Talk of the Day Series
Motivational Story 122
-------------------------------------------------------
બ્રિટનની મહારાણી વિક્ટોરિયાના જીવનમાં બનેલો એક પ્રસંગ. આજના ભારતીયોએ.. Sorry! Indians લોકોએ ખાસ વાંચવા જેવો.
-------------------------------------------------------
સત્ય ઘટના
સમય પરિવર્તન માંગે છે. દેશ બદલાયો, દુનિયા બદલાઈ, માર્ગ બદલાયા, મકાન બદલાયા, રહેણી-કરણી ને ખાણી-પીણી બદલાઈ. ગીત બદલાયું, સંગીત બદલાયું, Instrument બદલાયા, વાદ્ય બદલાયા, વેશભૂષા ને ભાષા બદલાઈ. બધુ જ બદલાયું છે ને બદલાઈ રહ્યું છે ત્યારે.. ધર્મના સિદ્ધાંતોમાં ને આદેશોમાં ને વિધિઓમાં પણ પરિવર્તન લાવવું જોઈએ. પરિવર્તન કરવું જોઈએ, કો’ક કો’ક.. કો’ક ખૂણેથી આવા સૂર છેડી રહ્યું છે.
અને આવા 'સૂર' સાંભળી કેટલાકને 'શુર' ચઢી જતું હોય છે. ને એ’ય સમજ્યા વગર तेरे सूर में मेरे सूर.. મિલાવવા મંડી જતા હોય છે. એ પરિવર્તનના પ્રવક્તાઓને એકવાર એટલું જ કહેવું કે, જે-જે પરિવર્તનો થયા એમાં Design બદલાઈ, Item બદલાઈ, પદ્ધતિ બદલાઈ. બાકી.. મકાનનો પાયો.. Foundation.. જમીનમાં જ થતું હતું, એ આજે ઉપર નથી થતું.
ખાણી-પીણી... એ તો અત્યારે છે એના કરતા કઈ ઘણી આઈટમો હતી. છતાં.. ઠીક છે, ફક્ત નામ બદલાયા. રસ્તા માટીના હતા જ, Cementના થયા. વેશ ને ભાષા... ક્યાં ને કેટલી બદલાઈ, એ’ય વિચારો.
યાદ રહે,
આ બધુ બદલાયું એ તો વર્ષોથી બદલાતું રહ્યું છે, ને આવતી કાલે’ય બદલાતું જ રહેશે. પણ.. ધર્મ ને એના સિદ્ધાંતો ક્યારેય બદલાયા જ નથી ને બદલાશે’ય નહિ. કેમકે એ શાશ્વત સત્ય છે.
2+2=4, શું અત્યારે 6 થશે? સદા કાળથી 2+2=4 જ થતા હતા, 4+4=8 જ થતા હતા. શું બદલાયું? ગણવાની પદ્ધતિ બદલાય, પણ.. સત્ય નહિ. બદલાય તે સત્ય નહિ અને સિદ્ધાંત શાશ્વત સત્ય છે. માણસ.. કરોડો વર્ષો પહેલા’ય મોઢાથી જ ખાતો હતો, મોઢાથી જ બોલતો હતો, શું બદલાયું? શું પરિવર્તન થયું? હા.. એ હાથના બદલે ચમચીથી ખાવા માંડ્યો!
System તો એ જ રહી, બસ.. સગડીના બદલે ગેસ આવ્યો. પશ્ચિમી દુનિયાના શિક્ષણમાં ને સંગમાં રંગાયેલાને ખાસ કરીને આ ધખારા વધારે ઉપડતા હોય છે. એ લોકો માટે.. એ કહેવાતા Modern ને બૌદ્ધિક દેશમાં બનેલી એક સત્યઘટના. વિધિ ને સિદ્ધાંતને નિયમમાં જરા’ય ફેરફાર કરવા ધરાર ના પાડનારી બ્રિટનની મહારાણીની સત્ત્વશીલતા, સમજ ને પરંપરાની વફાદારીની ઘટના વાંચો.
🇬🇧 Britain દેશની એક પરંપરા છે. રાજાને ત્યાં જે પહેલુ સંતાન જન્મે તે બ્રિટનનો વડો બને. એ પુત્ર હોય કે પુત્રી હોય, પહેલુ જે જન્મે તેનો જ રાજ્યાભિષેક થાય. ને બ્રિટનના બંધારણનો એ વડો બની જ જાય.
-------------------------------------------------------
વર્ષોથી ચાલી આવતી આ પ્રણાલિકા આજે’ય બ્રિટનમાં કોઈપણ વિરોધ વગર ને ખચકાટ વગર ચાલુ જ છે. 'બધું બદલાયું'ની વાતો કરનારાને એકવાર બ્રિટનનો આંટો ખાઈ આવવા જેવો ખરો. (જો ભાડાની સગવડ થતી હોય તો!)
-------------------------------------------------------
🇬🇧 બ્રિટનના રાજાના રાજમહેલે રાણીએ પૂરા મહિના થતા જન્મ આપ્યો. બધાને દિકરાની આશા હતી ને આવી દિકરી. બધાએ વધાવી લીધી. બ્રિટનના શિરસ્તા પ્રમાણે જન્મેલી દિકરી વારસદાર બની ગઈ. એ મોટી થતી ગઈ ને જ્યારે એ સમજણી થઈ ત્યારે બ્રિટનની Governmentની એ Boss થઈ ગઈ. બંધારણીય વડો થઈ ગઈ. ને એના હજુ તો લગ્ને’ય નો’તા થયા, પણ.. આખા બ્રિટનમાં સરકાર કંઈપણ ધારો લાવે કે સુધારો કરે, તે બધુ તો જ Valid ગણાય, જો એની ઉપર રાણી વિક્ટોરીયાની સહી હોય.
🇬🇧 કોઈપણ ધારો એની સહી વિના કાયદો ન જ બની શકે. બ્રિટન દેશ એની જરી-પુરાણી પરંપરા બદલવા ધરાર તૈયાર નહિ.
-------------------------------------------------------
બદલી શકાય એવું બદલવું જ્યાં જરૂરી હોય, ત્યાં ધર્મ Most Practical છે. અને સહજ માન્ય છે, બદલાવ. પણ.. બદલાવ જ્યાં યોગ્ય હોય ત્યાં જ. જૈનદર્શનના ‘અપવાદ’ ને ‘સ્યાદવાદ’... આ બે શબ્દો રહસ્યરૂપ છે. એ જેને સમજાય તે ઘેટાના ટોળાનો Member ન જ બને.
-------------------------------------------------------
🇬🇧 કથા - બ્રિટનની ભાવી રાણી વિક્ટોરીયા ઉંમરલાયક થતા સગાઈની શોધ ચાલી. સગાઈમાં પણ ચોક્કસ મર્યાદા ને ધારાધોરણ પ્રમાણે જ બધું જ જોવું ને ગોઠવવું જ પડે. બધો જ મેળ પડ્યો, જર્મનીના રાજકુમાર Albert જોડે. અને બ્રિટનની ભાવી રાણી વિક્ટોરીયાની સગાઈ દુનિયાભરમાં નોંધ લેવાય એ રીતે થઈ. થોડોક સમય વીત્યો ને લગ્નનો દિવસ નક્કી થયો. લગ્નની તડામાર તૈયારીઓ ચાલુ થઈ.
🇬🇧 બ્રિટનના રાજપરિવારને ઘેર લગ્ન ને બંધારણીય વડાના.. એટલે કચાશ ને ફીકાશ તો જરા'ય ન આવે, એ રીતે બધી જ તૈયારીઓ Before Time સરકારે પૂરી કરી. ને એક દિવસ.. જર્મનીનો રાજકુમાર સોહામણો Albert England આવ્યો. પોતાના બહોળા પરિવાર ને Circleને લઈને. કાલે સવારે લગ્ન છે. આખું બ્રિટન નવવધૂની જેમ સોળ શણગાર સજીને બેઠું છે. આ બાજુ લગ્નની વિધિ કરાવનાર પાદરી રાજકુંવરી વિક્ટોરીયાને મળવા આવ્યા.
🇬🇧 બધાને દૂર કરી પાદરીએ રાજકુંવરી વિક્ટોરીયાને કહ્યું, “રાજકુમારી! લગ્નની વિધિમાં એક તકલીફ આવી છે.‘’ રાજકુમારી કહે, “શું તકલીફ આવી?‘’ પાદરી, “રાજકુમારીજી! લગ્નની વિધિમાં કેટલીક પ્રતિજ્ઞા લેવાની હોય છે. એમાં એક પ્રતિજ્ઞા છે કે, હું મારા પતિની તમામ આજ્ઞાનું જીવનભર પાલન કરીશ. આ પ્રતિજ્ઞા તમારે લેવી પડે. પણ.. રાજકુમારીજી! મને એમ વિચાર આવ્યો કે બ્રિટનની મહારાણી આવી પ્રતિજ્ઞા કેમ લઈ શકે?‘’
🇬🇧 વિક્ટોરીયા, “કેમ ન લઈ શકે?‘’ પાદરી, “રાજકુમારી! જર્મનીનો રાજકુમાર સામાન્ય કહેવાય. એની બધી આજ્ઞા આટલા મોટા દેશની બંધારણીય વડાની પદવી ધરાવતી રાણી કેમ માને? મને એમ લાગે છે, આ વિધિમાંથી આટલી પ્રતિજ્ઞા કાઢી નાખું.‘’ એ વખતે રાજકુમારી વિક્ટોરીયાની આંખોમાં સત્ પ્રગટ્યું. એની તેજસ્વી આંખોમાં ઝળાહળ તેજ પ્રગટ્યું.
🇬🇧 ને એ શૌર્યસભર વાણીથી બોલી, “પાદરીજી! આ પ્રમાણે જ વિધિ થશે. પ્રણાલિકામાં પરિવર્તન ન જ ચાલે. અને બીજું, હું પહેલા એક કન્યા છું, પછી મહારાણી છું. મારા પતિની તમામ આજ્ઞા માનવા હું બંધાયેલી જ રહીશ. ને પાદરીજી! વિધિ એ વિધિ છે, વિધિમાં બાંધછોડ કે ફેરફાર ક્યારેય ન કરાય.‘’ ને એ શાહી લગ્નમાં રાણીએ જાહેરમાં પ્રતિજ્ઞા કરી કે, મારા પતિની તમામ આજ્ઞા માનવા હું બંધાયેલી છું. પાદરીએ ભીના નયને પ્રતિજ્ઞાને વધાવી.
કથા પૂરી કરીએ. પણ.. નાસ્તિક કહેવાતા એ પરદેશીઓ જે ધર્મની બાબતમાં What is the Reason? પૂછીને પોતાનો વટ પાડતા હોય છે. એ જ લોકો આ બધી વિધિઓ ને બીજું ઘણું બધું પ્રણાલિકા પ્રમાણે કરતા જ હોય છે. એક યાદ રાખજો, સિદ્ધાંતને કહેનાર સર્વજ્ઞ પરમાત્મા હતા. એમણે પ્રરૂપેલું - કહેલું વચન ત્રૈકાલિક સત્ય હોય. એમના સિદ્ધાંતમાં ક્યારેય ફેરફાર કરાય જ નહિ. ને આગળ.. વિચારાય પણ નહિ. સત્ય પ્રમાણે જમાનો બદલાય, જમાના પ્રમાણે સત્ય ન બદલાય. બદલાય તો તે System હોય, સિદ્ધાંત નહિ.
ઘડિયાળના કાંટા એના નિયમ પ્રમાણે ચાલે છે,
એટલે સૌ એની પર વિશ્વાસ કરે છે.
તમે પણ નિયમ પ્રમાણે ચાલો,
લોકો તમારી ઉપર પણ વિશ્વાસ કરશે!
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો