શ્રી ગિરનાર તીર્થ મહાત્મ્ય:
જેમ
તીર્થાધિરાજ શત્રુંજય મહાતીર્થના મહિમાનું સંપૂર્ણ વર્ણન કરવું અશક્ય છે, તેમ
શત્રુંજયમહાતીર્થના પાંચમા શિખર એવા ગિરનાર મહાતીર્થના મહિમાનું વર્ણન કરવું પણ
અશક્ય જ છે. પૂર્વના મહાપુરુષોએ આ ગિરનાર મહાતીર્થનો મહિમા ઘણા ગ્રંથોમાં જુદી –
જુદી રીતે દર્શાવ્યો છે. તેનો કૈક અંશ અહીં બતાવવા પ્રયત્ન કરીએ છીએ.
• જ્યાં ગત ચોવીસીના દસ તીર્થંકરપરમાત્માના
મોક્ષકલ્યાણક થયા છે એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર મહાતીર્થ.
• જ્યાં વર્તમાન ચોવીસીના બાવીસમાં શ્રી
નેમિનાથ પરમાત્માના ત્રણ કલ્યાણક થયા છે એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર મહાતીર્થ.
• જ્યાં આવતી ચોવીસીના ચોવીસે તીર્થંકરભગવંતોના
મોક્ષ કલ્યાણક થવાના છે એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર મહાતીર્થ.
• જ્યાં વર્તમાન વિશ્વની સૌથી પ્રાચીન શ્રી
નેમિનાથપરમાત્માની પ્રતિમા બિરાજમાન છે એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર મહાતીર્થ.
• જ્યાં અનંતા તીર્થંકર પરમાત્માના દીક્ષા, કેવલજ્ઞાન
અને મોક્ષ કલ્યાણક થયા છે અને થવાના છે એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર મહાતીર્થ.
• જે તીર્થના પ્રભાવે કૃષ્ણમહારાજાએ
તીર્થંકરનામકર્મ બાંધ્યું હતું એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર મહાતીર્થ.
• જે શત્રુંજયની સમાન શાશ્વતુ અને
શત્રુંજયનું પાંચમું સુવર્ણમય શિખર છે એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર મહાતીર્થ.
• સ્વર્ગલોક, પાતાળલોક અને
મૃત્યુલોકના સર્વ સુર, અસુર અને રાજાઓ જેના આકારને પુજે છે એવું
મહાતીર્થ એટલે શ્રી ગિરનાર મહાતીર્થ.
• જે ગિરિના સ્પર્શથી આ ભવમાં કે પરભવમાં
દારિદ્રય આવતું નથી એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર મહાતીર્થ.
• જે તીર્થમાં નિવાસ કરતાં તિર્યંચો પણ આઠ
ભવમાં મોક્ષપદને પામે છે એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર મહાતીર્થ.
• જે તીર્થની માટીને ગુરુગમયોગથી તેલ અને
ઘી સાથે ભેળવીને અગ્નિમાં તપાવવાથી સુવર્ણ બંને છે એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર
મહાતીર્થ.
• જે તીર્થ ઉપર વસતા જળચર, સ્થળચર
અને ખેચર જીવો પણ ત્રણભવમાં મુક્તિપદને પામે છે એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર
મહાતીર્થ.
• જે તીર્થ ઉપર ન્યાયોપર્જિત ધનથી
સુપાત્રદાન દ્વારા ભવોભવ સર્વ સંપત્તિ પ્રાપ્ત થાય છે એવું મહાતીર્થ એટલે શ્રી
ગિરનાર મહાતીર્થ.
• જે તીર્થનું ઘરે બેસીને પણ નિત્ય ધ્યાન
ધરવાથી ચોથાભવે મોક્ષપદ મળે છે એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર મહાતીર્થ.
• જે તીર્થ પર રહેલા ગજપદકુંડનાં જળ વડે
જિનાર્ચન કરવાથી સર્વ યાત્રાનું ફળ પ્રાપ્ત થાય છે એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર
મહાતીર્થ.
• જે તીર્થ પર રહેલા ગજપદકુંડનાં જળના
પાનથી સર્વ બાહ્ય અને અભ્યંતર રોગો નાશ પામે છે એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર
મહાતીર્થ.
• જે તીર્થના અધિષ્ઠાયિકા અંબિકાદેવી (અનેક
મહાપુરુષોને સહાય કરનારા) આજે પણ હાજરાહજૂર છે એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર
મહાતીર્થ.
• દર મહિનાની અમાસના દિવસે અંબિકાદેવી જે
તીર્થની સાતે શિખરની પ્રદક્ષિણા આપે છે એવું સાંભળવામાં આવે છે એવું મહાતીર્થ એટલે
શ્રી ગિરનાર મહાતીર્થ.
• જે પાવન તીર્થ ઉપર ચૌદ ભવ્ય જિનાલયો
બિરાજમાન છે એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર મહાતીર્થ.
• જે તીર્થની પાવન ભૂમિમાં નેમીપ્રભુના
દીક્ષા – કેવળજ્ઞાન કલ્યાણકભૂમિ સહસાવનનો તીર્થોધ્ધાર કરાવનાર આયંબિલનાં તપસ્વી
પ.પૂ.હિમાંશુસૂરીશ્વરજી મ.સા.નું અંતિમસંસ્કાર સ્થાન છે એવું મહાતીર્થ એટલે શ્રી
ગિરનાર મહાતીર્થ.
• જે તીર્થની સેવાથી પાપી જીવો પણ શિવપદને
પામે છે એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર મહાતીર્થ.
• અનેક દેવતાઓ, કિન્નરો, અપ્સરાઓ
અને યક્ષો પોતપોતાની ઇષ્ટ સિદ્ધિને પ્રાપ્ત કરવાની ઇચ્છાથી જે તીર્થમાં નિવાસ કરે
છે એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર મહાતીર્થ.
• જે તીર્થની સેવાથી મહાપાપી, મહાદુષ્ટ
અને કુષ્ટાદિ રોગવાળા જીવો પણ સર્વસુખના ભાજન થાય એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર
મહાતીર્થ.
• જે તીર્થમાં સુવર્ણસિદ્ધિ કરનારી અને
સર્વ ઈચ્છિતફળને આપનારી રસકૂપિકાઓ રહેલી છે એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર
મહાતીર્થ.
• જે તીર્થની ગુફામાં ભૂત – ભાવી અને
વર્તમાન એમ ત્રણ ચોવીસીના બોંતેર પ્રતિમાઓ બિરાજમાન છે એવું મહાતીર્થ એટલે શ્રી
ગિરનાર મહાતીર્થ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો