શનિવાર, 19 માર્ચ, 2022

shantinath Bhagwan

🌷 *શ્રી શાંતિનાથ પ્રભુની પ્રતિમાનો ઇતિહાસ (તીર્થ-૨૬)*
➖➖➖➖➖➖➖➖➖        
             *🛕શ્રી બુરહાનપુર તીર્થ..*

     તિલકચોકમાં લગભગ ૩૦૦ વર્ષ પ્રાચીન શ્રી શાંતિનાથ ભગવાનનું આ જૈન શ્વેતાંબર મંદિર આવેલું છે. એનો પહેલો માળ - ભોંયતળિયાની છત અને દિવાલો ઉપર કાચનું નક્શીકામ કરેલું છે. ભોંયરામાં શ્રી શીતલનાથ ભગવાન બિરાજમાન છે. ઉપર શિખરના ભાગમાં ચૌમુખજી ચાર પ્રતિમાજી છે. 

     *આમાં નગરના પ્રાચીન મંદિરોની ૧૮ મૂળનાયકોની પ્રતિમાઓ અહીં બિરાજમાન છે.* 

     ૩૦૦ વર્ષ પહેલા બુરહાનપુરમાં શ્વેતાંબર સંપ્રદાયના ૧૮ મંદિર હતા. હુમલાખોરોથી મંદિરને બચાવવા માટે ઘરોની જેમ જ લાકડાના મંદિર બનાવેલા હતા. એમાંથી ઘણાખરા તો એક અગ્નિકાંડમાં નાશ પામ્યા હતા. ૧૯૫૬ની આસપાસ અહિંયા શ્વેતાંબર જૈન સંપ્રદાયના ૯ મંદિર બચ્યા હતા. જૈનોની વસ્તી ઘટવા જવાથી મંદિરોંની દેખરેખમાં મુશ્કેલી પડવા લાગી. ૧૯૭૩ – ૭૪ માં એક ભવ્ય જિન મંદિરનું નિર્માણ થયું અને તેમાં ૧૮ જિન મંદિરોના મૂળનાયકો આ ભવ્ય જિન મંદિરમાં પધરાવ્યા છે.

     આખા મંદિરની છત અને દિવાલો ઉપર કાચની શિલ્પકારી કરેલી છે. મુગલ-એ-આજમ ફિલ્મના શીશ મહલના મુસ્લિમ શિલ્પકાર આગા જાન ઈરાનીએ એને આકાર આપ્યો છે. ગુજરાતના કલાકારોએ મંદિરમાં સંગેમરમરની કલાકૃતિ બનાવી છે. 

     સન્ ૧૯૨૦માં મંદિરના જીર્ણોદ્ધાર પ્રસંગે શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આજે પણ નગરજનો પાસે ૧૦૦ વર્ષ જૂની આમંત્રણ પત્રિકા છે. એને બીજા શતાબ્દી મહોત્સવના આમંત્રણ પત્રિકામાં છપાવેલી છે. એમાં શહેર અને મંદિર સંબંધિત ઇતિહાસનો પણ ઉલ્લેખ કરેલો છે.

     પ.પૂ. આચાર્ય શ્રી રાજચંદ્રસુરીશ્વરજી મ.સા.ના મત મુજબ જૈન ધર્મના હજારોં વર્ષ પ્રાચીન ભક્તિ ગીતોમાં આ નગરનો ઉલ્લેખ જોવા મળે છે. પ. પૂ. સાધ્વી ભગવંત હર્ષનિધિશ્રીજી અને પ.પૂ સાધ્વી ભગવંત શ્રેયસ્કરાશ્રીજીના મતે પણ ૯૦૦ વર્ષ પહેલાંના જૈન પ્રાચીન ગ્રંથોંમાં આ નગરનો ઉલ્લેખ બ્રહ્મપુર નામથી કરેલો છે. 

     *દર વર્ષે ફાગણ સુદ-૧૦ ના દિવસે ધજા ચઢાવાય છે...*

*તીર્થનું સરનામું* 

શ્રી શાંતિનાથ જૈન દેરાસર, 
તિલક હોલની પાસે
બુરહાનપુર, મધ્ય પ્રદેશ
પિન:-૪૫૦૩૩૧

સંપર્ક-૯૮૨૬૦૬૦૩૨૪
➖➖➖➖➖➖➖➖➖
Jainam Jayati Shasanam 
WhatsApp-8898336677

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top