સોમવાર, 14 માર્ચ, 2022

Vanki Jain Tirth Kutch

*वांकी जैन तीर्थ ,વાંકી જૈન તીર્થ, Vanki Jain Tirth Kutch*

*કચ્છમાં ભદ્રેશ્વર જૈન તીર્થ થી 26 કિલોમીટર દૂર વાંકી Vaanki નામનું નાનકડું ગામ આવેલું છે*. *આ ગામનાં વતની લક્ષ્મીચંદભાઈ છેડાએ કાંડા ઘડિયાળનાં પટ્ટા બનાવવાની ફેક્ટરી કરવા માટે વાંકી Vanki ગામનાં મુખ્ય માર્ગ પર મોકાની પોણાત્રણ એકર જેટલી જમીન લઈ રાખી હતી*. *પરંતુ જૈનાચાર્ય શ્રી કલાપૂર્ણ સુરીશ્વરજી મહારાજના વાંકી ગામે પગલાં થયાં; લક્ષ્મીચંદ ભાઈના મનનાં ભાવ બદલાયા અને આ જમીન પર Vanki Jain Tirth Kutch વાંકી જૈન તીર્થ નું નિર્માણ થયું*.
*ઘડિયાળના પટ્ટા બનાવવાની ફેક્ટરી ને બદલે ભવ્ય જિનાલયનું નિર્માણ થયું*

*આમ તો વાંકી ગામમાં ૧૨૮ વર્ષ પ્રાચીન શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર છે જ. પણ વર્ષ 1974માં જૈનાચાર્ય શ્રી કલાપૂર્ણ સુરીશ્વરજી મહારાજ સાહેબ વાંકી ગામે પધાર્યા હતા એ વખતે ગામમાં મહોત્સવ જેવું વાતાવરણ સર્જાયું. વાંકી તથા આસપાસના ગામોના વતની શહેરમાં વસતા જૈનો આ પ્રસંગે વાંકી આવ્યા હતા*.

*આ પ્રસંગે આચાર્ય ભગવંતે Vanki Jain Tirth Kutch વાંકી તીર્થ માટે પ્રેરણા કરી. એ વખતે ત્યાં ઉપસ્થિત કોઈએ નવું ભવ્ય જિનાલય બનાવવાનો વિચાર રજૂ કર્યો; પરંતુ ઉપસ્થિત અન્ય શ્રેષ્ઠીઓ માંથી કોઈએ કહ્યું કે, જિનાલયના બદલે જૈન વિદ્યાલય બનાવીએ તો? એ વખતે વાંકીના વતની પણ અમદાવાદ વસતા શેઠ શ્રી લક્ષ્મીચંદ ભાઈ છેડા આગળ આવ્યા અને તેમણે કહ્યું કે, આ શુભ કાર્ય માટે વાંકી ના મુખ્ય માર્ગ પર આવેલી મારી સંપૂર્ણ જમીન હું આપવા તૈયાર છું*.

*આ જમીન પર તેઓ ઘડિયાળ ના પટ્ટા બનાવવા માટે નું કારખાનું બનાવવાના હતા પરંતુ આ શુભ પ્રસંગે, મંગળ ઘડીએ એ જમીન પર ધર્મસ્થાન બનાવવાનું નક્કી કરવામાં આવ્યું. લગભગ પોણા ત્રણ એકર જમીન દાનમાં મળ્યા બાદ વર્ષ 1975માં શ્રી વર્ધમાન તત્વજ્ઞાન જૈન વિદ્યાલય નો શિલાન્યાસ થયો. આમ અહીંયા સમૃદ્ધ લાઇબ્રેરી (જ્ઞાન ભંડાર) સાથે સાધુ-સાધ્વી ભગવંતો તથા મુમુક્ષો તેમજ જૈનીઝમમાં રસ ધરાવતા અભ્યાસુઓ માટે વિદ્યાલયનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું*.

*પ. પૂ. શ્રી કલાપૂર્ણ સુરીશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણાથી જિનાલય અને જૈન વિદ્યાલયનું નિર્માણ* 

*જ્ઞાનમંદિર તૈયાર થયું એ દરમિયાન એવું પણ નક્કી કરવામાં આવ્યું કે અહીં અભ્યાસ અર્થે આવનાર સાધુ-સાધ્વી ભગવંતોને દર્શન કરવા માટે એક નાનકડા જિનાલયનું પણ નિર્માણ કરવું જોઈએ. તેથી એ બાબતની તજવીજ પણ શરૂ થઈ*. *એક પછી એક એમ વર્ષો વિતતા ગયા. દરમિયાન દસ વર્ષ પછી 1986માં ફરી વખત પ. પૂ. શ્રી કલાપૂર્ણ સુરીશ્વરજી મહારાજ સાહેબ વાંકી ગામે પધાર્યા ત્યારે સંઘના કેટલાક આગેવાનો નો મત એવો હતો કે અહીંયા નાનું નહીં પણ ભવ્ય જિનાલય નું નિર્માણ કરવામાં આવે*.
*સૌએ ભવ્ય જિનાલય બનાવવાના આ વિચારને સહર્ષ વધાવી લીધો. એ પછી કેટલાક ફેરફાર થયાં અને કાર્યમાં વેગ આવ્યો*. *આ જમીનની આસપાસ બીજી જમીન ખરીદવામાં આવી અને કોઈ ભેટ પણ મળી. મંદિર નિર્માણનું કાર્ય નામાંકિત એવા હરિભાઈ સોમપુરા અને તેમના પુત્ર મનહરભાઈ સોમપુરાને સોંપવામાં આવ્યું. આમ લગભગ આઠ એકર જેટલી જમીન પર ભવ્ય જૈન મંદિર, જ્ઞાન મંદિર*, *સાધુ-સાધ્વીજીઓ માટે ઉપાશ્રય, 56 ઓરડાઓવાળી ધર્મશાળા અને ભોજનશાળા બની ગઈ*.
*1999માં 110 ઠાણા સાથે વાંકી તીર્થમાં પ. પૂ. શ્રી કલાપૂર્ણ સૂરિશ્વરજી મહારાજ સાહેબનું ચાતુર્માસ*

*વર્ષ 1989 માં Vanki Jain Tirth Kutch મૂળનાયક શ્રી મહાવીરસ્વામી ભગવાનના જૈન દેરાસરની પ્રતિષ્ઠાનો પ્રસંગ ઉજવાયો. એ પછી દસ વર્ષે એટલે કે વર્ષ 1999માં 110 ઠાણા સાથે પરમ પૂજ્ય શ્રી કલાપૂર્ણ સૂરિશ્વરજી મહારાજ સાહેબનું ચાતુર્માસમાં વાંકી તીર્થ માં થયું. એ વખતે ચાતુર્માસ દરમિયાન રોજ હજારોની સંખ્યામાં લોકો આવતા જતા હતા. ચોમાસા દરમિયાન ધર્મ ધ્યાન અને ભક્તિરંગની જમાવટ થઈ. વાંકી જૈન તીર્થ વિશ્વ ફલક પર જાણીતું થયું*.

  *દેલવાડા, તારંગા અને રાણકપુરના દેરાઓની ઝાંખી કરાવે એવું આ Vanki Jain Tirth Kutch વાંકી જૈન તીર્થ દેશનું સૌપ્રથમ એવું જૈન તીર્થ છે કે જેમાં મુખ્ય મંદિરની ફરતે* *ભમતીમાં કુલ ૪૨ પટ બનાવવામાં આવ્યા છે. એમાં મહાવીર સ્વામી ભગવાન, ગૌતમ સ્વામી, સાધુ-સાધ્વીજીઓ તથા શ્રાવક-શ્રાવિકાઓના જીવનનાં પ્રેરણાત્મક પ્રસંગોને પથ્થરમાં કંડારીને ઇતિહાસનું આલેખન કરાયું છે*.
*દેશનું સૌપ્રથમ એવું જૈન તીર્થ છે કે જેમાં મુખ્ય મંદિરની ફરતે કુલ ૪૨ પટ આ દરેક પટની ઊંચાઈ સાત ફૂટ અને પહોળાઈ સાત થી ૧૫ ફૂટ સુધીની છે અને દરેક પટ ની ઊંડાઈ ૨૭ થી 30 ઇંચ છે. આ બધા પટ બનાવવા માટે રાજસ્થાનના ઓશિયા નજીક આવેલા તિવરીના પથ્થર વપરાયા છે. આ પથ્થરમાં શિલ્પો કંડારવામાં માટે વઢવાણ, ગુજરાતના શિલ્પીઓએ પોતાની અદ્ભુત કલાનું પ્રદર્શન કર્યું છે. આ વિશાળ ભવ્ય મંદિરના પહોળા પગથિયાંની બંને બાજુએ બાહર હારબંધ હાથીઓના આબેહૂબ શિલ્પો ઓરિસ્સાના શિલ્પીઓ દ્વારા બનાવાયા છે*. 

*ઘણી વખત આપણને એવો વિચાર આવે કે નવા નવા મંદિરો બાંધવા નો શું અર્થ? પરંતુ વાંકી તીર્થની વાસ્તુકલા અને આ અદભુત, જીવંત ભાસતા શિલ્પો જોયા પછી બીજો એક વિચાર એવો પણ આવે કે, જો આ નવા ભવ્ય મંદિરોનું નિર્માણ ન થાય તો આ દેશની પ્રાચીન કલા, પરંપરાગત શિલ્પકલાને ઉત્તેજન ન મળે. પરિણામે પથ્થરને બોલતા કરવાની કળા જાણનાર એ શિલ્પીઓ પોતાનો પરંપરાગત વ્યવસાય છોડીને બીજા કામ ધંધામાં લાગી જાય. કાળક્રમે આ કળા લુપ્ત થતી જાય*. 

*પથ્થરો ને બોલતા કરવાની કળા જાણતા શિલ્પીઓની કલાને જૈન સમાજ દ્વારા ઉત્તેજન* 

*પહેલાના જમાનાની તાંબા, પિત્તળ અને કાંસાના નાના મોટા વાસણો તથા એ ધાતુઓ તેમજ વિવિધ પ્રકારની માટી અને પત્થરો પરની કલા કારીગરી જે રીતે વિસરાતી ગઈ, એ રીતે ભવિષ્યમાં આપણી પ્રાચીન શિલ્પ કળા પણ ભુલાતી જાય. માટે નવા મંદિરોના નિર્માણની બાબતમાં જૈન સમાજ અગ્રેસર હોવાથી આપણી પરંપરાગત શિલ્પકળા જળવાઈ રહી છે. આ કળાના વ્યવસાયમાં નવી પેઢી જો ન તૈયાર થાય તો આ પરંપરાગત વિદ્યાના ઉપાસક કોઈ નહીં રહે*. 

*આજે પણ દેશ-વિદેશના મ્યુઝિયમોમાં આપણે ભારતની પ્રાચીન કલા કારીગીરી, કલાકૃતિઓ જોઈને દંગ રહી જઈએ છીએ. પહેલાના જમાનામાં આજના જેવા યંત્રોની મદદ વગર બહુ જ ટાંચા સાધનો વડે કેવળ બે હાથની જ કમાલથી અદભૂત ચીજ વસ્તુઓ અને કળાકૃતિઓ આપણા દેશના કારીગરો બનાવતા હતા. આ કારીગરોને રાજા-મહારાજાઓ તથા શ્રેષ્ઠીઓ તરફથી ખૂબ પ્રોત્સાહન મળતું હતું. આ કારણે જ આપણને એ ભવ્ય વારસો પ્રાપ્ત થયો છે*. 

*72 જિનાલયથી વાંકી જૈન તીર્થ નું અંતર 40 કિલોમીટર છે*.  

*વાંકી તીર્થ જૈન પેઢીનો કોન્ટેક્ટ નંબર* : *02838-278284/278240* 

*મોબાઈલ નંબર* : *9426274217*, *9429041522*, *9428895252*.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top