સાંજે કે રાત્રે'ય કરી લઈશ.'' ને દિકરી બગીચાના ફૂલો પાસે Butterflyની જેમ ઉડતી પહોંચી ગઈ. ઘડીકમાં હિંચકે, ઘડીકમાં લસરપટ્ટી તો ઘડીકમાં પંખીઓની પાછળ.. એમ ખૂબ રમી.


🍎 ધરાઈને રમ્યા પછી એણે એક સફરજનની લારી જોઈ. એ ત્યાં દોડી. ને બૂમ પાડી, "પપ્પા! મને Apple અપાવો.'' પુત્રીઘેલા પિતાએ બે મોટા ને મસ્ત સફરજન લીધા. ને દિકરીને આપ્યા. Apple એટલા મસ્ત ને મોટા હતા કે દિકરી એક પૂરું ખાય એ પહેલા એનું પેટ ભરાઈ જાય. દિકરી બગીચાના બાંકડા પર આવીને બેસી ગઈ.


🍎 એનું મન સફરજનની સુગંધ ને સ્વાદે કબજે કરી લીધુ હતું. એ ખાવા ઉતાવળી થઈ હતી. એટલે પિતાએ કહ્યુ, "બેટા! મને એક Apple આપીશ?'' ને એટલામાં દિકરીએ Right Handના Appleને બટકું ભર્યું. પિતાને થયું એ મને Left Handનું Apple આપશે. પણ.. ત્યાં તો દિકરીએ બીજા સફરજનને બટકું ભર્યું.


🍎 પિતાને આ જોઈ આઘાત લાગ્યો ને એમને અફસોસ થયો કે, મારી દિકરીને સંસ્કાર આપવામાં હું ઉણો ઉતર્યો. નહિ તો મારી દિકરી આટલી સ્વાર્થી ન જ બને. એ આવું કરી જ ન શકે. મારી પત્નીના સંસ્કાર કેવા અને આ એકલપેટી કેમ બની? એને મનમાં દિકરી માટે રંજ ને થોડો રોષ આવ્યો. પણ.. આખિર હતું બાપનું દિલ! એટલે તુરંત વિચાર બદલાયો.


🍎 ને મનોમન બોલ્યા, "અરે! હજુ તો કેટલી નાની છે, નિર્દોષ છે, નાસમજ છે, બાળક છે, બચ્ચુ છે. એટલે એને એ ભાવના ન આવે કે ન એને ખબર પડે કે વહેંચીને ખાવું જોઈએ." પિતાનું મુખ થોડુંક વિચારમગ્ન હતું. ત્યાં જ દિકરી બોલી, "કેમ પપ્પા! ઊંઘ આવે છે?'' ને એમની વિચારતંદ્રા તૂટી. એ ઝબકીને બોલ્યા, "ના બેટા! ના.''


🍎 "પપ્પા! તો લો. આ સફરજન!'' ને એણે એક હાથ લંબાવ્યો ને સફરજન આપીને કહ્યુ, ''પપ્પા! આ સફરજન વધારે મીઠું છે. એ તમે ચાખો.'' પિતાને મગજકંપ-વિચારકંપ થયો. એ 2 મિનિટ તો સ્તબ્ધ બની ગયા. ને પછી દિકરીને ગળે લગાડીને બોલ્યા, "બેટા! મીઠું તું જ ખા. મને પેલું આપ.'' દિકરી, "ના પપ્પા! મીઠું પપ્પાને અપાય.''


🍎 35 વર્ષનો પિતા પિગળી ગયો બરફની જેમ! ને રૂમાલ ભીનો થાય એ હદે એણે દિકરીને ચૂમીઓથી નવડાવી દીધી. એ ભીના નયને ને ભીના હૃદયે દિકરીને જોઈ રહ્યો. અને ભીનાશમાં જ પશ્ચાતાપનું અમૃત ફળ ઉગે. ઉગવા માટે ભીનાશ જરૂરી છે. વૃક્ષને કે વ્યથાને! એણે ફરીથી દિકરીનો હાથ ચૂમી લીધો. જિંદગીનો મોટો પાઠ ભણાવવા બદલ ને મીઠું સફરજન આપવા બદલ! જો કે, છેલ્લે બાપનું દિલ! એમ થોડું મીઠું ફળ ખાઈ લે. એણે મીઠું ફળ મીઠડીને જ ખવડાવ્યું!


કથા તો પૂરી કરીએ. પણ.. યાદ આવે તો જુઓ. અનુમાનના આધારે આપણે ઘણીવાર અકળાયા હતા ને અથડાયા હતા. આપણા Wrong Decisionને કારણે સંબંધોમાં તિરાડ ઊભી થઈ હતી. આપણા અનુમાનોથી ઘણીવાર આપણે પીડાયા છીએ ને પસ્તાયા છીએ.


શબ્દો ને વ્યવહારથી બાંધેલા અનુમાન સાચા જ હોય, એ માનીને ક્યારેય અવજ્ઞા-આશાતના ને અથડામણમાં જતા નહિ. સીતાજીનો પૂર્વભવ વિચારી અવિચારી પગલું ભરતા નહિ. પરિવાર જોડે અનુમાનથી નહિ, આસ્થાથી જીવો.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top