શનિવાર, 19 માર્ચ, 2022

Munisurvatswami

*મુનિસુવ્રતસ્વામી ભગવાનનું ચારિત્ર :*
*આ ભરતક્ષેત્રમાં મગધ દેશના મંડનરૂપ રાજગૃહ નામે નગર છે. તે નગરમાં* *હરિવંશમાં સુમિત્ર નામે રાજા હતો. તે રાજાને પદ્માદેવી નામે નિર્વિકારી રાણી હતી.*
*પ્રાણત દેવલોકમાં દેવનો ભવ પૂર્ણ કરી, શ્રાવણ માસની પૂર્ણિમાની રાત્રિએ પ્રભુ શ્રી મુનિસુવ્રતસ્વામીનો આત્મા પદ્માદેવીની કુક્ષીમાં અવતર્યો. તે સમયે સુખે સૂતેલા*
*પદ્માદેવીએ તીર્થંકરના જન્મને સૂચવનારાં ચૌદ મહાસ્વપ્નો રાત્રિના શેષભાગે જોયા.*

*સમય જતાં જેઠ મહિનાની કૃષ્ણાષ્ટમીએ કાચબાના લાંછનવાળા અને તમાલ જેવી શ્યામ કાંતિવાળા કુમારને દેવીએ જન્મ આપ્યો. દિકુમારીઓએ આવીને*
*ભક્તિથી સૂતિકર્મ કર્યું. પછી ઈન્દ્ર વીસમા તીર્થંકરને મેરૂગિરિ પર લઇ ગયા. ત્યાં સૌધર્મેન્દ્રના ઉસંગમાં રહેલા જગદ્ગુરુને ત્રેસઠ ઇન્દ્રોએ પવિત્ર તીર્થોદક વડે*
*જન્માભિષેક કર્યો. આ પ્રમાણે સર્વ દેવો અને ઇન્દ્રોએ ભક્તિથી પૂજા અને સ્તુતિ કરી, પ્રભુને માતાની પાસે મૂકી નંદીશ્વરવીપે ગયા. ત્યાં અદાઇ મહોત્સવ કરીને*
*પોતપોતાના સ્થાનકે ગયા. પ્રાતઃકાળે સુમિત્ર રાજાએ પુત્રનો જન્મોત્સવ કર્યો અને લોકોને સત્કારાદિ વડે પ્રસન્ન કરી મુનિસુવ્રત એવું નામ પાડ્યું.*

*ત્રણ જ્ઞાન ધારણ કરનારા પ્રભુ બાલ્યવયનું ઉલ્લંઘન કરીને યૌવનવયમાં વીશ ધનુષ્યની કાયાવાળા થયા. પછી શ્રી મુનિસુવ્રતસ્વામી* *પૃથ્વીપુરના રાજા પ્રભાકરની*
*પુત્રી પ્રભાવતીને સ્વયંવર દ્વારા પરણ્યા. કેટલાક સમયે* *મુનિસુવ્રતસ્વામીને પ્રભાવતીદેવીથી સુકૃત નામે પુત્ર થયો. ભગવંતે થોડા વર્ષો રાજય સંભાળી ફાગણ સુદ દશમીએ એક હજાર રાજાઓની સાથે દીક્ષા લીધી અને ફાગણ સુદ બારસે પ્રભુને ઘાતી કર્મો ક્ષય થવાથી કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ઇન્દ્ર મહારાજાએ કેવળજ્ઞાનનો મહોત્સવ કર્યો.*

*વિશ્વને દેશનાના કિરણોથી જાગૃત કરતા ભગવંત એક વખત પ્રતિષ્ઠાન નામે નગરમાં પધાર્યા. ત્યાંથી જ્ઞાન દ્વારા ભૃગુકચ્છ નગરમાં પોતાનો પૂર્વભવનો મિત્ર એક અશ્વ,* *અશ્વમેધયજ્ઞમાં હોમાતો જાણીને પ્રભુ રાત્રિમાં જ સાઈઠ યોજનાનો વિહાર કરી, પ્રાતઃકાળે મૃગુકચ્છ (ભરૂચ) નગરે પહોંચ્યાં. માર્ગમાં સિદ્ધપુરમાં મધ્યરાત્રે ક્ષણવાર વિશ્રામ લીધેલો હોવાથી ત્યાં વજધર રાજાએ તેમનું ચૈત્ય કરાવ્યું.*

*ભરૂચના કોટક ઉદ્યાનમાં પ્રાતઃકાળે દેવતાઓએ સમવસરણ રચ્યું. પ્રભુને સમવસરેલા જાણીને તે જ અશ્વ ઉપર બેસી નગરનો સ્વામી જિતશત્રુ રાજા ત્યાં આવ્યો.*
*ત્યાં પ્રભુના દર્શન કરી તે અધે પણ ઉંચા કાન કરીને સર્વ લોકોને તૃપ્ત કરનારી દેશના સાંભળી. દેશના પૂર્ણ થયા પછી રાજાએ પ્રભુને પૂછ્યું, 'ભગવન્ ! આપની*
*આ દેશનાથી અહીં કોણ કોણ ધર્મ પામ્યું ? પ્રભુએ કહ્યું, ‘આ તમારા અશ્વ સિવાય બીજા કોઇને અત્યારે ધર્મ પ્રાપ્ત થયો નથી.’ ફરીથી રાજાએ પૂછ્યું, “હે વિભુ ! આ*
*અશ્વ કોણ છે ?' પ્રભુ બોલ્યા, “હે રાજા ! એનાં પૂર્વ ભવોને સાંભળે.”*

*અનાં પૂર્વભવો :*
*પૂર્વે ચંપાનગરીમાં હું સુર નામે ધનાઢચ શ્રેષ્ઠી હતો. તે વખતે આ અશ્વ મહિસાગર નામે મંત્રી હતો ને તે મારો મિત્ર હતો. તે માયા, કપટ અને મિથ્યાત્વથી ભરપૂર હતો. ત્યાંથી મૃત્યુ પામી કેટલાક ભવમાં ભમીને તે પક્ષીનીખંડ નામના નગરમાં સાગરદત્ત નામે એક મિથ્યાત્વી વણિક થયો. તે નગરમાં જિનધર્મ નામે એક ઉત્તમ શ્રાવક રહેતો હતો. તેની સાથે સાગરદત્તની અતિશય પ્રીતિ થઈ.*

*એક વખત તે બંને મિત્રો કોઈ મુનિને વંદન કરવા પૌષધગૃહમાં ગયા. ત્યાં મુનિના મુખેથી તેઓએ ધર્મ સાંભળ્યો. તેમાં તેમણે એવું સાંભળ્યું કે, “જે પુરુષ*
*માટીનું, સોનાનું કે રત્નનું જિનબિંબ કરાવે તેના કુકર્મો નાશ પામે છે. તે સાંભળી સાગરદત્તે એક સુવર્ણનું જિનબિંબ કરાવ્યું અને સાધુભગવંતની પાસે પ્રતિષ્ઠા કરાવી*
*તે પોતાના ઘરમાં સ્થાપન કર્યું. તે પૂર્વે તેણે નગરની બહાર એક મોટું શિવાલય કરાવ્યું હતું. તેમાં ઉત્તરાણના દિવસે તે દર્શન કરવા ગયો. ત્યાં તે વખતે શિવાલયના પૂજારીઓને ઘીના ઘડા ઉપરથી ખરી પડતી જીવાત,* *પગથી કચડી નાખતા જોઈ,સાગરદત્ત અતિ દુઃખી થયો. એટલે ધીરે રહીને ઘડા ઉપરથી જીવાત દૂર કરવા લાગ્યો.*
*તે જોઈ એક પૂજારીએ આવીને હઠથી બધી ઉધઇઓને પગથી પીલી નાંખી અને બોલ્યો, “અરે ! સાગર ! પાખંડી શ્વેતાંબરીઓએ તને છેતર્યો લાગે છે. તેથી તું*
*આ જંતુઓની રક્ષામાં તત્પર થયો છું.' પૂજકના આવા કૃત્યની તેના આચાર્યું પણ ઉપેક્ષા કરી. આથી સાગરદત્ત વિચારવા લાગ્યો કે, “આ નિર્દય પૂજકોને ધિક્કાર*
*છે.* *આવા લોકોને ગુરૂબુદ્ધિથી કેમ પૂજાય ? કે જેઓ પોતાના યજમાનને દુર્ગતિમાં પાડે છે. આવો વિચાર કરી મનમાં સમસમીને રહ્યો અને પછી તે પૂજકોના આગ્રહથી*
*ત્યાં પૂજાદિ ક્રિયા કરી, અંતે સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યા વગર જ ત્યાંથી મૃત્યુ પામી,આરંભાદિકથી તિર્યંચ ગતિ પામી તારો આ જાતિવંત અલ્પ થયો છે. તેને બોધ પમાડવા માટે જ હું અહીં આવ્યો છું. પૂર્વ જન્મમાં કરાવેલી* *જિનપ્રતિમાના પ્રભાવથી તેને હમણાં મારો અને ધર્મનો યોગ પ્રાપ્ત થયો છે.*
*આ સાંભળી, તે જાતિવંત અશ્વને જાતિસ્મરણ થયું. તેથી સંસારથી છૂટવા તેણે પ્રભુની પાસે અનશનવ્રત ગ્રહણ કર્યું. પછી સાત દિવસ અનશનમાં રહી, સમાધિ મૃત્યુ પામીને સહસ્ત્રાર દેવલોકમાં દેવ થયાં. અવધિજ્ઞાનથી પોતાનો પૂર્વભવ જાણી, પૃથ્વી ઉપર આવીને સુવર્ણના કિલ્લાની મધ્યમાં શ્રી મુનિસુવ્રતસ્વામીની એક પ્રતિમા કરાવી, તે પ્રતિમાની સામે પોતાની અમૂર્તિ કરાવી અને ત્યાં દર્શન કરનારા સુવ્રતપ્રભુના ભક્તોના મનોરથ પૂરવા લાગ્યો.*

*ત્યારથી તે પવિત્ર તીર્થ અશ્વાવબોધ નામે*
*પ્રસિદ્ધ થયું અને ભરૂચ નગર પણ વિશેષ પ્રસિદ્ધ થયું.*
*જેમ તે અને થોડો ધર્મ કરીને ઘણું ફળ પ્રાપ્ત કર્યું તેમ કોઇપણ પુરુષ ત્યાં જેટલું ધન વાપરે છે તેનાથી અનંત ઘણું પ્રાપ્ત કરે છે. નર્મદા નદીના ભુગુ = તટના*
*શિખર ઉપર કચ્છ જેવું અને લીલોતરીવાળું તે નગર હોવાથી તેનું “ભૃગુકચ્છ' એવું નામ પ્રખ્યાત થયું.* *ત્યાં શ્રી મુનિસુવ્રત પ્રભુના સ્નાત્રજળ વડે નિર્મળ એવી નર્મદા*
*નામે નદી છે. જે દીનજનોને અદન કરે છે.*

*સમેતશિખર પર શ્રી મુનિસુવ્રતસ્વામીનું નિર્વાણ :-*

*સુર-અસુરોને પૂજેલા શ્રી મુનિસુવ્રત સ્વામી ભરૂચથી વિમલાચલ તીર્થે સમવસર્યા. ત્યાં પોતાના ચરણન્યાસથી સર્વ શિખરોને તીર્થ રૂપ કરી ત્યાંથી પાછા ભરૂચ નગરે આવ્યા. ત્યાંથી સૌરીપુરી, ચંપાનગરી, પ્રતિષ્ઠાનપુર, સિદ્ધપુર,હસ્તીનાપુર અને બીજા પણ અનેક નગરોમાં વિહાર કરી, ભવ્યજનોનો ઉદ્ધાર કરી, પ્રાંતે એક હજાર મુનિઓની સાથે સમેતશિખરજી ગિરિ પર આવ્યા. ત્યાં એક મહિનાનું અનશન કરી, જેઠ માસની કૃષ્ણ નવમીએ, હજાર મુનિઓની સાથે મુક્તિ પામ્યા.*

*કુમારચય અને દીક્ષા બંનેમાં સાડાસાત હજાર વર્ષ અને રાજ્યમાં પંદરહજાર વર્ષ, સર્વ મળી ત્રીશ હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યું. શ્રી મુનિસુવ્રતસ્વામીનું અને*
*ભૃગુકચ્છ તીર્થનું આ ચરિત્ર ભવ્ય પ્રાણીઓને શાંતિને માટે થાઓ.* *તીર્થપતિ શ્રી મુનિસુવ્રતસ્વામી પછી સુવ્રત નામે રાજા થયા અને ત્યારપછી તે વંશમાં બીજા ઘણા*
*રાજાઓ થયા. ત્યારપછી શ્રી મુનિસુવ્રત સ્વામીના હરિવંશમાં યાદવ રાજાઓ થયા.તેમાં શ્રી નેમિનાથ ભગવાન બાવીશમાં તીર્થંકર થયા.*

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top