શનિવાર, 19 માર્ચ, 2022

Mahavir swami tatva Gyan

*મહાવીર પ્રભુનું તત્ત્વજ્ઞાન*

*પ્ર. 1. તત્ત્વો કેટલાં છે? કયાં કયાં ?*
*ઉ. : તત્ત્વો નવ છે : જીવ, અજીવ,* *આશ્રવ, બંધ, સંવર,પાપ પુણ્ય નિર્જરા, મોક્ષ. નવ તત્ત્વ અથવા નવ પદાર્થ કહેવાય છે.*

*પ્ર. 2. જીવ એટલે શું ?*
*ઉ. : જે હંમેશાં જીવે તે જીવ, જેનામાં જાણવા - દેખવાની શક્તિ કાયમ રહે તે જીવ.*

*પ્ર. 3. મુક્ત જીવ કોને કહે છે ?* 
*ઉ. : જે સંસાર ભ્રમણથી મુક્ત થયા હોય, સદાને માટે સાચું સુખ પ્રાપ્ત કર્યું હોય, કદી સંસારમાં ફરીથી આવે નહીં તે.*

*પ્ર. 4. ત્રસ જીવ કેટલા અને કયા કયા?*
 *ઉ. : હલનચલન કરી શકે તેવા (ત્રણ) જીવો ચાર પ્રકારના : બે ઇન્દ્રિયવાળા, ત્રણ ઇન્દ્રિયવાળા, ચાર ઇન્દ્રિયવાળા, પાંચ ઇન્દ્રિયવાળા.*

*પ્ર. 5. ઈન્દ્રિયો કેટલી અને કઈ કઈ ?* 
*ઉ. : ઇન્દ્રિયો પાંચ : સ્પર્શ, રસના, ઘાણ, ચક્ષુ, કર્ણ.*

*પ્ર. 6. વિકલત્રય જીવ કોને કહે છે ?*
*ઉ. : બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય અને ચાર ઇન્દ્રિય જીવો વિકલત્રય કહેવાય છે.*

 *પ્ર. 7. તિર્યંચ પંચેન્દ્રિય જીવના કેટલા પ્રકાર? કયા કયા ?ઉ. : ત્રણ પ્રકારના : જલચર, સ્થળચર, નભચર.*

*પ્ર. 8. સંજ્ઞી અને અસંજ્ઞી જીવમાં શું તફાવત?* 
*ઉ. : જે જીવને મન હોય તે સંજ્ઞી અને જેને મન ન હોય તે અસંજ્ઞી કહેવાય છે.*

*પ્ર. 9. પંચેન્દ્રિય અસંજ્ઞી જીવ કેવી રીતે ઉત્પન્ન થાય છે ? ઉ. : તે ઘણુંખરું માતાની રજ અને પિતાના વીર્ય સિવાય માંહોમાંહે એકબીજાને મળવાથી પેદા થાય છે.*

*પ્ર. 10. સ્થાવર જીવ કેટલા પ્રકારના? કયા કયા?*
*ઉં. : પાંચ પ્રકારના : પૃથ્વીકાય, અપકાય, તેજકાય, વાયુકાય, વનસ્પતિકાય.*

*પ્ર. 11. ષટૂકાય જીવ કયા કયા ?*
*ઉ. : પાંચ પ્રકારના સ્થાવર અને એક પ્રકારના ત્રસ એમ કુલ છ પ્રકારના જીવો છે.*

*પ્ર. 12. ગતિ કેટલી છે? કઈ કઈ ?* 
*ઉ. : ચાર : નરકગતિ, તિર્યંચગતિ (પશુગતિ), મનુષ્યગતિ, દેવગતિ.*

*પ્ર. 13. નરક કેટલાં ? કયાં કયાં ?* 
*ઉ. : સાત : રત્નપ્રભા, શર્કરપ્રભા, પંકપ્રભા, વાલુકાપ્રભા, ધૂમ્રપ્રભા, તમપ્રભા અને મહાતમપ્રભા.*

*પ્ર. 14. કઈ ગતિ ઉત્તમ? શા માટે ?*
*ઉ. : મનુષ્ય ગતિ, કારણ કે, આ ગતિમાં સંયમ અને તપ થઈ શકે અને તેના દ્વારા જ મોક્ષમાં જઈ શકાય.*

*પ્ર. 15. કયા કયા જીવો શ્રેષ્ઠ છે ?*
*ઉ. : અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ.*
 
*પ્ર. 16. અરિહંતમાં અને સિદ્ધમાં શો તફાવત ?*
*ઉ.બન્ને પરમાત્મા છે. પરમ પૂજ્ય છે, આપણા માટે આદર્શરૂપ છે. બન્નેને અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ અને અનંત શક્તિ છે. અરિહંતને શરીર હોય છે, સિદ્ધ અશરીરી હોય છે.*

*પ્ર. 17. પરમાત્મા કયા અઢાર દોષથી રહિત હોય છે ? ઉં. : જન્મ, જરા, ભૂખ, તરસ, આશ્ચર્ય, પીડા, ખેદ, રોગ, શોક, મદ, અજ્ઞાન, ભય, નિદ્રા, ચિંતા, પરસેવો, રાગ, દ્વેષ અને મરણ.*

 *પ્ર. 18. આચાર્યના મુખ્ય ગુણો કયા કયા?*
*ઉ.પાંચ પ્રકારના આચારોથી પરિપૂર્ણ વૈર્યવાન અનેક ગુણોથી સુશોભિત અને ઇન્દ્રિયવિજેતા હોય તેવા મુનિઓના અગ્રણીને આચાર્ય કહે છે.*

*પ્ર. 19. ઉપાધ્યાયના ગુણ કયા કયા?* 
*ઉ. : નિઃસ્પૃહ, જૈન ધર્મના સિદ્ધાંતોના અધ્યયન-અધ્યાપનમાં નિપુણ અને શૂરવીર હોય તેવા મુનીશ્વરને ઉપાધ્યાય કહે .*

*પ્ર. 20. સાધુના મુખ્ય ગુણો કયા કયા?*
*ઉ. : જેઓ નિષ્પરિગ્રહી, નિર્મોહી અને નિરારંભી તથા જ્ઞાન-દર્શનચારિત્ર અને તપમાં હંમેશાં તત્પર હોય છે તેમને મુનિ કહે છે.*

*પ્ર. 21. અજીવ કોને કહેવાય?* 
*ઉ. : જેનામાં ચૈતન્ય ન હોય, જડ હોય તે અજીવ છે.*

*પ્ર. 22. અજીવ દ્રવ્યના કેટલા ભેદ છે? કયા કયા?*
*ઉ. : પાંચ ભેદ છે : પુદ્ગલ, ઘર્મ, અધર્મ, આકાશ, કાળ.*

*પ્ર. ૨૩. પુદ્ગલના ગુણો કયા કયા છે ?*
*ઉં. : રંગ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ.*

*પ્ર. 24. આશ્રવ એટલે શું ?*
*ઉ. : કર્મોનાં પગલાં આત્મા તરફ આવવું તે.*

*પ્ર. 25. બંધ એટલે શું? ઉ. : કર્મોનાં પદ્ગલનું આત્મા સાથે ચોંટવું તે.*

*પ્ર. 26. સંવર એટલે શું?*
*ઉ. : કર્મોનાં પગલને આત્મા તરફ આવતાં રોકવાં તે.*

*પ્ર. 27. નિર્જરા એટલે શું ? તે શી રીતે થાય ?*
*ઉ. : કર્મોનું ધીમે ધીમે (એકદેશપણું) છૂટા પડવું તે. તપ કરવાથી નિર્જરા થાય.*

*પ્ર. 28. મોક્ષ એટલે શું?* 
*ઉ. : મોક્ષ એટલે છૂટવું. જીવ વિકારોથી અને કર્મોથી સર્વથા છૂટી જાય તેનું નામ મોક્ષ. મોક્ષદશામાં જીવના અનંત જ્ઞાન, અનંત આનંદ આદિ ગુણો પ્રગટે.*

*પ્ર. 29. કર્મ કોને કહે છે ?*
*ઉ. : આત્મા સાથે સંબંધ પામેલા સૂક્ષ્મ કર્મ-પરમાણુઓ (કાર્પણ વર્ગણા)માં પ્રદેશ, પ્રકૃતિ, સ્થિતિ અને અનુભાગ શક્તિનું પ્રગટ થવું તેને કર્મ કહે છે.*

*પ્ર. 30. કર્મ કેટલા પ્રકારનાં છે? કયાં કયાં? દરેક કર્મની ઉત્તર પ્રકૃતિઓ કેટલી ?* 
*ઉ. : કર્મ આઠ પ્રકારનાં છે.*
*જ્ઞાનાવરણીય -5*
*દર્શનાવરણીય -9*
*વેદનીય -2*
*મોહનીય 28*
*આયુકર્મ -4*
*નામકર્મ -93 (આમ્નાય ભેદે 103)*
*ગોત્રકર્મ -2*
*અંતરાયકર્મ -5*
*કુલ 148 (આમ્નાયભેદે 158)* 

*પ્ર. 31. ઘાતી કર્મો એટલે શું? તે કયાં કયાં છે ?*
*ઉ. : જે કર્મો આત્માના સ્વભાવને ઢાંકી દે - વ્યક્ત ન થવા દે તેને ઘાતી કર્મો કહે છે. તે ચાર છે : જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય.*

*પ્ર. 32. અઘાતી કર્મો એટલે શું ? તે કયાં કયાં ?*
*ઉ. જે કર્મો આત્માના સ્વભાવને અસર કરતાં નથી, પણ આત્માને રહેવાનું સ્થાન-દેહ, વગેરેને અસર કરે છે, તેને અઘાતી કર્મ કહે છે, તે ચાર છે : વેદનીય, આયુ, નામ અને ગોત્ર.*

*પ્ર. 33. જુદાં જુદાં કર્મોની વ્યાખ્યા ટૂંકામાં આપો : ઉ.જ્ઞાનાવરણીય - આત્માના જ્ઞાનગુણને અસર કરે -- ઢાંકે તે. દર્શનાવરણીય - આત્માના દર્શનગુણને જોવાની શક્તિને) ઢાંકે છે. વેદનીય - આત્માને સુખદુઃખનો અનુભવ કરાવે છે. મોહનીય - વસ્તુનું સાચું સ્વરૂપ જાણવા ન દે. જીવને ભરમાવીને ઊંધે રસ્તે-ક્રોધ વગેરેમાં લઈ જાય છે. આયુ - અમુક પ્રકારની ગતિ દેહમાં કેટલો સમય રહેવું પડે તે નક્કી કરનારું કર્મ. નામ - શરીર વગેરેની રચના, યશ, નસીબ,* *વગેરેજેનાથી નક્કી થાય છે. ગોત્ર - કેવા કુળમાં - ગોત્રમાં જન્મ લેવા પડે તે જેનાથી નક્કી થાય છે. અંતરાય - વ્યાવહારિક તથા આત્મિક સુખની પ્રાપ્તિમાં જેનાથી અંતરાયો ઊભા થાય તે.*

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top