નમોડર્હત્ સિધ્ધાચાયોપાધ્યાયસર્વસાધુભ્ય: (આ સૂત્ર ફક્ત પુરુષોએ જ દરેક પૂજાની પહેલા બોલવું)
૧. જલ પૂજા
(દૂધનો પ્રક્ષાલ કરતી વખતે બોલવાનું)
મેરુશિખર નવરાવે, હો સુરપતિ મેરુશિખર નવરાવે;
જન્મકાળ જિનવરજીકો જાણી, પંચરૂપ કરી આવે. હો સુરપતિ મેરુશિખર નવરાવે.
રત્ન પ્રમુખ અડજાતિના કળશા, ઔષધી ચૂરણ મિલાવે;
ક્ષીરસમુદ્ર તીર્થોદક આણી, સ્નાત્ર કરી ગુણ ગાવે. હો સુરપતિ મેરુશિખર નવરાવે.
એણી પરે જિન પ્રતિમાકો નવણ કરી, બોધિબીજ માનું ભાવે;
અનુક્રમે ગુણ રત્નાકર ફરસી, જિન ઉત્તમ પદ ભાવે.હો સુરપતિ મેરુશિખર નવરાવે.
(પાણીનો પ્રક્ષાલ કરતી વખતે બોલવાનું)
જલ પૂજા જુગતે કરો, મેલ અનાદિ વિનાશ;
જલ પૂજા ફળ મુજ હજો, માંગો એમ પ્રભુ પાસ.
જ્ઞાન કળશ ભરી આતમા, સમતારસ ભરપુર;
શ્રી જિનને નવરાવતાં, કર્મ હોયે ચકચૂર.
ૐ હ્રીઁ શ્રીઁ પરમપૂરુષાય પરમેશ્વ્રરાય જન્મ-જરા-મૃત્યુ-નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય જલં યજા મહે સ્વાહા.
જલપૂજાનું રહસ્ય:
જલ વડે... પ્રભુજીનો પ્રક્ષાલ થાય અને કર્મો અપણા... આત્મા પરથી દૂર થાય.
૨. ચંદન પૂજા
(સુખડથી વિલેપન-પૂજા કરવી અને પછી કેસરથી નવે અંગે પૂજા કરવી. નખ કેસરમાં ન બોળાય અને નખ પ્રભુને અડે નહિ તે ધ્યાન રાખવું)
શિતળ ગુણ જેહમાં રહ્યો, શિતળ પ્રભુ મુખ રંગ;
આત્મ શિતળ કરવા ભણી, પૂજે અરીહા અંગ.
પ્રભુજીની નવાંગી પૂજાના દુહા
જલ ભરી સંપુટ પત્રમાં, યુગલિક નર પુજંત;
ઋષભ ચરણ અંગુઠડે, દાયક ભવજલ અંત. ...અંગુઠે
જાનુબળે કાઉસ્સગ્ગ રહ્યા, વિચર્યા દેશ-વિદેશ;
ખડા ખડા કેવળ લહ્યું, પૂજે જાનું નરેશ. ... ઢીંચણે
લોકાંતિક વચને કરી, વરસ્યા વરસી દાન;
કર કાંડે પ્રભુ પૂજાના, પૂજે ભવિ બહુનામ. ...કાંડે
માન ગયું દોય અંશથી, દેખી વીર્ય અનંત;
ભુજા બળે ભવજલ તર્યા, પૂજે ખંધ મહંત. ...ખભે
સિદ્ધશિલા ગુણ ઉજળી, લોકાંતે ભગવંત;
વસીયા તેણે કારણ ભવી, શિરશિખા પુજંત. ...મસ્તકશિખા
તીર્થંકર પદ પુણ્યથી, ત્રિભુવન જન સેવંત;
ત્રિભુવન તિલક સમા, પ્રભુ ભાલ તિલક જયવંત. ...કપાળે
સોળ પ્રહર પ્રભુ દેશના, કંઠે વિવર વર્તુલ;
મધુરધ્વનિ સુરનર સુણે, તેણે ગળે તિલક અમૂલ. ...કંઠે
હ્રદય કમલ ઉપશમ બળે, બાળ્યા રાગ અને દોષ;
હિમ દહે વનખંડને, હ્રદય તિલક સંતોષ. ...હ્રદયે
રત્નત્રયી ગુણ ઊજળી, સકલ સુગુણ વિશ્રામ;
નાભિ કમળની પૂજના. કરતાં અવિચલ ધામ. ...નાભિ
ઉપદેશક નવતત્વના, તેણે નવ અંગ જિણંદ,
પૂજે બહુવિધ રાગશું, કહે શુભવીર મુણિંદ.
ૐ હ્રીઁ શ્રીઁ પરમપૂરુષાય પરમેશ્વ્રરાય જન્મ-જરા-મૃત્યુ-નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય ચંદનં યજા મહે સ્વાહા.
ચંદન પૂજાનું રહસ્ય:
આ પૂજા દ્વારા...... આપણો આત્મા ચંદન જેવો શાંત અને શીતળ...... બને.
૩. પુષ્પ પૂજા
(સુંદર, સુંગધવાળા અને અખંડ પુષ્પો ચઢાવવા, નીચે પડેલા તથા વાસી પુષ્પો ચઢાવવા નહિ.)
સુરભિ અંખડ કુસુમગ્રહી, પૂજો ગત સંતાપ;
સુમ જંતુ ભવ્ય જ પરે,કરીયે સમકિત છાપ.
પાંચ કોડીને ફૂલડે, પામ્યા દેશ અઢાર;
રાજા કુમાર પાળનો, વર્ત્યો જય જયકાર.
ૐ હ્રીઁ શ્રીઁ પરમપૂરુષાય પરમેશ્વ્રરાય જન્મ-જરા-મૃત્યુ-નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય પુષ્પાણિ યજા મહે સ્વાહા.
પુષ્પ પૂજાનું રહસ્ય:
આ પૂજા દ્વારા...... આપણું જીવન પુષ્પની જેમ...... સુંગંધી બને, અને સદ્ ગુણોથી...... સુવાસિત બને.
૪. ધૂપ પૂજા
(પ્રભુજીની ડાબી બાજુએ ગભારાની બહાર ધૂપ પૂજા કરવી. ધૂપ પૂજા શુદ્ધ અને સુગંધી ધૂપ વડે કરવી.)
ધ્યાનઘટા પ્રગટાવીયે, વામનયન જિન ધૂપ;
મિચ્છિત દુગઁધ દૂર ટળૅ, પ્રગટે આત્મ-સ્વરુપ.
અમે ધૂપની પૂજા કરીએ રે, ઓ મન માન્યા મોહનજી,
પ્રભુ ધૂપધટા અનુસરીયે રે, ઓ મન માન્યા મોહનજી,
પ્રભુ નહિ કોઈ તમારી તોલે રે, ઓ મન માન્યા મોહનજી,
પ્રભુ અંતે છે શરણ તમારૂં રે, ઓ મન માન્યા મોહનજી.
ૐ હ્રીઁ શ્રીઁ પરમપૂરુષાય પરમેશ્વ્રરાય જન્મ-જરા-મૃત્યુ-નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય ધૂપં યજા મહે સ્વાહા.
ધૂપ પૂજાનું રહસ્ય:
આ પૂજા દ્વારા...... ધૂપની ઘટા જેમ ઉંચે જાય તેમ આપણો આત્મા... ઉચ્ચ ગતિની પ્રાપ્તિ કરે.
૫. દીપક પૂજા
(પ્રભુજીની જમણી બાજુએ ઉભા રહી દીપક પૂજા કરવી.)
દ્રવ્ય દીપ સુવિવેકથી, કરતાં દુ:ખ હોય ફોક;
ભાવ પ્રદીપ પ્રગટહુએ, ભાસિત લોકાલોક.
ૐ હ્રીઁ શ્રીઁ પરમપૂરુષાય પરમેશ્વ્રરાય જન્મ-જરા-મૃત્યુ-નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય દીપં યજા મહે સ્વાહા.
દીપક પૂજાનું રહસ્ય:
આ પૂજા દ્વારા...... મારા આત્માના અજ્ઞાનરૂપી અંધકારનો... નાશ થાઓ અને જ્ઞાનરૂપી દીપકનો... પ્રકાશ થાઓ.
૬. અક્ષત પૂજા
શુદ્ધ અખંડ અક્ષત ગ્રહી,નંદાવર્ત વિશાલ;
પૂરી પ્રભુ સન્મુખ રહો, ટાળી સકલ જંજાલ.
(સાથીઓ કરતી વખતે ભાવવાના દુહા)
અક્ષત પૂજા કરતાં થકાં, સફળ કરૂં અવતાર;
ફળ માગું પ્રભુ આગળે, તાર તાર મુજ તાર. ...૧
સંસારિક ફલ માંગીને, રઝડ્યો બહુ સંસાર;
અષ્ટ કર્મ નિવારવા, માગું મોક્ષફળ સાર. ...૨
ચિહુંગતિ ભ્રમણ સંસારમાં, જન્મ મરણ જંજાળ;
પંચગતિ વિણ જીવને, સુખ નહિ ત્રિહું કાલ. ...૩
દર્શન-જ્ઞાન-ચારિત્રના, આરાધનથી સાર;
સિદ્ધશિલાની ઉપરે, હો મુજ વાસ શ્રીકાર.
ૐ હ્રીઁ શ્રીઁ પરમપૂરુષાય પરમેશ્વ્રરાય જન્મ-જરા-મૃત્યુ-નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય અક્ષતં યજા મહે સ્વાહા.
અક્ષત પૂજાનું રહસ્ય:
અજન્મા થવાની પૂજા... એટલે અખંડ... અક્ષત પૂજા.
૭. નૈવેધ પૂજા
( સાથીયા ઉપર સાકર, પતાસા અને ઉત્તમ મીઠાઈ ઘરની શુદ્ધ બનાવેલી ચડાવવી. પીપર, ચોકલેટ મુકાય નહિ.)
અણાહારી પદ મેં કર્યા, વિગ્ગહ ગઈ અનંત;
દૂર કરી તે દીજીએ, અણાહારી શિવ સંત.
ન કરી નૈવેધ પૂજના, ન ધરી ગુરૂની શીખ;
લેશે પરભવે અશાતા, ઘર ઘર માંગશે ભીખ.
ૐ હ્રીઁ શ્રીઁ પરમપૂરુષાય પરમેશ્વ્રરાય જન્મ-જરા-મૃત્યુ-નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય નૈવેધં યજા મહે સ્વાહા.
નૈવેધ પૂજાનું રહસ્ય:
આ પૂજા દ્વારા...... અનંતકાળની મારી આહારની સંજ્ઞાઓનો...... નાશ થાઓ અને અણાહારી પદની...... પ્રાપ્તિ થાઓ.
૮. ફળ પૂજા
(શ્રીફળ, બદામ, સોપારી, અને પાકાં ઉત્તમ ફળો સિદ્ધશિલા ઉપર મૂકવા)
ઇન્દ્રાદિક પૂજા ભણી, ફલ લાવે ધરી રાગ,
પુરુષોત્તમ પૂજા કરી, માંગે શિવફળ ત્યાગ.
હ્રીઁ શ્રીઁ પરમપૂરુષાય પરમેશ્વ્રરાય જન્મ-જરા-મૃત્યુ-નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય ફલં યજા મહે સ્વાહા.
ફળ પૂજાનું રહસ્ય:
આ પૂજા દ્વારા મુજને...... શ્રેષ્ઠ એવા મોક્ષ ફળની...... પ્રાપ્તિ થાઓ.
ચામર પૂજાનો દુહો
બે બાજુ ચામર ઢાળે, એક આગળ વજ્ર ઉલાવે,
જઈ મેરૂ ઘરી ઉત્સંગે, ઇન્દ્ર ચોસઠ મળીયા રંગે,
પ્રભુ પાસનું મુખડું જોવા, ભવો ભવનાં પાતિક ખોવા.
દર્પણ પૂજાઓ દુહો
પ્રભુ દર્શન કરવા ભણી, દર્પણ પૂજા વિશાલ;
આત્મ દર્શનથી જુએ, દર્શન હોય તત્કાલ.
🙏🙏
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો