મંગળવાર, 22 માર્ચ, 2022

Gurubhagvant

🙏 *ગુરૂભગવંત પ્રત્યે ની ૩૩ આશાતના🙏*

*પરમાત્મા ના શાસનમાં ગુરૂભગવંતનું ખૂબ જ મહત્વ છે. "ગધેડાની આગળ ચાલો,અને ગુરૂભગવંતની પાછળ ચાલો,લાત ન મારે માટે ગધેડાની આગળ અને સાચો માર્ગ બતાવે માટે ગુરુભગવંતની પાછળ ચાલો."*

*ગુરૂભગવંતની આશાતના ન થઈ જાય એનું સતત ધ્યાન રાખજો નહિંતર દુર્ગતિના કટુ ફળો ભોગવવા પડે છે.ભવાંતરમાં સાધૂવેશ મળવો દુર્લભ બની જાય છે.નીચેની એક પણ આશાતના ન થઇ જાય એનું સતત ધ્યાન રાખજો.🙏*

*(૧) *નિષ્કારણ ગુરૂભગવંતની આગળ ચાલવાથી વિનયનો ભંગ થાય (અવિનય ભંગ) માટે ગુરૂભગવંતની આગળ ન ચાલવું.*

*(૨) *ગુરૂભગવંતની જમણી કે ડાબી બાજુ નજીકમાં ન ચાલવું.*

*(૩) *ગુરૂભગવંતની પાછળ લગોલગ ન ચાલવું.*

*(૪) *ગુરૂભગવંતને પીઠ કરીને ન બેસવું.*

*(૫) *ગુરૂભગવંતની જમણી કે ડાબી બાજુ લગોલગ ન બેસવું.*

*(૬) *ગુરૂભગવંતની પાછળ લગોલગ ન બેસવું.*

*(૭) *ગુરૂની આગળ અડચણ પડે તેમ ઊભા ન રહેવું.*

*(૮) *ગુરૂભગવંતની બન્ને બાજુ એકદમ નજીક ઊભા ન રહેવું.*

*(૯) *કારણ વગર ગુરૂની પાછળ નજીક ન બેસવું.*

*(૧૦) *આહાર પાણી વગેરે ગુરૂભગવંતની પૂર્વે કરીને ઊભા થઈ જવું તે દોષ છે.*

*(૧૧) *સ્થંડિલાદિ કારણે બહાર ગયા પછી પાછા આવીને ગુરૂભગવંતની પૂર્વે ઈરિયાવહિયં ન કરવં ગુરૂભગવંતે કર્યા પછી કરવા.*

*(૧૨) *રાત્રીના સમયે ગુરૂભગવંતે બોલાવ્યા છતાં જાગતાં હોવા છતાં ન આવવું કે જવાબ ન આપવો તે દોષ છે.ગુરૂ ભગવંત બોલાવે કે તરત જ તહત્તિ કરીને ગુરૂદેવ પાસે પહોંચી જવું જોઈએ.*

*(૧૩) *ગુરૂદેવ કોઈ જોડે વાતચીત કરતા હોય ત્યારે વચ્ચે ન બોલવું.આશાતનાનું કટુ ફળ ભોગવવું પડે છે.*

*(૧૪) *આહાર પાણી લાવતા લાગેલ દોષ ગુરૂદેવને કહેતા પૂર્વે કોઈને ન કહેવો.*

*(૧૫) *આહાર પાણી વગેરે ગુરૂભગવંત પૂર્વે બીજા સાધુને બતાવવાથી આશાતના થાય,માટે ગુરૂભગવંતને બતાવ્યા પૂર્વે બીજાને ન બતાવવા.*

*(૧૬) *આહાર પાણી માટે સૌ પ્રથમ ગુરૂભગવંતને નિમંત્રણ આપવું પછી જ બીજા સાધુભગવંતોને.*

*(૧૭) *ગુરૂભગવંતની અનુમતિ વિના બીજા મહાત્માને અાહાર વગેરે ન અપાય,ગુરૂદેવની અનુમતિ લઈ પછી જ અપાય.*

*(૧૮) *ગુરૂદેવની અનુમતિ વિના પોતે આહારાદિ ન કરવો.તથા ગુરૂદેવને જે તે આપી પોતે સારૂં સારૂં લઈ લેવુ.અનુમતિ વિના આહારાદિ કરવાથી દોષ લાગે.*

*(૧૯) *ગુરૂભગવંત બોલાવ્યા છતાં સાંભળ્યું ન સાંભળ્યું કરી જવાબ ન આપવો..ગુરૂ રાતમાં જાગવા કે ઊંઘવાનો પ્રશ્ન પૂછે પણ તેનો જવાબ ન દેવો.. તે દોષ છે.*

*(૨૦) *ગુરૂભગવંત સામે કઠોર કે ઊંચા સ્વરે ન બોલવું તે દોષ છે.*

*(૨૧) *ગુરૂમહારાજ બોલાવે તો આસન પર બેઠાં બેઠાં કે શયનમાં સૂતાં સૂતાં જવાબ આપવો.*

*(૨૨) *ગુરૂભગવંત કોઈ કામ સોંપે તો બહુમાનથી તે કામ કરવું..પણ મારાથી નહિ થાય અને 'તમે ય આળસુ છો' એવું ક્યારેય ન કહેવું.*

*(૨૩) *ગુરૂ બોલાવે તો 'શું છે ? શું છે?' એમ પૂછવું તે અને ગુરૂને તુંકારાથી બોલાવવા તે આશાતના છે.*

*(૨૪) *ગુરૂભગવંતના મુખેથી વીતરાગવાણી સાંભળતા આનંદ ન થાય તો એ આશાતના છે.*

*(૨૫) *ગુરૂ વાતચીત કરતા હોય કે કોઈને ઉપદેશ આપતા હોય ત્યારે વચ્ચે ડહાપણ ડોળવું કે 'આ આમ છે,તેમ છે,' વગેરે આશાતના છે.*

*(૨૬) *ગુરૂભગવંત કથા કે પ્રવચન કરતાં હોય ત્યારે વચ્ચે વચ્ચે બોલીને ભંગાણ પાડવું તે આશાતના છે.*

*(૨૭) *ગુરૂ ધર્મકથા કરતા હોય તે વેળા 'હવે મૂકો વાત !ગોચરી અાવી ગઈ છે,પડિલેહણનો સમય થઈ ગયો છે વગેરે બોલીને બેઠેલા શ્રાવકો ને ઊભા કરવા તે ગુરૂનું અપમાન કર્યું કહેવાય જે આશાતના છે.*

*(૨૮) *ગુરૂભગવંતે પ્રવચન કર્યા બાદ પોતાની અાવડત કે હોંશીયારી બતાવવા કહેલ પદાર્થ પર વિસ્તૃત વર્ણન કરવું તે આશાતના છે.*

*(૨૯) *ગુરૂભગવંતના આસન વગેરે ને પગ લાગી જાય તો આશાતના થાય.*

*(૩૦) *આસન વગેરે ની જેમ સંથારા ને પગ લાગી જાય તો પણ આશાતના થાય.*

*(૩૧) *ગુરૂભગવંતના આસન પર ભૂલથી પણ બેસી ન જવાય...બેસીએ તો આશાતના થાય.*

*(૩૨) *બત્રીસમી આશાતના છે, ગુરૂભગવંત કરતાં ઊંચા આસને ન બેસાય અને..*

*(૩૩) *તેત્રીસમી આશાતના છે કે જેમ ઊંચા અાસને ન બેસાય તેમ સમાન આસને પણ ન બેસાય.*

*🔅 આજ કાલ તો સામાયિક -પ્રતિક્રમણ યા જીનાલય માં પણ ખુરશી પર બેસીને આરાધના કરે છે...નાદુરસ્ત તબિયત હોય તો ઠિક છે પણ આ રીતે બેસવાથી આશાતના થાય..દેવ ગુરૂ નું અપમાન થાય.*

👉👆🏻 *આ આશાતનાઓ સાધુને આશ્રીને જણાવી છે;શ્રાવકને પણ તે થવા સંભવ છે,કારણ કે ઘણે ભાગે યતિક્રિયાના અનુસારે જ શ્રાવકની ક્રિયાની પ્રવૃતિ પ્રવર્તે છે...*
*(યોગશાસ્ત્ર ગૂર્જરાનુવાદ પૃ. ૩૩૪.)*

*🙏 *જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ લખાયું હોય તો ત્રિવિધે ત્રિવિધે મન વચન કાયાથી મિચ્છામી દુક્કડમ*

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top