*જન્મ તંબુવન ગામમાં. પિતા ધનગિરિ , માતા સુનંદા. તેમનો જન્મ થતાં પહેલાં જ પિતા ધનગિરિએ દીક્ષા લીધી હતી. ધનગિરિ મુનિ એક વાર ભિક્ષા માટે પોતાના પૂર્વ ગૃહે આવ્યા , ત્યારે બાળકના સતત રડવાથી કંટાળેલી માતાએ તે બાળકને મુનિ પિતાને વહોરવી દીધો. બાળકનું નામ ગુરુ એ વજ્ર પાડ્યું. થોડા વર્ષો બાદ માતાએ બાળકને પાછો મેળવવા રાજદ્વારે ઝઘડો કર્યો. પણ રાજાએ બાળકની ઈચ્છા અનુસાર ન્યાય કર્યો. અને વજ્ર સ્વામી સાધુના સમૂહમાં રહ્યા. બાલ્ય વયમાં પણ તેઓએ પઠન પાઠન કરતી આર્યાઓના મુખથી શ્રવણ કરતા પદાનુસારિણી લબ્ધિથી અગિયાર અંગો યાદ કરી લીધા હતા. તેમના સંયમથી પ્રસન્ન થયેલા મિત્ર દેવો પાસેથી તેમણે આકાશ ગામિની વિદ્યા અને વૈક્રિય લબ્ધિ પ્રાપ્ત કરી હતી.*
*તેમના વખતમાં બાર વર્ષ ભયંકર દુષ્કાળ પડ્યો હતો. જેમાં તેમના પાંચસો શિષ્યો ગોચરી ન મળવાના કારણે અનશન કરી કાળ કરી ગયા હતા. તેઓ આર્યસિંહગિરિના શિષ્ય હતા. અને મહાવીર પ્રભુના તેરમા પટ્ટધર હતા. દસમા પૂર્વધર તરીકે તેઓ છેલ્લા ગણાય છે. શાસન સેવાનાં અનેક કર્યો કરી તેઓ અનશન પૂર્વક કાળધર્મ પામી સ્વર્ગે ગયા. ઈન્દ્રે આવી આ પ્રસંગ ઊજવ્યો હતો.*
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો