ત્યાર બાદ કરો જિનપૂજાથી ભક્તિ બહોળી અને કરજો કર્મોની
હોળી.*🔥
👉 અષ્ટ પ્રકારી પૂજાનું ફળ શાસ્ત્રમાં ૧૦,૦૦૦ ઉપવાસ કહ્યું
છે. પણ જો આજ પૂજા ફાગણ ની ફેરી પછી, થાક્યા પાક્યા,
પાલિતાણાની અતિ પવિત્ર ભૂમિ ઉપર ઉલ્લાસથી કરીએ તો
એનો લાભ કેટલા ઘણો વધી જાય ?*
🚶♀️🚶♂️ જેવી આપની*
૬ ગાઉ = ૧૮ કિમી ની*
*યાત્રા પૂરી થાય એટલે છેલ્લું સ્થળ સિદ્ધવડ આવે. હવે આ
સિદ્ધવડ નામ એટલા માટે આપ્યું છે કેમ કે એજ પાવન
જગ્યાએથી ગિરિરાજ ના સહુથી વધુ સંખ્યામાં આત્માઓ
સિદ્ધ થયા છે.ત્યાં દેરીમાં શ્રી આદિનાથ દાદાના પગલાં છે. ત્યાં
દર્શન કર્યા પછીજ આપની જાત્રા સંપૂર્ણ ગણાય છે.*
🇦🇹 *અને "જિન પૂજાનો પાલ" પણ ત્યાંજ છે.ત્યાં
સિદ્ધવડમાંજ ૩ પ્રતિમાજી બિરાજમાન હશે અને સવારે ૬
વાગ્યાથી સાંજે ૫.૩૦ સુધી પક્ષાલ પૂજા ચાલુ રહેશે. ત્યાં આપે
ખાલી હાથે પણ ભરેલા ભાવ સાથે જવાનું છે. આપના લોકર,
તાળું-ચાવી તથા નહાવાથી કરીને, ટુવાલ, પૂજાના કપડાં અને
અષ્ટ પ્રકારી પૂજાની સામગ્રી સુદ્ધાં તેઓજ પુરી પાડશે. સ્ત્રીઓ
માટે પણ અલગ વ્યવસ્થા રાખવામાં આવી છે.*
☝️ *૧ માત્ર પૂજા કરવીજ છે એવો સંકલ્પ આપને અનંત
પુણ્યના સ્વામી બનાવી શકે છે. આજ સુધી આપણા માટે
આટલી સુંદર અને છેક સુધીની વ્યવસ્થા કોઈ એ નહીં કરી હોય.
અને આટલા મોટા દિવસે જિન પ્રતિમાજીનો સિદ્ધવડમાં સ્પર્શ
'ફક્ત ભાગ્યશાળી' હોય એનેજ મળે છે. તો કેમ આપણે એ
પુણ્ય ન કમાઈયે ? કેમ કે બાકી આખું વર્ષ ત્યાં આવા આરસના
ચલ પ્રતિમાજી નથી લવાતા.*
🌺 *આપ અનુકૂળતા ન હોય તો ફક્ત જમણે અંગૂઠે પણ
પૂજા કરી શકો છો, પણ આપને હાજર રહેવાનું ભાવભર્યું
આમંત્રણ છે. મહેરબાની કરીને સોનુ મળતું હોય ત્યાં ફક્ત ચાંદી
લઈને નહીં આવો, જે શ્રી કૃષ્ણના પુત્રો શ્રી શાંબજી અને શ્રો
પ્રદ્યુમનજી ૮.૫ કરોડ મહાત્માઓ સાથે સિઘ્ધગતિને વર્યા છે એ
પાવન દીવસે આ સિદ્ધ ભગવંતોને સ્પર્શ કર્યા વગર પાછા
ફરવાનું નહીં વિચારો.*
✊
*૧ આપનો મજબૂત સંકલ્પ,*
*૨ ચરણ થી આપે કરેલી આ દીર્ઘ યાત્રા,*
*૩ પ્રતિમાજીના પક્ષાલ-પૂજન,*
*૪ ગતિના ચક્કરથી છોડાવતું આ,*
*૫ મી ગતિ મોક્ષથી ધમધમતું ક્ષેત્ર,*
*૬ ગાઉની જાત્રા,*
*૭ તારીખનો દિવસ,*
*૮ પ્રકારની પૂજા અને*
*૯ અંગે જિન પૂજા ,*
🙏જય જય શ્રી આદિનાથ🙏
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો