સોમવાર, 21 માર્ચ, 2022

Sukhsagar Parswnath Ahmedabad

*શ્રી સુખસાગર પાર્શ્વનાથ ભગવાન*
*અમદાવાદ*
       
                  *પરિકરયુક્ત પદ્માસનસ્થ ધાતુના ૧૯ ઈંચ ઊંચા ,૧૭ ઈંચ પહોળા શ્રી સુખસાગર પાર્શ્વનાથ પ્રભુ અમદાવાદના દોશીવાડાની પોળમાં શ્રી સીમંધર સ્વામીના જિનાલયમાં શ્રી સીમંધરસ્વામીની ડાબી બાજુએ શ્રી સુખસાગર પાર્શ્વનાથજી બિરાજમાન છે.*

                 *અગિયારમાં સૌકામાં આશવલના અધિપતિ આશા નામના ભીલપતિને કર્ણદેવે હરાવ્યો. કર્ણદેવના નામ પરથી આ નગર કર્ણાવતી નામથી ઓળખવા લાગ્યું. અમદાવાદની અસ્મિતા વધતી રહી અને ભવ્ય જિનાલયનો નિર્માણ થતાં રહ્યા. પરિકરયુક્ત શ્રી સુખસાગર પાર્શ્વનાથજીની પ્રતિમાજી પંદરમા સૌકાની છે.*

                    *સવંત ૧૬૬૫ માં મહોપાધ્યાય શ્રી કલ્યાણ વિજયજી ગણિવરના શિષ્યે શ્રી ભટેવા પાર્શ્વનાથ સ્તવનમાં શ્રી સુખસાગર પાર્શ્વનાથને વંદના કરી છે. કવિવર જ્ઞાનવિમલે ૧૩૫ નામ ગર્ભિત શ્રી પાર્શ્વનાથ સ્તવનમાં શ્રી સુખસાગર પાશ્વનાથને યાદ કર્યા છે.*

                   *સ્તુતિ*

*તુમ સુખની ઉપમા જડે ના ઈન્દ્રના આવાસમાં ,*
*તુમ સુખ એક પ્રદેશનું નવિ માયે લોકાકાશમાં ,* 
*સુખીયા કરો આ દાસને વિનવી રહ્યા તુજ આ ,*
*શ્રી સુખસાગર પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના.*

                    *જાપ મંત્ર*

*ૐ હ્રીં અર્હં,શ્રી સુખસાગર પાર્શ્વનાથાય નમઃ*

*સરનામું*

*શ્રી સુખસાગર પાર્શ્વનાથ શ્વેતાંબર જૈન તીર્થ,*
*શ્રી સીમંધર સ્વામીની ખડકી,*
*દોશીવાડાની પોળ,*
*અમદાવાદ (ગુજરાત) ૩૮૦૦૦૧*

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top