મંગળવાર, 8 માર્ચ, 2022

શ્રી વાસુપૂજય સ્વામી સુમેરુ નવકાર તીર્થ

શ્રી સુમેરુ નવકાર તીર્થ 

શ્રી વાસુપૂજય સ્વામી 

 

              અહીંથી 1 કિ. મી. દૂર મિયાગામ નામનું ગામ આવેલું છે. આનું પ્રાચીન નામ મહિઆ નગરી હતું. હજારો જૂની આ મહિઆ નગરીમાં હજારો જૈનનો વસવાટ હતો. મહિઆ નગરીમાં 4 શિખર બંધી જિનાલયો હતા. જેમ જેમ કાળ વીતતો ગયો તેમ ત્યાં જૈનોની સંખ્યા ઓછી થતી ગઈ. પ્રભુની પૂજા કરવા ગામમાં કોઈ શ્રાવક ન રહ્યા. જૈનોના પરિવાર ન હોવાથી જિનાલયમાં આશાતના થવા લાગી.

 

                આ આશાતના દૂર કરવા બંધુ બેલડી આચાર્ય શ્રી જિનચંદ્રસાગરસૂરિ અને આચાર્ય શ્રી હેમચંદ્રસાગરસૂરિ એ મિયાગામના જૈન સંઘના અગ્રણીઓને પ્રભુની પ્રતિમાઓ અન્ય સ્થળે બિરાજમાન કરવાની પ્રેરણા આપી. પરંતુ સંઘના અગ્રણીઓની ઈચ્છા ન હતી. તેથી જ પૂજયશ્રી એ મિયાગામના બધા જ જિનાલયોની પ્રભુની પ્રતિમાઓ એક સાથે પ્રતિષ્ઠિત થઈ શકે એવી સુમેરુ નવકાર તીર્થની નવકાર તીર્થની કલ્પના સંઘના અગ્રણીઓ સામે કરી અને સંઘે હર્ષ ઉલ્લાસથી વધાવી લીધી. સુમેરુ નવકાર તીર્થમાં બંધુ બેલડી આચાર્ય શ્રી જિનચંદ્રસાગરસૂરિ અને આચાર્ય શ્રી હેમચંદ્રસાગરસૂરિ મહારાજ સાહેબની નિશ્રામાં મહા વદ 7 , 14/2/2001 ના શુભ દિવસે અષ્ટાન્હિકા મહોત્સવ પૂર્વક અંજનશાલાકા પ્રતિષ્ઠા થઈ. શ્રેષ્ઠી કિશોરભાઈ ભીમજી સંઘવીએ મહોત્સવનો સંપૂર્ણ લાભ લીધો હતો.

 

                    જિનાલયમાં મૂળનાયક શ્રી વાસુપૂજય સ્વામી બિરાજમાન છે. પ્રભુની પ્રતિમા અતિપ્રાચીન છે. ઉપરના માળે સીમંધર સ્વામી અને 19 વિહરમાનની પ્રતિમા બિરાજમાન છે. ધર્મશાળા , ભોજનશાળાની સુંદર સગવડ છે. આ તીર્થ વડોદરાની નજીક છે. આ તીર્થ મિયાગામ કરજણ સ્ટેશનથી 13 કિ. મી. દૂર છે. અણસ્તુ તીર્થ અહીંયાથી 5 કિ. મી. છે.

 

સરનામું

સુમેરુ નવકર જૈન તીર્થ - સુવર્ણ મંદિર

વડોદરા

કરજણ

ગુજરાત 391240

ફોન નંબર 02666-231010

 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top