મંગળવાર, 8 માર્ચ, 2022

વાસુપૂજ્ય સ્વામી

સ્વામી તમે કાંઇ કામણ કીધું

ચિત્તડુ અમારૂ ચોરી લીધું..

અમે પણ તુમશું કામણ કરશું,

ભક્તિ ગ્રહી મન ઘરમાં ધરશુ..

સાહેબા વાસુપૂજ્ય જિણંદા

મોહના વાસુપૂજ્ય જિણંદા..


આજે મહાવદ ચૌદસ મંગળવાર તા▪️▪️▪️૨૨ ના રોજ બારમાં તીર્થંકર શ્રી વાસુપૂજ્ય સ્વામીનું જન્મ કલ્યાણક ...

 

૧૨ શ્રી વાસુપૂજ્ય સ્વામી..

 

શ્રી વાસુપૂજ્ય સ્વામીનું ચૈત્યવંદન

વાસવ-વંદિત વાસુપૂજ્ય, ચંપાપુરી ઠામ;

વાસુપૂજ્ય કુલ ચંદ્રમાં, માતા જયા નામ.

મહિષ લછંન જીન બારમા, સિત્તેર ધનુષ્ય પ્રમાણ;

કાયા આયુ વરસ વલી, બહોંતેર લાખ વખાણ.

સંઘ ચતુર્વિધ થાપીને એ, જિન ઉત્તમ મહારાય;

તસ મુખ પદ્મ વચન સુણી, પરમાનંદી થાય

 

(1) સમ્યક્ત્વ પામ્યા પછીના ભવ.- ત્રણ.

(2) જન્મ અને દિક્ષા સ્થળ - ચંપાપૂરી.

(3) તીર્થંકર નામકર્મ -પદ્મોત્તર.

(4) દેવલોકનો અંતિમ ભવ - પ્રાણત વિમાન.

(5) ચ્યવન કલ્યાણક - જેઠ-સુદ-૯,શતભિષાનક્ષત્ર.

(6) માતાનું નામ - જયાદેવી અને પિતાનું નામ.વસુપુજ્યરાજા.

(7) વંશ- ઇક્ષ્વાકુવંશ અને ગોત્ર કાશ્યપ.

(8) ગર્ભવાસ -આઠમાસ વીસ દિવસ.

(9) લંછન -પાડો, અને વર્ણ -રાતો.

(10) જન્મ કલ્યાણક - મહાવદ-૧૪,શતભિષાનક્ષત્રમાં.

(11) શરીર પ્રમાણ -૭૦ ધનુષ્ય.

(12) દિક્ષાકલ્યાણક- ફાગણ-સુદ-૧૫,શતભિષાનક્ષત્રમાં.

(13) કેટલા જણ સાથે દિક્ષા-૬૦૦.

(14) દિક્ષાશીબીકા- પૃથ્વી, દિક્ષાતપ -છઠ્ઠ

(15) પ્રથમ પારણું - મહાનંદનગર માં સુનંદ ના હસ્તે ક્ષીરથી પારણું થયું.

(16) છદ્મસ્થા અવસ્થા -એકમાસ.

(17) કેવલજ્ઞાન કલ્યાણક- છઠ્ઠતપ પાટલીવ્રુક્ષની નીચે ચંપાપૂરીમાં,મહા-સુદ-૨,શતભિષાનક્ષત્રમાં.

(18) શાશનદેવ-કુમારયક્ષ અને શાશન દેવી -ચંડાદેવી.

(19) ચૈત્ય વ્રુક્ષ ની ઉંચાઈ-૮૪૦ ધનુષ્ય.

(20)પ્રથમ દેશનાનો વિષય -ધર્મ ભાવના.

(21) સાધુ - ૭૨૦૦૦ અને સાધ્વી- ધરણી આદિ-૧૦૦,૦૦૦.

(22) શ્રાવક-૨૧૫૦૦૦ અને શ્રાવિકા-૪૩૬૦૦૦.

(23) કેવળજ્ઞાની-૬૦૦૦, મન:પર્યાવજ્ઞાની-૬૦૦૦ અને અવધિજ્ઞાની-૫૪૦૦.

(24) ચૌદપૂર્વધર- ૧૨૦૦ ,અને વૈક્રિય લબ્ધિઘર-૧૦૦૦૦ અને વાદી -૪૭૦૦.

(25) આયુષ્ય-૭૨ લાખ પૂર્વ.

(26) નિર્વાણકલ્યાણક - અષાઢ-સુદ-૧૪,ઉત્તરભાદ્રપદા નક્ષત્ર.

(27) મોક્ષ-ચંપાપૂરી, મોક્ષતપ-માસક્ષમન, અને મોક્ષઆસન-કાર્યોત્સર્ગાસન.

(28) મોક્ષસાથે-૬૦૦ સાધુ.

(29) ગણધર-સુભુમ આદિ-૬૬.

(૩૦) વિમલનાથ પ્રભુ નું અંતર - ૩૦ સાગરોપમ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top