'સારા કામમાં સો વિઘ્ન' એ ન્યાયે માંગલિક કાર્યોમાં વિઘ્નો– આપત્તિઓ આવવાની સંભાવના વધુ રહે છે. પ્રતિષ્ઠા એ ઉત્કૃષ્ટ માંગલિક કાર્ય છે. આ કાર્ય નિર્વિઘ્ને પૂર્ણ થાય એ માટે 24 તીર્થંકર પરમાત્મામાં પણ કલિકાળમાં શ્રી પાર્શ્વનાથ ભગવાન પર પૂર્વાચાર્યોની દૃષ્ટિ ઠરી. અનેક પાર્શ્વનાથ ભગવાન પણ વિવિધ પ્રકારના પ્રભાવો ધરાવે છે. એમાં જીરાવલા પાર્શ્વનાથનો વિશેષ મહિમા છે.
84 ગચ્છના આચાર્યોએ શ્રી જીરાવલા દાદાની જાપ આરાધના–ભક્તિ દ્વારા અનેક મંત્રસિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. શ્રી જીરાવલા દાદા મંત્રસિદ્ધિ માટે તેમ જ વિઘ્નો – આપત્તિઓ – અંતરાયોના નાશ માટે પ્રબળ સિદ્ધિદાયક આલંબન છે. આ પ્રભુનો ઉપરોક્ત મંત્ર એ સિદ્ધમંત્ર છે. તેથી કોઈ પણ ભગવાનની પ્રતિષ્ઠામાં વિઘ્ન નાશ માટે આ જ મંત્ર લખવાની પૂર્વાચાર્યોની પ્રણાલિકા છે.
*✍️मुनि सौम्यरत्न विजयजी*
*Shilp Vidhi*
➖➖➖➖➖➖➖➖➖
Jainam Jayati Shasanam
WhatsApp-8898336677
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો