*💐 70 વર્ષ પહેલાં જેમની દીક્ષા વૈશાખ વદ 8 વિક્રમ સંવત 2008 થઈ હતી. દીક્ષાનો વરઘોડો ઝવેરી બજારથી ભાયખલા મોટા મંદિર સુધી નીકળ્યો હતો. અને એમને દીક્ષાના દિવસે મુંબઈ શેર બજાર બંધ હતું.*
*💐 કહેવાય છે કે એ સમયે એમના માથે જે પાઘડીની ઉપર કલગી હતી એ 1 લાખ રૂપિયાની હતી.*
*💐 એ સમયે ભારતના અને વિદેશના સમાચાર પેપરોમાં આ ખબર છપાઈ હતી કે " મુંબઈના શાલીભદ્ર " આજે દીક્ષા લઈ રહ્યા છે.*
*💐 પૂજ્ય પંન્યાસ ચંદ્રશેખરવિજયજી મહારાજ સાહેબ એટલે સત્વપુરુષ , શૌર્યપુરુષ , ઉર્જાપુરુષ.... આ બધાથી વધારે શાસન પુરુષ. જેમના લોહીના એક એક બૂંદમાં જિનશાસનની ખુમારી , જિનશાસનનો રાગ , જિનશાસનનો પ્રેમ વહેતો હતો.*
*💐 જેમને ગચ્છાધિપતિ જયઘોષસૂરિશ્વરજી મ.સા. એ યુગપ્રધાન આચાર્યસમની પદવી આપી હતી.*
*💐 જેમના મન રોમમાં માત્ર બધા જીવો માટે કરુણા વરસતી હતી. જેમને 56000 કતલખાને બંધ કરાવ્યા હતા.*
*💐 ચંદ્રશેખર મહારાજ સાહેબની 1 શબ્દમાં વ્યાખ્યા કરવી હોય તો ઘકઘકતી ખુમારી*
*💐 જેમણે પોતાના જીવન કાળમાં 275 જેટલા પુસ્તકો લખ્યા.*
*💐 17,000 યુવાન યુવતીઓને આલોચના આપીને એમને પવિત્ર બનાવ્યા હતા.*
*💐 સંતાનોને બચાવવા માટે તપોવન નામની બે મહાન સંસ્થાની સ્થાપના કરી હતી. જેમાં આજે પણ લગભગ 1000 બાળકો આધુનિક શિક્ષણ સાથે સંસ્કાર આપે છે.*
*💐 જે 10000 - 15000 ની સભામાં માઈક વગર ત્રણ - ત્રણ કલાક પ્રવચન આપતા હતા.*
*💐 જેમના વર્તમાનમાં 120 થી વધારે શિષ્ય પ્રશિષ્ય છે.*
*💐 શ્રી અંતરિક્ષજી અને શ્રી ગિરનારજી તીર્થની સુરક્ષા , વિકાસ કર્યો હતો.*
*💐 જેમણે જોઈને સિંહની આકૃતિ નજરના સામે આવતી હતી.*
*💐 સામાન્ય કોઈ પણ ગુરુ મહારાજનું કાળધર્મ થાય તો જય જય નંદા જય જય ભદ્દાનો સૂત્રોચ્ચાર થાય છે. પરંતુ પૂજયશ્રીમાં અપાર માનવ મેદની વચ્ચે દેખો દેખો કોણ આયા જિનશાસનના શેર આવ્યા. સંપૂર્ણ પાલખી યાત્રામાં લોકો દ્વારા આ નારા દ્વારા વિદાય આપી હતી.*
*💐 જેમના કાળધર્મમાં માનનીય નરેન્દ્રભાઈ મોદી સાથે 5 લાખ લોકોએ દર્શન કરીને પોતાના જીવનને ધન્ય બનાવ્યા અને એમની પાલખીમાં 50 હજાર શ્રદ્ધાળુઓ આવ્યા હતા.*
*💐 શાસન માટે જેમને પોતાની પુરી જિંદગી આપી. શાસન માટે જેમને સુખ સાહિબી છોડી.*
*💐 11 વર્ષ પહેલાં દેવલોક થયેલા એવા એક મહાન પુરુષ યુગપ્રધાનાચાર્ય સમ પૂજ્ય પંન્યાસ ચંદ્રશેખરવિજયજી મહારાજ સાહેબને કોટી કોટી વંદના.*
*યુગપ્રધાન તુલ્ય પરમ પૂજ્ય* *આચાર્યસમ પન્યાસ પ્રવર શ્રી*
*ચંદ્રશેખર વિજયજી મહારાજ એટલે" મારી વ્હાલી ગુરુમાં*
*આજે ફાગણ સુદ પાંચમ*
*ગુરુમાં ની ૮૮ મી જન્મતિથિ...*
*એક જનમ્યો રાજ દુલારો દુનિયા નો તારણહારો ઈન્દૃવદનનુ નામ ધરીને ચમક્યો તેજ સિતારો.....ગાન્ધારીને પોતાના ૧૦૦ પુત્ર હતા પણ સંસ્કાર ન આપ્યા એટલે મહાભારત નુ સર્જન થઈ ગયું અને ચંદ્રશેખરવિજયજી ને લાગ્યું કે મારા ભારત ને વિક્રુતી થી બચાવવુ હશે તો સંસ્કૃતિ ના ઘાવણ મારે મા બની ને પાવા જ પડશે અને હજારો પડકારો નો સામનો કરી બે તપોવન ના સર્જન કર્યા અને એમની પ્રતિક્રુતિ જેવા સેન્કડો શિષ્યો તૈયાર કર્યા અને જેમ જીજાબાઈએ શિવાજી ને તૈયાર કર્યા એમ હજારો શિવાજી તપોવન ની સંસ્કાર ની આગ મા શેકીને તૈયાર કર્યા...... આજે તપોવન મા તૈયાર થયેલા યુવાનો જિનશાશન ની સેવા અનેક પ્રકારે કરી રહ્યા છે.એવી આ ચંદ્રશેખર ગુરૂમા ને એમના જન્મ દિવસ એ કોટિ કોટિ વંદન.....*
*જેમનું વ્યક્તિત્વ વિરાટ હતું.*
*- જેમના દિલ માં કરુણા નો અફાટ સાગર ઘુઘવાતો હતો.*
*- જેમના હૃદય ની પ્રત્યેક ધડકને પ્રેમ નો ધબકાર હતો.*
*- જેમના નયનોમાં થી નર્યો નેહ નિતરતો હતો.*
*- જેઓ જન-જન ના મન-મન માં વસેલા છે.*
*- જેમની વાણીમાં વીરતાનો સિંહનાદ હતો.*
*- જેઓનો દેહ શાસનહિતના કાર્યો માં સદાય વ્યસ્ત હતો.*
*- જેમના હૈયે સર્વનું હિત વસ્યું હતું અને જેમનો બોલ હતો સર્વમાન્ય.*
*- એવા ઉર્જાપુરુષ કે જેને ધર્મ, સંસ્કૃતિ અને રાષ્ટ્ર ના તારણહાર તૈયાર કરવા સિવાય બીજી કોઈ મહત્વાકાંક્ષા નથી.*
*- એવા ઉર્જાપુરુષ કે જેને નવી પેઢી ની ઘડતર સિવાય બીજી કોઈ અપેક્ષા નથી.*
*- એવા ઉર્જાપુરુષ કે જેને તંદુરસ્ત લાંબા જીવન પ્રાપ્ત કરવા કરતાં સદંતર સારી પ્રવૃત્તિઓ ની ચિંતા હતી.*
*- એવા ઉર્જાપુરુષ કે જેને હમેંશા મોક્ષ પ્રાપ્તિ ની ઈચ્છા હતી.*
*- એવા ઉર્જાપુરુષ કે જેને હમેંશા ઉચ્ચ ગુણવત્તા ધરાવતા અનુયાયીઓ તૈયાર કરવા સિવાય બીજી કોઈ અપેક્ષા નથી.*
*- એવા ઉર્જાપુરુષ કે જેને જિનશાસન ની દિવસ અને રાત સેવા કરવા ના બદલામાં મોક્ષ પ્રાપ્તિ નો લોભ હતો.*
*- એવા ઉર્જાપુરુષ કે જેને જિનશાસન ની સેવા પોતાના અંતિમ શ્વાસ સુધી કરવાની મહત્વાકાંક્ષા હતી...*
*શ્વાસો ની માળા માં સમરું હું તમારું નામ.....ગુરુમાં*
😔😔🙏🙏
*ગુરુમાં*
*⭐ ગુરુમા ના ગુણોની વાત થાય જ નહીં.. અનહદ એમના ઉપકારો આપણા ઉપર છે જે માત્ર જીવ્યા તો જિનશાસન માટે અને મર્યા તો જિનશાસન માટે ..*
*⭐જેના રોમેરોમમાં જિનશાસન વહેતું હતું ગુરુની આજ્ઞા વહેતી હતી...*
*⭐પૂજ્ય ચંદ્રશેખર મહારાજસાહેબ પોતાના ગુરુ પ્રેમસૂરીશ્વરજી મ. સા. ને ખુશ કઈ રીતે કરવા એનો પૂરો ખ્યાલ રાખતા અને પ્રેમ સૂરીશ્વરજી મહારાજ સાહેબ ને સ્વાધ્યાય બહુ જ ગમતો હતો.. એટલે પુજ્ય ગુરુમાં વધારે ને વધારે સ્વાધ્યાય કરે.. રોજ ની સો ગાથા તો ક્યારેક 200 ગાથા આમ કરીને પ્રેમ સૂરીશ્વરજી મહારાજ સાહેબને ખુશ કરતા અને એમની કૃપા એટલી જબરદસ્ત ફળી.. પુજ્ય ચંદ્રશેખર મહારાજસાહેબ જિનશાસનના મહાન સિતારા બન્યા...*
*⭐અદભુત સેવા જિનશાસનની કરી, તપોવન ના પ્રેરણા મૂર્તિ બન્યા.. અને રાષ્ટ્ર સંસ્કૃતિ અને ધર્મને નવી ભેટ આપી...*
*⭐ચંદ્રશેખર મહારાજ સાહેબના ગુણોની વાત કરવી હોય ને તો દિવસોના દિવસો પસાર થઈ જાય તો પણ તેમના ગુણોનું, ગુણગરિમા ના કરી શકીએ.. એટલા વિનય, કરુણામૂર્તિ, વાત્સલ્ય પ્રેમી, ગુરુ પ્રેમી, જિનશાસનના રખીયા, ગુરુમા પ્રાણથી પણ પ્યારા અમને.. અમારા જીવનના હિતચિંતક, અમારા જીવનની નાવ ને મધદરિયે માં ઝંઝાવાતો ખાતી હતી, એ સમયે એમના વ્યાખ્યાન દ્વારા, મુકિતદૂત દ્વારા, તપોવન દ્વારા, બુકો 📙 દ્વારા અમને બચાવવા માટેના ભરખમ પ્રયાસો થી કિનારે લાવીને અમને સહુને જીવતદાન આપનારા.. ગુરુમા.. આપને નતમસ્તકે વંદન.. 🙏 🙏*
*☘️પ્રભુ શાસન ના અણગાર*
*☘️જિનશાસન ના શણગાર*
*☘️સુભદ્રા માતાના હૈયાના હાર*
*☘️પિતા કાંતિભાઈ ના કુળ દિપક*
*ખામેમિ*
*મિચ્છામિ*
*અને*
*વંદામિ*
*સૂત્રને આત્મસાત કરનાર..*
*તપોવન સંસ્થાના આદ્ય પ્રણેતા..*
*સંયમ પુરુષ*
*સિંહપુરુષ*
*ઉર્જાપુરુષ*
*યુગપ્રધાન આચાર્યસમ પરમ પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી ચન્દ્રશેખરવિજયજી મહારાજ સાહેબ નો જય હો વિજય હો વિજય હો*🙏🏽🙏🏽
*✍🏼 ગુરુમા પ્રેમી...*
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો