*- ભક્તિ એટલે ઇશ્વર સાથે એકતા સાધવી. ઇશ્વરને યાદ કરતાં જ ઇશ્વર તરત જ ભક્ત સાથે વાતોમાં જોડાય એનો અર્થજ એ કે આપણી ભક્તિ સમજપૂર્વકની છે.*
*- ભક્તિ કોની કરવી, કેમ કરવી, કઈ રીતે કરવી તે માટે નવધા ભક્તિ અંગે સમજણ હોવી જરૂરી છે. આ ભક્તિ નવ પ્રકારે થાય છે. તે ટૂંકમાં નીચે જણાવ્યા મુજબ સમજવું જરૂરી છે.*
*ભ ક્તિ એટલે શું ? એના જવાબમાં એમ કહી શકાય કે ભક્તિ એટલે ઇશ્વર સાથે એકતા સાધવી. ઇશ્વરને યાદ કરતાં જ ઁર્ંઙ્મૈહી પર ઇશ્વર તરત જ ભક્ત સાથે વાતોમાં જોડાય એનો અર્થજ એ કે આપણી ભક્તિ સમજપૂર્વકની છે.*
*સામાન્ય રીતે બહુધા જનસમાજ ભોગને સુખ સમજી ઇન્દ્રિય સુખમાં જીવન પસાર કરતો હોય છે અને તેઓ પ્રાર્થના, પૂજા, ધૂપદીપ, નૈવેદ્ય, મંત્ર, જાપ, ફૂલહારમાં જ રાંચે છે. પરંતુ આ બધુ ભક્તિ માટેનું પ્રાથમિક કાર્ય કહી શકાય. હવે ખરેખર ભક્તિ કેટલા પ્રકારની ? વ્યક્તિએ વ્યક્તિએ ભક્તિની રીત જુદી હોઈ શકે પરંતુ આપણે નવધા ભક્તિ માટે વિચારીએ તો નામ સ્મરણ, કીર્તન, ભજન, પૂજા, સત્સંગ, સેવા આ બધુ જ નિયમિત રીતે કરવું જ રહ્યું, ભક્તિ એ કર્મકાંડ નથી એ તો ખરેખર તો હૃદય અને આત્માની સ્ફુરણા છે. જ્યારે જ્યારે પરમાત્માના આવિષ્કાર માટે પરમ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક પ્રયત્નો થાય તોજ યથાર્થ ભક્તિ કહી શકાય. ભક્તિ કોની કરવી, કેમ કરવી, કઈ રીતે કરવી તે માટે નવધા ભક્તિ અંગે સમજણ હોવી જરૂરી છે. આ ભક્તિ નવ પ્રકારે થાય છે. તે ટૂંકમાં નીચે જણાવ્યા મુજબ સમજવું જરૂરી છે.*
*૧. શ્રવણ- ઇશ્વર વિશેનું વ્યવસ્થિત જ્ઞાાન સંવાદિત કરી તેને શાંતચિત્તે સાંભળવું અને તેનું વિશેષ મનન અને ચિંતન કરવું.*
*૨. કીર્તન: અત્યંત ભાવપૂર્વક અને લાગણીપૂર્વક ઇશ્વર સાથે એકાકાર સાધી, ઓતપ્રોત થઈ ઇશ્વરના ભજનકીર્તન હર્ષોલ્લાસથી કરવા.*
*૩. સ્મરણ: પ્રભુને અનુલક્ષીને મંત્ર, જાપ કરીને શ્રધ્ધાપૂર્વક પ્રભુને યાદ કરવા અને તેમનું સ્મરણ કરવું.*
*૪. પાદસેવન: પ્રભુના ચરણોમાં સમર્પિત થઈ પ્રભુની આજ્ઞાાનું હૃદયપૂર્વક પાલન કરવું.*
*૫. અર્ચન: પ્રભુના સાનિધ્યમાં સતત રહીને પોતાની જાતને સમર્પિત કરીને પ્રભુને જે પસંદ હોય તે પુષ્પ અર્પણ કરવા એ જ અર્ચન.*
*૬. વંદન: પ્રભુને સંપૂર્ણરીત ભાવથી લાગણીથી, પ્રેમથી, સ્મિતવંદને પૂર્ણ શ્રદ્ધા પૂર્વક, નમ્રતાપૂર્વક વંદન કરવા અને અહંકાર વિકારો દૂર કરવા તેમજ અહંને (ઈય્ર્) કોરાણે મૂકવો.*
*૭. હાસ્ય: ઇશ્વરના ચરણોમાં શીશ ઝૂકાવી, સાષ્ટાંગ પ્રણામ કરી તેમની આજ્ઞાાનું સંપૂર્ણ પણે પાલન કરવું એજ હાસ્ય ભાવ.. બસ પ્રભુ તમે જે કરો તે જ ખરું.*
*૮. સખ્ય: સખા એટલે જ મિત્ર. પ્રભુની સાથે મિત્રભાવ કેળવવો જેથી નિખાલસતાથી હૃદયમાં કોઈપણ પ્રકારની વિષમતા રાખ્યા વિના વાત થઈ શકે, ભક્તિ થઈ શકે.*
*૯. આત્મનિવેદન: જ્યારે ભક્ત ભગવાન સમક્ષ પોતાનું મન ખુલ્લું કરે અને ભગવાનનું શરણ સ્વીકારે એનું નામ જ આત્મનિવેદન.*
*ઉપર જણાવ્યા પ્રમાણે સમર્પણભાવથી, નિખાલસતાથી નિસ્વાર્થ પણે ઇશ્વરની શરણાગતિ સ્વીકારીએ તો ઇશ્વર આપણું ધ્યાન રાખે એ નક્કી છે. ફળપ્રાપ્તિ માટે આસક્તિ નહીં રાખવાની. ભક્તિ કરવી, માંગણી નહીં, માત્ર ભાવક રહેવાનું, યાચક નહીં, યાદ રહે કે 'કર્મણ્યે વાધિકા રસ્તેમા ફલેષુ કદાચન.'*
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો