શનિવાર, 19 માર્ચ, 2022

Damayanti

*દમયંતી*

                  *પ્રભુ ભક્તિના દ્રઢ સંસ્કાર , આપત્તિમાં અદિનતા , સદાચાર , દ્રઢ સમ્યક્ત્વ , વગેરે ગુણોમાં મહાસતી દમયંતી શોભાયમાન હતી. પૂર્વ ભવમાં અષ્ટાપદ પર્વત પર 24 પરમાત્માઓને તિલક કરવાથી બંધાવેલ પુણ્યનું ફળ સ્વરૂપ સ્વયં પ્રકાશિત સૂર્ય જેવું દેદીપ્યમાન તિલક લલાટ પર શોભાયમાન હતું.* 

                       *ભીમ રાજા અને પુષ્પાવતી રાણીની સુપુત્રી હતી. નિષધપતિ નલરાજની રાણી. એક વાર ભાઈના આગ્રહથી જુગાર રમતાં નલ રાજા રાજ વૈભવ વગેરે હારી ગયા. એમને દમયંતી સાથે વનમાં જવું પડ્યું. દમયંતીને વનમાં જવાનું કોઈ દુઃખ ન હતું. કર્મનો વિપાક સમજીને જતી રહી.* 

                   *રાત્રીનો સમય હતો. એક આશ્રમ જોઈને નલ રાજાએ દમયંતીને કહ્યું કે , એની ભૌતિક સંપત્તિ જતી રહી , એનો કોઈ અફસોસ નથી. પરંતુ એવા તાપસો પાસે જઈને એમની સમ્યગ દર્શન રૂપ આદ્યત્મિક સંપત્તિને આંચ નહિ આવવા દે. અને એ રસ્તામાં આગળ જતી રહી.*

                      *રાત્રીમાં જ્યારે દમયંતી વૃક્ષ નીચે સુઈ રહી હતી. કર્મયોગથી નલ રાજાને વિચાર આવ્યો કે આ રાજ પુત્રી આવું કષ્ટ સહન નહિ કરી શકે. એમની સાડી પર એમના ઘરનો રસ્તો લખ્યો અને એમના એકલા મૂકીને જતા રહ્યા. આ રીતે બંનેને 12 વર્ષનો વિયોગ થયો.*

                   *દમયંતીએ ધર્મનું શરણ સ્વીકારીને નિર્ભયથી વનમાં આગળ વધી. એમના શીલના પ્રભાવના હિંસક પ્રાણી અને રાક્ષસ વગેરે એનાથી દૂર રહ્યા. એમને એમના પતિને મળે નહીં ત્યાં સુધી બધા રંગીન વસ્ત્રો , પુષ્પ , આભૂષણ , મુખવાસ અને વિગઈનો ત્યાગ કર્યો. જંગલમાં શાંતિનાથ ભગવાનની માટીની પ્રતિમા બનાવીને પુષ્પ દ્વારા પૂજા કરતી હતી. તપસ્યા કરતી હતી. અને વૃક્ષો પરથી ફળ ફૂલ પડતા એ ખાતી હતી.*

                      *આ તરફ નલ રાજા એક રાજાના ઘરે રસોઈયા બનીને રહેવા લાગી. કર્મનું પરિણામ પૂરું થવાથી પતિ પત્નીનો મિલાપ થયો. દેવથી પ્રતિબોધ પામીને બંનેએ દીક્ષા લીધી. સમાધિ પામીને દેવલોકમાં ગયા. ત્યાંથી ચ્યવન કરીને દમયંતી સતી કનકવતી નામના વાસુદેવની પત્ની બની. પછી દીક્ષા લઈને મોક્ષમાં ગઈ.*

                      *હે મહાસતી ! સંપત્તિ કે વિપત્તિમાં આપ ક્યારેય પણ વિચલિત થયા નહિ. અને હંમેશા નિર્મળ સમ્યગ દર્શન પોતાના હૃદયમાં સ્થાપિત રાખ્યું. અમને પણ આપ જેવી ધાર્મિકતા અને ધીરતા પ્રાપ્ત થાય એવી પ્રભુને પ્રાર્થના કરીએ છે.*

*✍️શ્રી ધનેશ શાહ*

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top