રવિવાર, 20 માર્ચ, 2022

Suri Mantra

સૂરિમંત્ર 

                  તીર્થંકરો દ્વારા સ્થાપિત શાસન આચાર્ય મહારાજ દ્વારા ચાલે છે. આચાર્ય મહારાજ પરમાત્માના શાસનની ધુરાને વહન કરે છે. તીર્થંકર પરમાત્મા જ્યારે શાસનની સ્થાપના કરે છે ત્યારે સૂરિ પદ અર્થાત ગણધરના યોગ્ય જીવ હોવા જરૂરી છે. 

                    અપેક્ષાથી કહેવાય છે કે શાસનની સ્થાપના સાથે સૂરિ પદની પ્રતિષ્ઠા થાય છે. સૂરિ પદની સાથે સૂરિ મંત્ર પણ પ્રદાન કરવામાં આવે છે. 

                   તીર્થંકર પરમાત્માના મુખથી આ સૂરિ મંત્રનો જન્મ થાય છે. આ સૂરિ મંત્રની સાધના આચાર્ય ભગવંત જ કરી શકે છે. આ સાધનાથી તેમને અપૂર્વ બળ પ્રાપ્ત થાય છે. પરમાત્માનું શાસન દીર્ઘકાળ સુધી ચાલે છે. એમાં સૂરિ ભગવંત અને સૂરિ મંત્રનો મુખ્ય પ્રભાવ છે. 

                     આ અવસર્પિણી કાળમાં સૌથી પહેલાં સૂરિ મંત્ર શ્રી ઋષભદેવ ભગવાનએ પુંડરીક સ્વામી વગેરે 84 ગણધરોને આપ્યો હતો. આ સૂરિ મંત્ર ચંદ્રપ્રભ સ્વામી સુધી એક વાચનાના રૂપમાં હતો. વર્તમાન સમયમાં શ્રી મહાવીર સ્વામી ભગવાનએ ગૌતમ સ્વામી વગેરે 11 ગણધર ભગવંતોને 2100 અક્ષર પ્રમાણ સૂરિ મંત્ર આપ્યો હતો. જેને ગૌતમ સ્વામીએ 32 શ્લોકમાં ગુંથ્યો હતો. કાળના પ્રભાવથી મંત્રના અક્ષર જરૂર છૂટા છે પરંતુ એનો પ્રભાવ આજે પણ વિદ્યમાન છે.

                        એ સૂરિ મંત્રની સાધનાથી આચાર્ય ભગવંતોમાં એક વિશિષ્ટ સ્તવ મેળવે છે. જેના બળથી એ શાસનની આરાધના , પ્રભાવના અને રક્ષા કરવા માટે સમર્થ થાય છે. 

આ સૂરિ મંત્રની આરાધના પાંચ પીઠીકાઓના માધ્યમથી થાય છે. 

1. પહેલી વિદ્યાપીઠ છે. એની અધિષ્ઠાયિકા શ્રી સરસ્વતી દેવી છે. 

2. બીજી વિદ્યા નામની પીઠ છે. એની અધિષ્ઠાયિકા શ્રી ત્રિભુવન સ્વામીની છે. 

3. ત્રીજી મંત્ર પીઠ છે. એના અધિષ્ઠાયક 16000 દેવતાઓના પરિવારથી યુક્ત શ્રી ગણિ પીટક યક્ષરાજ છે. 

4. ચોથી પીઠ ઉપ વિદ્યાપીઠ છે. એના અધિષ્ઠાયિકા શ્રીદેવી છે. 

5. પાંચમી પીઠ મંત્ર રાજ પીઠ છે. એના કેન્દ્રમાં શ્રી ગૌતમ સ્વામી છે. એના અધિષ્ઠાયક 64 ઈન્દ્રો , 24 યક્ષ , 24 યક્ષિણી , 16 વિદ્યાદેવીઓ , નવગ્રહ , 10 દિકપાળ વગેરે છે. 

                    ત્રીજી પીઠ ઉપવિદ્યાપીઠ - શ્રીદેવીની તથા ચોથી પીઠ - મંત્ર પીઠ ગણિપીટક યક્ષરાજના ક્રમથી પ્રચલિત છે. 

                      સૂરિ મંત્રની સાધનાના કેન્દ્રમાં શ્રી ગૌતમ સ્વામી ભગવંત છે. બધા આચાર્ય ભગવંત સૂરિ મંત્રના માધ્યમથી શ્રી ગૌતમ સ્વામી ભગવંતના જાપ , ધ્યાન વગેરે કરીને અપૂર્વ આત્મબળ પ્રાપ્ત થાય છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top