*થાણા તીર્થ*
*કોંકણ - શત્રુંજય તીર્થના નામથી વિશ્વ પ્રસિદ્ધ*
*થાણા નગરનો ઉલ્લેખ શ્રી પાલ - મયણા સુંદરીના જીવન ગાથામાં મળે છે. કહેવાય છે કે પ્રાચીન સમયમાં આ નગરીમાં જૈન ધર્મની ઘણી જાહોજલાલી હતી. અહીંયા સેંકડો જિનાલયની ધજા લહેરાતી હતી. આ ઈતિહાસને પુનઃજીવિત કરવાનો પ્રયાસ છે - શ્રી કોંકણ શત્રુંજય તીર્થ.*
*કોંકણ શત્રુંજય તીર્થના આ જિનાલયમાં મૂળનાયક શ્રી મુનિસુવ્રત સ્વામીની પ્રતિમા બિરાજમાન છે. સંઘ દ્વારા સંચાલિત શ્રી આદિનાથ જિનાલયની સામે આ જિનાલય આવેલું છે. વિક્રમ સંવત 1987 માં આત્મારામજી મ.સા ના શિષ્ય શ્રી શાંતિવિજયજી મ.સા. ની પ્રેરણાથી શ્રી આદિનાથ જિનાલયની સામે આ જિનાલય માટે સંઘ દ્વારા જમીન ખરીદીને એમની નિશ્રામાં વિક્રમ સંવત 1976 માં ખનન ભૂમિ પૂજન થયું. આચાર્ય શ્રી ઋદ્ધિસૂરિજી મ.સા. નિશ્રામાં 12 વર્ષ પછી જિનાલયનું બંધ થયેલું કામ ફરીથી ચાલુ થયું. નૂતન જિનાલયમાં મૂળનાયક વગેરે જિન પ્રતિમાઓની પ્રતિષ્ઠા વિક્રમ સંવત 2005 મહા સુદ 5 ના દિવસે આચાર્ય શ્રી ઋદ્ધિસૂરિજી મ.સા. ની નિશ્રામાં થઈ. આ તીર્થમાં પણ ઓળી કરવાની મહત્તા છે એ કારણે જિનાલયના રંગ મંડપમાં વિશાલ સિદ્ધચક્રજી ની સ્થાપના થઈ છે. ઉપાશ્રય ધર્મશાળા છે.*
*સરનામું*
*શ્રી મુનિસુવ્રત સ્વામી જૈન શ્વેતાંબર મંદિર*
*શ્રી ઋષભદેવ મહારાજ જૈન ધર્મ* *ટેમ્પલ અને જ્ઞાતિ ટ્રષ્ટ*
*શ્રી રાજસ્થાન જૈન શ્વેતાંબર* *મૂર્તિપૂજક સંઘ*
*ટેમ્ભી નાકા ઠાણા પશ્ચિમ*
*જિલ્લો થાણા*
*મહારાષ્ટ્ર 421201*
*ફોન નંબર*
*022 25475811*
*022 54472389*
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો