1.બ્રાહ્મી. 3 લાખ સાધ્વિજીનું નેતૃત્વ કરવા વાળી આ અવસર્પિણી કાળની પહેલી સાધ્વિજી થયા. કેવળજ્ઞાન પામીને મોક્ષે ગયા. સુનંદા અને ઋષભદેવ પ્રભુની પુત્રી હતી.
2.સુંદરી. 60000 વર્ષ સુધી આયંબિલનું
ઉગ્ર તપ કર્યું. સુમંગલા અને ઋષભદેવની પુત્રી હતા. બ્રાહ્મીની જોડે સુંદરીએ ભાઈ
બહુબલીને અભિમાન રૂપી હાથી પરથી ઉતાર્યો હતો.
3.ચંદનબાલા. મહાવીર સ્વામીની 36000 સાધ્વિજીની
પ્રથમ સાધ્વિ. કર્મ સત્તાની દુઃખોની વર્ષાથી બહાર આવીને ચંદનની તરહ સુવાસ ફેલાઈ.
4. રાજીમતી. તોરણથી રથ પાછો લઈ જનારા
નેમકુમારના પથનું અનુસરણ કર્યું. સંયમ લીધું , કેવળજ્ઞાન પામીને
મોક્ષે ગયા.
5. દ્રોપદી. પૂર્વ જન્મની ભૂલના લીધે 5 પુરુષોની
પત્નિ બની. આંધળાના પુત્ર આંધળા એ બોલીને મહાભારતનું સર્જન કર્યું. શીલ સંપન્તાના
લીધે ચીરહરણના સમયે લાજ બચી ગઈ.
6.કૌશલ્યા. રામના વનવાસની વાત સાંભળીને
કેકેયીને દોષ ના દીધો , એના કર્મોને દોષ આપ્યો. રામને સદ્ભાવના
રાખવાની પ્રેરણા કરી.
7.મૃગાવતી. મહારાજા ચેટકની પુત્રી , રાજા
શતાનીકની રાણીની નમ્રતા અનુપમ હતી. વીરની દેશના સાંભળીને વિલંબથી આવવા માટે
ચંદનબાલાનો ઠપકો સાંભળીને પ્રશ્ચિત કરતા કેવળજ્ઞાન પામ્યા અને ગુરુને પણ
કેવળજ્ઞાનની ભેટ આપી.
8.સુલસા. આવતી ચોવીસીમાં 15માં
નિર્મમ નામના તીર્થંકર બનશે.
9.સીતા. જનક રાજાની શીલવતી પુત્રી હતી.
રામની સાથે વનવાસ સ્વીકાર કર્યો. રાવણની જોડે પણ શીલની રક્ષા કરી.
10.સુભદ્રા. બૌદ્ધ પરિવારમાં લગ્ન થયા
હોવાથી જૈનતત્વના સંસ્કાર બનાવી રાખ્યા. સાસુ દ્વારા લગાવેલું કલંકથી શાસન દેવીએ
મુક્ત કર્યા.
11.શિવા સતી. ચેટક રાજાની પુત્રી. ચંડપ્રઘોત
રાજાની પત્નિ. લાવણ્યથી મોહિત મંત્રીની અનુચિત પ્રાર્થના ઠુકરાવી. નગર ફેલાયેલો
આગનો ઉપદ્રવ તમારા દ્વારા પાણી છાંટવાથી શાંત થયો.
12.કુંતી. વિપત્તિના સમયે પુત્રોનો સાથ
આપ્યો. પુત્રો અને વહુઓની જોડે સંયમ લીધું અને સિદ્ધાચલથી મોક્ષે ગયા.
13.શીલવતી. ચાર મંત્રીઓ દ્વારા અનુચિત
માંગણીની ચતુરાઈથી શીલની રક્ષા કરી. વાસનાના ભૂખોને સબક શીખાવ્યું.
14.દમયંતી. રાજા નલ દ્વારા બધું જ જુગારમાં
હારી જતાં એમની જોડે વનમાં ગયા. ત્યાં પતિ એમને અકેલા છોડી દીધા. 12 વર્ષ
સુધી ધર્મનું સ્મરણ કર્યું.
15.પુષ્પચુલા. સગા ભાઈની જોડે કર્મના લીધે
અનિચ્છનીય સંબંધ બાંધ્યા. પુણ્યોદયથી અર્નિકાપુત્ર આચાર્યની વાણી સાંભળીને વૈરાગ્ય
થયો. વૃદ્ધ આચાર્યની સેવા કરતા કેવળજ્ઞાન પામ્યા.
16. પ્રભાવતી. ચેટક રાજાની પુત્રી અને ઉદયન
રાજાની રાણી. 6 મહિના દીક્ષા પાળીને સ્વર્ગે સિધાવ્યા.
રાજાને પ્રતિબોધ કર્યા. ધર્મમાં જોડ્યા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો