૫૬
દિગ્ક્કુમારીકા દ્વારા પ્રભુ નો જન્મમહોત્સવ
પ્રભુ!
તારો
જન્મ થતા જ દિશાઓ અને વિદિશાઓ માંથી ૫૬ દિગ્ક્કુમારી સુત્તિકર્મ કરવા પધારે છે...
માય
સુત નમીય આનંદ અધિકો ધરે..
પ્રથમ
માતા અને પુત્ર ને નમી ને મન માં અતિ હર્ષ પામે છે...
હર્ષ
કેમ ના હોય ત્રણ લોક ના નાથ ને નિહાળવા એ પણ બાલ સ્વરૂપે આનંદ આનંદ જ હોય ને....
અષ્ટ
સંવર્ત વાયુથી કચરો હરે...
આઠ
દિગ્ક્કુમારીકા સંવર્ત વાયુ વડે ચારે દિશાઓમાંથી એક એક યોજન પ્રમાણ કચરો દૂર કરે
છે...
વૃષ્ટિ
ગંધોદકે અષ્ટ કુમરી કરે...
આઠ
દિગ્ક્કુમારીકા સુગંધી જલ ની વૃષ્ટિ કરે છે...
અષ્ટ
કલશા ભરી, અષ્ટ દર્પણ ધરે...
આઠ
દિગ્ક્કુમારીકા હાથમાં ભરેલા કળશ ને ધારણ કરે છે...
આઠ
દિગ્ક્કુમારીકા હાથમાં દર્પણ લઇ ને ઉભી રહે છે...
અષ્ટ
ચામર ધરી, અષ્ટ પંખા લહી...
આઠ
દિગ્ક્કુમારીકા હાથમાં ચામર ધારણ કરે છે...
આઠ
દિગ્ક્કુમારીકા હાથમાં પાંખો લઇ પ્રભુજી ને પવન નાખે છે...
ચાર
રક્ષા કરી, ચાર દિપક ગ્રહી...
ચાર
કુમારિકા રક્ષાપોટલી બાંધે છે..
ચાર
કુમારિકા દિપક લઇ ઉભી રહે છે..
ઘર
કરી કેળના, માય સુત લાવતી,
કરણ
સૂચિકર્મ જળ કળશે ન્હવરાવતી...
આ
રીતે કરી, કેળ ના પાંડદાઓ નું સૂતિકાગૃહ બનાવી
તેમાં માતા અને પુત્ર ને લાવીને, સૂચિકર્મ કરવા પાણીના
કળશો વડે ન્હવરાવે છે...
કુસુમ
પૂજી, અલંકાર પહેરાવતી,
રાખડી
બાંધી જઈ શયન પધરાવતી...
પુષ્પ
વગેરેથી પૂજા કરી અલંકાર પહેરાવે છે,
પછી
હાથે રાખડી બાંધી શયનમાં પધરાવે છે...
નમીય
કહે માય તુજ બાળ લીલાવતી,
મેરુ
રવિ ચંદ્ર લગે, જીવજો જગપતિ;
સ્વામી
ગુણ ગાવતી, નિજ ઘેર જાવતી,
તેણે
સમેં ઇન્દ્રસિંહાસન કંપતી...
માતા
અને પુત્ર ને નમસ્કાર કરી ને કહે છે કે,
હે
માતા !
આનંદકારી
અને જગતના નાથ એવા તમારા પુત્ર જ્યાં સુધી મેરુ પર્વત, ચંદ્રમા
અને સૂર્ય રહે ત્યાં સુધી જુગ જુગ જીવે...
આમ
સ્વામી ના ગુણ ગાતા ગાતા પોતપોતાને સ્થાને પ્રયાણ કરે છે અને
એ
જ સમયે સૌધર્મ દેવલોક ના ઇન્દ્ર નું સિંહાસન કંપાયમાન થાય છે...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો