*શ્રી મલ્લિનાથ ભગવાન હાલના વયના ઓગણીસમા તીર્થંકર છે. મલ્લિનાથ ભગવાનના ૩ ભવ થયા. પૂર્વ ભવમાં પ્રભુનો આત્મા વૈજયંત નામના વિમાનમાં હતા.* *ત્યાં ૩૩ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરીને ત્યાં રહેલ મતિજ્ઞાન , શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન સાથે ઈક્ષ્વાકુવંશના કશ્યપ ગોત્રના વિદેહ દેશની મિથિલા નગરીના રાજા કુંભની પ્રભાવતી રાણીની કુક્ષીએ ફાગણ સુદ ચોથના દિવસે મેષ રાશિ અને અશ્વિની નક્ષત્રમાં મધ્યરાત્રિએ ચ્યવન થયું. ત્યારે માતાએ ૧૪ સ્વપ્ન જોયા*.
*પ્રભુ દીક્ષા પછી પ્રમાદ નિંદ્રા કર્યા વગર અપ્રમત્તપણે મિથિલા નગરીના સહસ્રામ્ર વનમાં અઠ્ઠમનો તપ કરતાં અશોકવૃક્ષની નીચે ધ્યાનમાં હતા ત્યારે પ્રભુને દીક્ષાના દિવસે જ કેવળજ્ઞાન થયું. લોકાલોકના સર્વ ભાવોને દેખતા અને જાણતાં થયા. પ્રભુ ૧૮ દોષ રહિત થયા. ૮ પ્રાતિહાર્ય અને ૩૪ અતિશયથી યુક્ત થયા. ત્યારે દેવોએ આવીને સમવસરણની રચના કરી. પ્રભુ મધ્ય સિંહાસને ૩૦૦ ધનુષ્ય ઉંચા અશોકવૃક્ષની નીચે બેસીને ચાર મુખથી સામાયિકના સ્વરૂપને સમજાવતી ૩૫ ગુણથી યુક્ત વાણી વડે દેશના આપી. દેશના સાંભળીને સાંભળીને અનેક સ્ત્રી પુરુષે દીક્ષા લીધી. ભિષજ વગેરે ૨૮ ગણધર થયા.*
*પ્રભુ વિચરતાં વિચરતાં સમેતશિખર પધારે છે. ત્યાં માસક્ષમણનો તપ કરતાં કર્યોત્સર્ગ મુદ્રામાં ૫૦૦ મુનિની સાથે ફાગણ સુદ બારસના દિવસે પૂર્વ રાત્રે મેષ રાશિ અને ભરણી નક્ષત્રમાં મોક્ષે ગયા. ત્યારે પ્રભુનો ચારિત્ર પર્યાય ૫૪૯૦૦ વર્ષ હતો , અને ૫૫૦૦૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ થયું હતું. પ્રભુનું શાસન ૫૪ લાખ વર્ષ સુધી ચાલ્યું હતું. પ્રભુના શાસનમાં સ્ત્રી તીર્થંકરનું અચ્છેરું થયેલ. પ્રભુના ભક્ત રાજા અજિત હતા. પ્રભુના માતા પિતા માહેન્દ્ર દેવલોકમાં ગયા હતા.*
*શ્રી મલ્લિનાથ સ્વામી ભગવાનની જય 🙏🏻🙏🏻*
*જાપ-૨૦ નવકારવાળી*
*ॐ હ્રીઁ શ્રી મલ્લિનાથ પારંગતાય નમઃ🙏🏻🙏🏻*
*શ્રી મુનિસુવ્રત સ્વામીના ૩ ભવ થયાં. મુનિસુવ્રત સ્વામીનો જન્મ મગધ દેશની રાજગૃહી નગરીમાં થયો હતો. તેમના પિતાનું નામ સુમિત્ર રાજા અને માતાનું નામ પદ્માવતી રાણી હતું. પ્રભુનું ચ્યવન કલ્યાણક શ્રવણ નક્ષત્રમાં શ્રાવણ સુદ ૧૫ (પૂનમ)ના દિવસે થયું હતું. ત્યારે માતાએ ૧૪ સ્વપ્ન જોયા હતા*.
*પ્રભુની જમણી જાંઘ પર કાચબાનું લંછન હતું. શ્યામ વર્ણના ૨૦ ધનુષ્ય કાયાવાળા હતા. પોતાના ૧૨૦ આંગળ પ્રમાણ હતા. પ્રભુ ૭૫૦૦ વર્ષ કુમાર અવસ્થામાં રહ્યા. ૧૫૦૦૦ વર્ષ રાજ્ય પાલન કર્યું. પ્રભુને ૧૧ પુત્રો હતા.*
*દીક્ષા લેતાં પહેલાં પ્રભુ ૧ વર્ષ સુધી દરરોજ ૧ કરોડ 8 લાખ સોનૈયાનું દાન કરે છે*. *પ્રભુ અપરાજિતા શિબિકામાં બેસીને નીલગૃહા વનમાં પધારે છે. ત્યાં અશોકવૃક્ષની નીચે ૫ મુષ્ઠી લોચ કરે છે. છઠ્ઠનો તપ કરતા ૨૨૫૦૦ વર્ષની પાછલી ઉંમરે ફાગણ સુદ બારસના મકર રાશિ અને શ્રવણ નક્ષત્રમાં ૧૦૦૦ રાજાઓની સાથે દીક્ષા લે છે*. *ત્યારે પ્રભુને ચોથું મનઃપર્યવજ્ઞાન થાય છે. ત્યારે ઈન્દ્રએ આપેલ દેવદુષ્ય જીવનભર રહે છે. દીક્ષા પછી રાજગૃહી નગરીમાં તે કે ત્રીજા ભવે મોક્ષગામી બ્રહ્મદત્તના હાથે દીક્ષાના બીજા જ દિવસે ખીરથી પ્રથમ પારણું કરે છે*. *ત્યારે પંચ દિવ્ય પ્રગટ થાય છે. ૧૨.૫ કરોડ સોનૈયાની વૃષ્ટિ થાય છે*.
*પ્રભુનો ચારિત્ર પર્યાય ૭૫૦૦ વર્ષનો અને ૩૦૦૦૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ થયેલ. પ્રભુનું પ્રાયઃ શાસન ૬ લાખ વર્ષ ચાલ્યું*.
*પ્રભુના શાસનમાં ઉત્તમ પુરુષો નવમાં મહાપદ્મ ચક્રવર્તી , 8માં લક્ષ્મણ વાસુદેવ , 8માં રામચંદ્ર બળદેવ , 8માં રાવણ પ્રતિવાસુદેવ , 8માં નારદ થયાં. પ્રભુના ભક્ત રાજા વિજયમહ રાજા. પ્રભુના માતા - પિતા મહેન્દ્ર દેવલોકમાં ગયેલ.*
*શ્રી મુનિસુવ્રત સ્વામી ભગવાનની જય 🙏🏻🙏🏻*
*જાપ-૨૦ નવકારવાળી*
*દિક્ષા કલ્યાણકે*
*ॐ હ્રીઁ શ્રી મુનિસુવ્રત *સ્વામીનાથાય નમઃ*
🙏🏻🙏🏻
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો