શનિવાર, 19 માર્ચ, 2022

Seth Anandji Kalayanji Pedhi

*શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રમુખ,રાજનગરના નગરશેઠ પરિવારે કરેલ તીર્થ અને ધર્મ રક્ષાની અનોખી કથા* 
*🌷એક વાર દીલ્હીના બાદશાહ અકબરની બેગમ કોઈ કારણસર અમદાવાદ આવી.શ્રી શાંતિદાસ ઝવેરીએ તેની ખુબ ખાતર બરદાસ્ત કરી.બેગમ પ્રસન્ન થઈ.તેણીએ શ્રી શાંતિદાસ ઝવેરીને ધર્મભાઈ બનાવ્યા.અકબર પણ ખુબજ ખુશ થયો, તેણે શ્રી શાંતિદાસ ઝવેરીને શાહી ઝવેરીની પદવી આપી.શ્રી શાંતિદાસ ફક્ત 25 વર્ષની ઉંમરે હિંદના સુપ્રસિદ્ધ ઝવેરી બનેલા.*
*🌷 જહાંગીર બાદશાહ શ્રી શાંતિદાસ ઝવેરીને સગા મામા ગણતા હતા.બાદશાહ જહાંગીરે 6 કરોડના ખર્ચે રત્નજડિત મયુરાસન (तख्त ए ताउस) બનાવ્યું હતું.તેનું ઘણું ઝવેરાત શાંતિદાસ શેઠે આપેલ. ‌જહાગીરે તેમને ગુજરાતના સુબાનો હોદ્દો આપેલ.*
*🌷સંવત 1679 માં થરાદમાં કડુઆ મત અને તપાગચ્છ વચ્ચે મોટો ઝઘડો થયેલ. છેક દિલ્હી જહાંગીર બાદશાહ સુધી તેની ફરિયાદ થયેલ.તેનુ નિરાકરણ શ્રી શાંતિદાસ શેઠે કરેલ.*
*🌷એ સમયે ચારે બાજુ મુગલ આક્રમણ ખોરોએ હાહાકાર મચાવેલ.તેમના જ રાજ્ય હતા.હજારો મંદીરો તેમણે તોડી નાખેલા.આવા સમયમાં શાંતિદાસ શેઠે અમદાવાદમાં 52 દેરી યુક્ત ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનનું અતિ ભવ્ય જિનાલય બંધાવેલ.*
*🌷શ્રી શત્રુંજય આદિ તીર્થો મુસ્લિમ આક્રમણખોરોથી બચવા મુશ્કેલ હતા.પોતાની વગનો ઉપયોગ તેમણે તીર્થ રક્ષા માટે કરેલ.પરિણામે શાહજહાં બાદશાહે ફરમાન આપેલ કે શત્રુંજય, શંખેશ્વર,કેશરીયાજી તીર્થ શાંતિદાસ ઝવેરીની માલિકીના છે.આ સ્થાનો જૈનોના હોવાથી કોઈએ તેમાં પ્રવેશવું નહીં કે પગપેસારો કરવો નહીં.આમ શત્રુંજય તીર્થ સચવાઈ ગયેલ.*
*🌷આવા જ ફરમાનો મુરાદ બક્ષ અને ખુબ ધર્મઝનુની એવા ઔરંગઝેબે પણ આપેલ.ઔરંગઝેબે ઈસ્વીસન 1660 ના ફરમાનમા જણાવ્યું હતું કે શત્રુંજય પર્વત, ગિરનાર અને આબુ પર્વતો શાંતિદાસ ઝવેરીને અમે આપીએ છીએ.તે પર્વત પર થતું ઘાસ, લાકડું પણ શ્રાવક જ્ઞાતિ ની માલિકીનું રહેશે.*
*🌷 શ્રી શાંતિદાસ શેઠે શત્રુંજય ગિરિરાજનો મોટો સંઘ કાઢેલ.તીર્થ સુરક્ષા માટે મોટો વિશાળ કિલ્લો બનાવેલ.*
*🌷 શ્રી શાંતિદાસના પૌત્ર ખુશાલચંદના સમયે ઈસ્વીસન 1725 માં મરાઠા લશ્કરે અમદાવાદને લુંટવા ઘેરો ઘાલ્યો. ખુશાલચંદ શેઠે આક્રમણ ખોરોને કરોડો રૂપિયા આપીને અમદાવાદ બચાવી લીધેલ.તેના કારણે આખા અમદાવાદના તમામ ધંધાર્થીઓએ નિર્ણય કરેલો કે દર સેકડે ચાર આના શેઠ ખુશાલચંદને તથા તેમના વંશ વારસોને આપીશું.*
*🌷તેજ પરિવારના શેઠ પ્રેમાભાઇએ ભારતના શ્ર્વેતામ્બર જૈન સંઘના આગેવાનોને મેળવીને તા.18/9/1880 ના રોજ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીનું આઠ ઠરાવો કરીને લોકશાહી પધ્ધતિએ બંધારણ ઘડેલ.તેમણે પુષ્કળ સાર્વજનિક કાર્યો કરેલ. બ્રિટિશ સરકારે તેમને ઓનરેબલ રાવબહાદુર નો ખિતાબ અને આણંદજી કલ્યાણજીની પેઢીના અધ્યક્ષ તરીકે મુંબઈ હાઈકોર્ટમાં ખુરશી આપેલ.તેઓ અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં પ્રમુખ પણ હતા. તેમણે પાલિતાણાના ઠાકોર સાથે શત્રુંજય તીર્થની રક્ષાના કરાર કરેલા.*
*🌷નગરશેઠ વખતચંદની દીકરી,અને હેમાભાઇના બહેન,અને પ્રેમચંદ ભાઇના ફઇ ઉજમ બેન હતા. તેમના નામે ઉજમ ફઇની ટુંક શત્રુંજય પર બનાવેલ છે.આ પરિવારે અનેક જિનાલય નિર્માણ કર્યા છે, ધર્મ સેવા,માનવ સેવા, વિગેરે ખુબ સુકૃત કર્યા છે.*
*🌷 પાલિતાણાના રાજવી કાંધાજીની આર્થિક સ્થિતિ કથળવાથી આખું પાલીતાણા રાજ્ય 42,000 રૂપિયામાં નગરશેઠ હેમાભાઇને ગિરવે આપેલ.રાજકોટની એજન્સીમાં આણંદજી કલ્યાણજી ની પેઢીના પ્રમુખ, અને પાલિતાણાના ઇજારદાર તરીકે હેમાભાઇની સ્વતંત્ર ખુરશી રહેતી.*
*🌷 શેઠ કસ્તુરભાઈ મણીભાઈએ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રમુખ તરીકે પાલગંજના રાજા પાસેથી પુનઃ સમેત શિખર તીર્થ 2,42,000 માં ખરીદીને તે પર્વત ફરીવાર શ્ર્વેતામ્બર મુર્તિપુજક સકલ જૈન સંઘ હસ્તક બનાવેલ.🌷તે પછી શેઠ કસ્તુરભાઈ લાલભાઈએ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રમુખ, ઈસ્વીસન 1926 થી1970 તરીકે ,જૈન સંઘના અગ્રગણ્ય સુકાની તરીકે જૈન ધર્મ, તીર્થ,અને સંસ્કૃતિની સેવા કરી છે, તે સોનેરી અક્ષરે લખાય તેવી છે. તેમના હાથે રાણકપુર, કુંભારીયા,આબુ દેલવાડા, ગિરનાર, અને તારંગાના જિર્ણોદ્ધાર થયા છે.તેમણે અખિલ ભારતીય શ્ર્વેતામ્બર મુર્તિ પુજક શ્રી સંઘનું સંમેલન કરેલ.ગુજરાતના ગૌરવ સમાન લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર બનાવેલ છે. તેમના અંતરમાં સત્વનું ખમીર, બુદ્ધિમાં કર્તવ્યનિષ્ઠા, નિશ્ચયમાં પારદર્શિતા,પ્રયત્નમાં મક્કમતા અને જીવનમાં જાગૃકતા હતી.*
*🌷 આતો સાવ સંક્ષિપ્ત માહિતી આપી છે.તે પરિવારની પુર્ણ શાસન પ્રભાવના લખવા પુસ્તકો લખવા પડે!*
🌷 *શાસન રક્ષા, પ્રભાવનાના અનેક કાર્યો* 
 *કરનાર ઝવેરી શ્રી શાંતિદાસ શેઠ,અને તેમની ઉજ્જવળ વંશ પરંપરાના* *શ્રેષ્ઠીવર્યોની અનોખી* *અનુમોદના.* 
*🌷 આધાર જૈન પરંપરાનો ઇતિહાસ ભાગ 4.*
*✍️ જય જિનેન્દ્ર* 🌷🙏🙏

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top